________________
પટ્ટાવલી ]
ક
૧૭૩ :
મંત્રીશ્વર પેથડ
શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રાર્થના કરી કે-જે હું અહીંથી સહીસલામત નીકળું તો તમને સર્વીગે આભૂષણ કરાવું.” દેવગથી તે ત્યાંથી છૂટયો અને પિતાની સ્ત્રીને આવી મળ્યો. પછી તેઓ ત્યાંથી વિદ્યાપુર નગરે ગયા, ત્યાંથી સ્તંભનપૂર જઈ પોતાની ધારણા પ્રમાણે દેદીપ્યમાન આભૂષણેના સમૂહવડે શ્રી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિને અલંકૃત કરી.
ત્યાંથી તે દેવગિરિ ગયો. તે સમયે ઉપાશ્રય બંધાવવા માટે ભાંજગડ ચાલતી હતી. ધર્મસ્થાન બંધાવવામાં તે સ્થળે થતી ધર્મક્રિયામાં પિતાને પણ પુણ્યને હિસે મળે છે એવી ધારણાથી દેદે આગ્રહપૂર્વક ઉપાશ્રય બંધાવવાનું પોતાને માથે લીધું અને સારો ઉપાશ્રય બંધાવ્યો. પછી તેને શુભ સ્વપ્ન સૂચિત એક પુત્ર થયો, જેનું નામ પેથડ રાખવામાં આવ્યું. યોગ્યવયે તેને અભ્યાસસ્થળે મૂકવામાં આવ્યો. યૌવન પામતાં તેને પ્રથમણી નામની સ્ત્રી સાથે મહોત્સવ પૂર્વક પરણાવવામાં આવ્યો, જેનાથી તેને ઝાંઝણ નામને સુંદર ને બુદ્ધિમાન પુત્ર થયે.
લક્ષમીને ચપળા જાણી દેદ શ્રાવક તેને છુટથી દાનાદિકમાં ઉપયોગ કરવા લાગ્યો. તેવામાં ભાગ્યયોગે તેની પત્ની “વિમળી” મૃત્યુ પામી અને તે જાણે સંકેત ન કરતી ગઈ હોય તેમ થોડા જ સમયમાં દેદ શ્રેણી પણ મૃત્યુને આધીન થયો. મરણ સમયે દેદ પાસે વિશેષ દ્રવ્ય ન હતું પરંતુ મરતાં ભરતાં તેણે પોતાના પુત્ર પેથડને બોલાવી “સુવર્ણસિદ્ધિ "ને આમ્નાય કહી બતાવ્ય-શીખવ્યું.
પિતાના મૃત્યુ બાદ પેથડે આમ્નાય પ્રમાણે જપ-ક્રિયા કરવા માંડી પણ તે તેને સફળ થઈ નહિ; કારણ કે કામધટ, ચિંતામણિ, દક્ષિણાવર્તી શંખ અને કલ્પલતાદિ સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ અને પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. પિતાના મૃત્યુબાદ ધીમે ધીમે દારિદ્રય પિકડ સામે પ્રેમ બાંધવા લાગ્યું.
- આ સમયે શ્રી ધમધોષ નામના સરિ તે નગરમાં આવ્યા. તેની દેશના સાંભળી સૌ કોઈ જુદાજુદા વ્રત-નિયમો ગ્રહણ કરવા લાગ્યા. પેથડ પણ પિતાને ભાગ્યહીન સમજી ગુરુ સમક્ષ આવ્યો ને પિતાને પણ પરિગ્રહનું પરિમાણું કરાવવા કહ્યું. પેથડે અમુક રૂપિયા સુધીનું પરિમાણ રાખવા જણાવ્યું, પરંતુ ગુરુએ તેની હસ્તાદિ રેખા અને લલાટની વિશાળતા જઈ, ભવિષ્યમાં પ્રતાપી ને ઉન્નતિશીલ પુરુષ થશે એમ જાણું તે વખતે પરિગ્રહ૫રિમાણ કરતાં અટકાવ્યો અને ધર્મક્રિયામાં વિશેષ તત્પર રહેવા સમજાવ્યા.
પુરુષના નશીબ આડું પાંદડું હોય છે એ ન્યાયે દેશાંતર ફરતાં તેને કંઈક દ્રવ્યની પ્રાપ્તિ થઈ, પણ હવે તેની ભાગ્યદિશા બદલાવાને સમય આવી પહોંચ્યો હતો. તેને મંડપદુર્ગ તરફ જવાનું મન થયું અને તે તરફ તેણે પરિવાર સહિત પ્રયાણ કર્યું. શહેરના દરવાજામાં પ્રવેશ કરતાં તેણે ડાબી બાજુએ એક સર્ષની ઉણુ પર શબ્દ કરતી અને નૃત્યક્રીડા કરતી દુર્ગા (ચીબરી ) જોઈ. આ દશ્ય જોઈ પેથડે વિચાર્યું કે- “ પ્રવેશ કરતી વખતે દુર્ગા ડાબી બાજુએ હોય તે સારું નથી તે આ સર્પને માથે નાચતી તો કયાંથી કલ્યાણકારક હોય ?” એટલે તે અપશુકન નિવારણાર્થે ત્યાં જ ઊભે રહી પ્રભાવિક નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો, તેટલામાં કોઈ એક જ્યોતિષી ત્યાં આવી ચ અને પેથડને ત્યાં ઊભેલો-રાહ જોતો જોઈ તેનું કારણ પૂછયું, ત્યારે પેથડે તેને પિતાના મનની શંકાની વાત કહી સંભળાવી એટલે જોશીએ ખુલાસો કરતાં કહ્યું કે-"તમારી સમજણ વિચાર વગરની છે. આ શ્રેષ્ઠ શુકન છે. જો તમે તે સમયે જ નગરમાં પ્રવેશ કર્યો હોત તો આ સમગ્ર માલવ દેશના છત્રધારી રાજા થાત, પણ તમે તે શુકનનું અપમાન કરવાથી રાજા તે નહિ, પણ ધનવાન, પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠા સંપન તે જરૂર થશે જ.” .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org