________________
મંત્રીશ્વર પેથડ : ૧૭ :.
[ શ્રી તપાગચ્છ કે “કઈ નથી એમ નહિ.” ત્યારે તેણે કહ્યું કે “હેય તે બતાવો.” ગુરુએ જણાવ્યું કે “અવસરે મળી આવશે.”
ત્યારબાદ તે જ રાત્રિએ અષ્ટ યમકવાળી ગય ગૃપમ નામની સ્તુતિ બનાવી ભીંત પર લખી સવારે તે મંત્રીને બતાવી. તે મંત્રી ગુરુની આવી અસાધારણ શક્તિ જોઈ ઘણે જ વિસ્મિત થયે અને પ્રતિબંધ પામી તેમને ઉપાસક બને.
તપાગચ્છમાં જૈન સાહિત્ય, સંસ્કૃતિ અને કળામાં જે શિથિલતા પ્રવેશ પામી હતી તેને દૂર કરવા માટે શ્રી જગચંદ્રસૂરિ પછી તેમણે સારે પ્રયત્ન કર્યો હતે. તેઓ માંત્રિક વિદ્યાના સવિશેષ જાણ હતા છતાં, તેમણે પિતાના ચારિત્રમાં કદી પણ ખલના આવવા દીધી નથી. એક વખત પૂરતાં વનસ્પતિના ઉપયોગ માત્રથી તેમણે કે કઠણ નિયમ સ્વીકાર્યો હતે તે જ તેમના વિશુદ્ધ ચારિત્રપાલનની પ્રતીતિરૂપ છે.
શાસનન્નતિ માટે અતુલ પ્રયાસ કરી તેઓ વિ. સં. ૧૩પ૭ માં સ્વર્ગવાસી થયા. તેઓ પ્રખર મંત્રશાસ્ત્રી હતા. ઉપદેશ શૈલી દ્વારા અનેક પ્રભાવનાના કાર્યો કરવા ઉપરાંત તેમણે નૂતન સાહિત્યરચનાની દિશામાં પણ કામ કર્યું છે. તેમણે રચેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે. સંઘાચાર ભાષ્ય
દુધમ સ્તવ, કાયસ્થિતિ ભવસ્થિતિસ્ત
ચતુર્વિશતિ જિનસ્તવા સૂરતાશ સ્તોત્ર
રેનિશ ભલેષ સ્તોત્ર પૂર્ય પૂરાં થાવ ભલેષ સ્તુતિ
સર કૃષમ- અષ્ટયમક સ્તુતિ વિગેરે મંત્રીશ્વર પૃથ્વીધર (પેથડ) અવન્તિ પ્રદેશના નસ્યાર નામના દેશમાં નાદુરી નામની નગરીમાં ઊકેશ વંશને દેદ નામને દરિદ્રી વણિક વસતો હતો. તેને વિમલશ્રી નામની પત્ની હતી. દેવગે દેદને કઈ યોગીને મેળાપ થતાં સુવર્ણસની સિદ્ધિ પ્રાપ્ત થઈ. પછી તે તેના ઘરની રહેણીકરણું ને રીતભાત ફરી ગઈ. દરિદ્રતાને સ્થાને વૈભવ અને વિલાસે સ્થાન લીધું. જેને યાચના કરવા જવું પડતું હતું તેના જ ઘરેથી કોઈપણ યાચક ખાલી હાથે જવા ન લાગે. આ બધી વસ્તુસ્થિતિ જોઈ દેદના કોઈ દેવીએ રાજા પાસે ચાડી ખાધી. રાજાએ દેદને બોલાવી સાચી હકીકત જણાવવા કહ્યું. દેદ રાજાની નિષ્ઠા વિષે જાણતો હતો. એટલે જણાવ્યું કે-“ મહારાજ ! મારી પાસે કાંઈપણું નથી. મને નિધાન કે એવું કશું પ્રાપ્ત થયું નથી.” રાજાએ આ વાત માની નહિ ને તેને તે જ સમયે કેદમાં પૂરવાને હુકમ કર્યો. બરાબર આ જ વખતે દેદ ચાકર તેને ભોજન માટે બોલાવવા રાજસભામાં આવ્યા. ચતુર ચાકર બધી વસ્તુસ્થિતિ પામી બચો. દેદે પણ યુક્તિપૂર્વક વચનારા નોકર મારફત એવું કંઈક કહેવરાવ્યું કે જેથી તેની શાણું સ્ત્ર સર્વ સમજી શકે દેદે કવરાવેલ વચનનો ભાવાર્થ રાજા સમજી શકે નહિ. ચાકરે આવી શેઠાણીને હકીકત કહી એટલે તે વિચક્ષણ વનિતા બધી સાર-સાર વસ્તુ લઇને ત્યાંથી નાશી ગઈ. રાજાએ પોતાના સેવકોને દેશના ગૃહની તપાસ કરવા હુકમ આપ્યો; પણ સેવકે વીલે મઢે પાછા ફર્યા; કારણ કે ઘરમાં ચાર ખૂણા સિવાય કંઈપણ જોવામાં આવ્યું નહિ. આ બાજુ કેદમાં પડેલા દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org