________________
શ્રી ધર્મષસૂરિ
: ૧૭૦ :
[ શ્રી તપાગચ્છ દેવપત્તનમાં પિતાના કેઈ શિષ્યની પ્રાર્થનાથી મંત્રગર્ભિત સ્તુતિ બનાવીને સમુદ્ર મારફત(જિનમંદિરમાં) રત્નાપણ (ભેટાણું) કરાવ્યું હતું. આ ઉપરાંત વાસ્વામીના પ્રભાવથી દૂર કરાયેલા અને મિથ્યાત્વી બનેલા શ્રી કપદી યક્ષને ફરી પ્રતિબધી તેને શ્રી જિનબિંબને અધિષ્ઠાયક બનાવ્યું હતું.
આ સમયે મંત્ર-તંત્રનું જેર કંઈક વિશેષ પ્રમાણમાં હતું. પિતાની શક્તિ બતાવવા કેઈ ને કોઈ કારણું ગોતી કઢાતું. એકદા કેઈ એક દુષ્ટ એ સાધુઓને કામણ કરેલાં વડાં ગોચરીમાં વહેરાવ્યા. ગુરુમહારાજને આ વાતની ખબર પડતાં તેને ત્યાગ કરાવ્યો અને બીજે દિવસે પ્રભાતે જોયું તે તે વડાએ ગુરુના મંત્ર-જાપના પ્રભાવે પથરના કટકા બની ગયા હતા. ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં વિદ્યાપુર ગયેલા. ગુરુની વ્યાખ્યાનશૈલી તથા કંઠમાધુય એટલાં સરસ હતાં કે હજારો લોકો વ્યાખ્યાન શ્રવણ કરવા આવતાં. અન્ય સંપ્રદાયી કેટલીક સ્ત્રીઓએ ગુરુમહારાજને પરાભવ પમાડવાની ઈચ્છા અને ઈર્ષ્યાથી ગુરુમહારાજના કંઠ મયે સ્વશક્તિથી વાળને ગુચ્છ ઉત્પન્ન કર્યો, કે જેથી સારે સૂર-અવાજ નીકળી શકે નહિ અને કંઠ કર્કશ બનતાં વ્યાખ્યાનરસમાં ક્ષતિ પહોંચે. ગુરુએ તે સ્ત્રીઓની આ ચેષ્ટા જાણી એટલે સ્વશક્તિથી તે કેશગુચ્છ દૂર કરી તેઓ સર્વેને ત્યાં ને ત્યાં જ પાષાણસ્થાનની જેમ સ્થિર કરી દીધી, એટલે પરાભવ પમાડવાને બદલે પોતે જ પરાજિત થવાથી તે સ્ત્રીઓ શરમાઈ ગઈ અને પિતાને છૂટકાર કરવા પ્રાર્થના કરી. પછી શ્રી સંઘના અતિ આગ્રહથી “અમે તમારા ગચ્છને કદી પણ ઉપદ્રવ નહીં કરીએ” એવી પ્રતિજ્ઞા કરાવીને તેઓને મુક્ત કરી
વળી આ સમયે ધીમે ધીમે યતિઓનું જેર પણ વધતું જતું હતું. અમુક સ્થાને તે તેમણે પોતાની ગાદી જેવા બનાવ્યા હતા. ઉજયિનીમાં પણ એક ગીનું અતિશય જેર હતું. કહો કે તેનું જ સામ્રાજ્ય હતું. તેની આજ્ઞા–રજા સિવાય કઈ સાધુ ત્યાં સ્થિરતા કરી શકતા નહી. પટ્ટધર શ્રી ધર્મઘોષસૂરિને આ ન રુચ્યું. તેમણે સંવેગી સાધુઓને વિહાર નિરાબાધિત કર હતો. તેઓ પિતાના પરિવાર સાથે ઉજજયિની આવી પહોંચ્યા. એક મ્યાનમાં બે તરવાર ન સમાઈ શકે એ ન્યાય પ્રમાણે યોગી અતિશય ક્રોધિત બન્યા અને ગુરુને કઈ પણ પ્રકારે હેરાન કરવાનો નિશ્ચય કર્યો. ગોચરી માટે જતા સાધુઓને તે એગી સામે મળે અને કટાક્ષપૂર્વક પૂછ્યું: “કેમ તમારે અહીં રહેવું છે? કેટલું રહેવું છે?” સાધુઓએ જવાબ આપ્યો: “અમે અહીં સ્થિરતા કરવાના છીએ. તું શું કરીશ?” એટલે તે યોગીએ સાધુઓને પિતાના દાંત દેખાડ્યા ત્યારે જવાબમાં સાધુઓએ પણ પોતાની કેણું દેખાડી. પછી ગી ચાલ્યું ગયું અને સાધુઓએ ઉપાશ્રયે આવી ગુરુને બધે વ્યતિકર કહી સંભળાવ્યો.
ગીએ સ્વસ્થાને જઇને પોતાની મંત્રશક્તિ દ્વારા જૈન ઉપાશ્રયમાં ઊંદરને મેટે સમૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org