________________
શ્રી દેવેન્દ્રસૂરિ
[ શ્રી તપાગચ્છ જાહોજલાલી હતી. એકલા પ્રહાદનપુરના જિનમંદિરમાં એક સુંઢા પ્રમાણ ચોખા અને સોળ મણ સોપારીની હંમેશની આવક થતી હતી. શ્રી દેવેન્દ્રસૂરિની શિષ્યસંતતિ પણ પ્રભાવિક ને ભવ્ય હતી. જ્યારે દેવેન્દ્રસૂરિથી વિજયચંદ્રસૂરિના અનુયાયી જુદા પડ્યા અને બંને પોતપોતાના મતનું સમર્થન કરવા માંડ્યા ત્યારે સંગ્રામ સોનીના પૂર્વજ, જેમને જૈનધમ પર અતિશય પ્રીતિ હતી, તેમને સંશય પેદા થયે કે-“આ સાચું કે તે સાચું તેને કયા ગચ્છની સેવા-ઉપાસના કરવી તેવી વિમાસણ થઈ ત્યારે રાત્રે દેવીએ આવી જણાવ્યું કે “તમારે દેવેન્દ્રસૂરિના પરિવારની સેવા કરવી, કારણ કે ભવિષ્યમાં તે ગચ્છની સારી ઉન્નતિ થવાની છે.”
દેવેન્દ્રસૂરિનું વિહારક્ષેત્ર બહુધા માળવા દેશ હતું અને તેમણે તે પ્રદેશમાં ઘણું ઉપયેગી કાર્ય કર્યું હતું. મેવાડનરેશ સમરસિંહ અને તેની માતા જયતલાદેવી પર પણ તેની સારી પ્રભા હતી અને તેઓ બંને આચાર્યશ્રીના ભક્ત હતા. સૂરિજીને જ ઉપદેશથી સમરસિંહની માતા જયતલાએ ચિતોડના કિલ્લામાં શામળીયા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. એ ઉપરાંત સૂરિના પ્રતિબોધ અને પ્રેરણાથી સમરસિંહે સ્વરાજ્યમાં અમારી પળાવી હતી. આ ઉપરાંત મેવાડના રાણુ પર પણ તેમને કેટલો પ્રભાવ હવે તેના પુરાવા માટે એક જ ફરમાન ઉતારવું બસ થશે.
“स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु
टरा उमराव थावोदार कामदार समस्त महाजन पंचाकस्य अप्रं आपणे अठे श्रीपूज तपगच्छ का तो देवेन्द्रसूरिजी का पंथ का, तथा पुनम्यागच्छ का हेमाचारजजी की परमोद है। धर्मज्ञान बतायो सो अठे आणांको पंथको होवेगा जाणीने मानागा, पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढकोट में नींवदे जद पहोला श्रीरिषभदेवजीरा देवराकी नोव दैवाडे है, पूजा करे हे अषे अजु ही मानेगा। सिसोदा पगका होवेगा ने सरेपान (सुरापान) पीबेगा नहि और धरम मुरजाद में जीव राखणो या मुरजादा लोयगा जणीने महासत्रा ( महासतियों) की आण है, और फेल करेगा जणीने तलाक है।
ગુરુના સ્વર્ગગમનથી તામ્રાવતીના ભીમ નામના શ્રાવકે બાર વર્ષ સુધી અન્નત્યાગ કર્યો હતો. (અન્ન સિવાય બીજી વસ્તુ જ ખોરાક તરીકે લીધી હતી) શ્રીમાન દેવેન્દ્રસૂરિ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના પણ તેટલા જ પારંગત હતા તે તેમના તતદ્ વિષયક રચેલા ગ્રંથે જતા જણાઈ આવે છે. દર્શનશાસ્ત્ર અને કર્મના સિદ્ધાંતનું પણ તેમને સારું જ્ઞાન હતું અને તેથી તેમણે પાંચ નવ્ય * કમગ્રંથ સટીક બનાવ્યા. ટકા મને રંજક છે ને તેમાં કોઈ વિષય પડતો મૂક્યો નથી. તેમની ગ્રંથ રચના નીચે પ્રમાણે જણાય છે –
*નવ્ય એટલા માટે કહેવાય છે કે જૂના કર્મગ્રંથ તે હતા તેને જ નવા સ્વરૂપમાં સુધારાવધારા સાથે ઉર્યા. નામ પણ તેના તે જ એટલે (૧) કવિપાક, (૨) કર્મસ્તવ, (૩) બંધસ્વામિત્વ, (૪) ષડશીતિ અને (૫) શતક એ પ્રમાણે રાખ્યાં છે. જૂના કર્મગ્રંથની રચના શિવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org