________________
પાવલી ]
શ્રી દેવેન્દ્રસૂરિ
૪૫ શ્રી દેવેન્દ્રસૂરિ શ્રી જગચંદ્રસૂરિની પાટે શ્રી દેવેન્દ્રસૂરિ આવ્યા. તેઓને જન્મ કયા દેશમાં અને કઈ જ્ઞાતિમાં થયે હતો તેને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, પરંતુ તેઓને વિહાર મોટે ભાગે માળવા અને ગુજરાત દેશમાં જ થયું છે તેથી અનુમાન કરી શકાય કે તે બંને દેશો પૈકી કોઈ એક દેશમાં તેઓને જન્મ થયો હોય. તેમણે માળવા દેશમાં આવેલ ઉજ્જયિની નગરીમાં જિનભદ્ર શ્રેણીના વિવાહને માટે તૈયાર થયેલ પુત્ર વિરધવલને લગ્નને અંગે મહત્સવાદિના આરંભે થયેલા છતાં પ્રતિબધી વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી હતી, જે પાછળથી વિદ્યાનંદસૂરિના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને “વિદ્યાનંદ” એવા નામનું નવીન શ્રેષ્ઠ વ્યાકરણ રચ્યું. બાદ તે વિરધવળના નાના ભાઈ ભીમસિંહને પણ પ્રતિબોધ પમાડી દીક્ષા આપી હતી, જેઓ પાછળથી “ધમકીતિ ” ઉપાધ્યાય તરીકે અને આચાર્ય પદપ્રદાન પછી “ શ્રી ધર્મઘોષસૂરિ” એવા નામથી ઓળખાયા હતા. કહેવાય છે કે જ્યારે વિ. સં. ૧૩૨૩માં ને કઈકના મતે વિ. સં. ૧૩૦૪ માં વિદ્યાનંદને સૂરિ પદવી અને ધર્મકીતિને ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી ત્યારે પ્રહાદનપુર(પાલણપુર)ને મંદિરમાં મંડપમાંથી કંકુની વૃષ્ટિ થઈ હતી.
ક્રિયાઉદ્ધાર કરનાર જગરચંદ્રસૂરિએ દેવેન્દ્રસૂરિને અતિશય પ્રતિભાવંત ને શક્તિશાળી જાણીને આચાર્ય પદ આપ્યું હતું અને પોતાના પદે સ્થાપન કર્યા હતા, કારણ કે તાજેતરના ક્રિયાઉદ્ધાર પછી ગચ્છને જે ઉપાડ સહેલું નહોતું. તેમના સહાયક તરીકે દેવભદ્રગિણિના આગ્રહથી શ્રી વિજયચંદ્રસૂરિને પણ આચાર્ય પદવી આપવામાં આવી પરંતુ પાછળથી તેઓ શિથિલાચારી એવા અન્ય સાધુઓની શહેમાં તણાયા અને તેમના પિતાના આચારમાં શિથિલતા પ્રવેશી. સાધવાચાર માટે તેમણે કેટલીક જાતની છૂટછાટ મૂકી. તેમને અનુસરનારા શ્રાવકો મોટા ઉપાશ્રયમાં રહેતા હેવાથી “વૃદ્ધપૌશાલિક”(વડી શાલ) અને દેવેન્દ્રસૂરિને અનુસરનારા “લઘુપૌશાલિક” (લઘુપોશાલ) એવા નામથી ઓળખાવા લાગ્યા. વિજયચંદ્રસૂરિ વિદ્વાન તેમજ વિચક્ષણ હતા અને તેમણે દેવેન્દ્રસૂરિરચિત કૃતિઓમાં સારી સહાય કરી હતી, પરંતુ પાછળથી તેઓ દેવેન્દ્રસૂરિથી જુદા પડ્યા અને શિથિલાચારને ઉત્તેજન આપ્યું.
દેવેન્દ્રસૂરિ માત્ર વિદ્વાન જ હતા એટલું જ નહિ પરંતુ તેઓનું ચારિત્રનું પાલન પણ ઉત્કૃષ્ટ હતું તે આપણે તેમણે વિજયચંદ્રસૂરિના શિથિલાચારને નભાવી ન લીધો તે પરથી જાણી શકીએ છીએ. તેઓની વ્યાખ્યાનશક્તિ અદ્દભુત હતી મંત્રી વસ્તુપાળ જેવા શક્તિશાળી વિદ્વાન પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા. તેમની સમજાવવાની અને રસ જમાવવાની શક્તિ પણ અલૌકિક હતી. ખંભાત શહેરમાં તેમની વ્યાખ્યાનસભામાં ૧૮૦૦ શ્રાવકે તો સામાયિક લઈને જ બેસતા હતા. તે વખતે જૈન ધર્મની સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org