________________
પઢાવલી ]
* ૧૬૭ -
શ્રી વિજયચંદ્રસૂરિ શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર ને વૃત્તિ
સટીક પાંચ નવ્ય કર્મગ્રંથ સિદ્ધપંચાશિકા સૂત્ર ને વૃત્તિ
ધર્મરત્ન પ્રકરણ બહદુવૃત્તિ સુદર્શન ચરિત્ર
ચિત્યવંદનાદિ ભાષ્યત્રય સિરિઉસહવદ્ધમાણુ પ્રમુખ સ્તવ (દેવવંદન, ગુરુવંદન ને પ્રત્યાખ્યાન ભાષ્ય ) સિડિકા
વદારવૃત્તિ (વંદિત્તા સૂત્રટીકા ) ચારિ અ૬ દશગાથા વિવરણ વિગેરે આ ઉપરાંત તેમની વિશેષ પ્રવૃત્તિ ગ્રંથને તાડપત્ર પર લખાવવાની હતી. તેમણે તેમજ તેના ગુરુબંધુ શ્રી વિજયચંદ્રસૂરિએ શ્રીમંત શ્રાવકોને ઉપદેશી “વાઘેવતા ભાંડાગાર” માટે તાડપત્રીય પ્રતે લખાવી હતી. શ્રી દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭ માં માળવા દેશમાં જ કાળધર્મ પામ્યા.
શ્રી વિજયચંદ્રસૂરિ સંસારાવસ્થામાં તેઓ મંત્રી શ્રી વસ્તુપાળના ગૃહના હિસાબી-દફતરી હતા. પ્રસંગવશાત તેઓ મંત્રીના ગુન્હામાં આવ્યા અને તેમને કેદખાનામાં પૂરવામાં આવ્યા. દેવભદ્ર ઉપાધ્યાયને તેમના પ્રત્યે કરુણા ઉપજી અને તેમણે કહ્યું કે-“જો તું દીક્ષા લેવાનું કબૂલ કરે તો તને કારાગૃહમાંથી મુક્ત કરાવું.” તેમણે દીક્ષા ગ્રહણ કરવાનું કબૂલતાં દેવભકોપાધ્યાયે વસ્તુપાળને કહીને, કેદખાનામાંથી છોડાવી દીક્ષા આપી. તેમનામાં શક્તિ હતી પણ સાથે સાથે અભિમાની વૃત્તિ પણ હતી. અભિમાન માણસને આગળ વધવા દેતું નથી. અભિમાનની ઊંચી કક્ષાએ પહોંચેલા માનવને નીચી ગતિમાં ગબડાવ્યા છે.
તેઓ ધીમેધીમે શાસ્ત્ર-સિદ્ધાંતને અભ્યાસ કરતા ગયા અને આગળ વધ્યા છતાં અભિમાન તો એમનું એમ જ રહ્યું. દેવભદ્ર ઉપાધ્યાયની ઇચ્છા તેમને આચાર્યપદ આપવાની હતી તેથી તેમણે જગચંદ્રસૂરિને તે માટે આગ્રહ કર્યો. મંત્રી વસ્તુપાળે વિજયચંદ્રની ખુમારીભરી લાગણી અને રહેણીકરણી તેમજ વર્તન જોતાં તેમ કરવાનો નિષેધ કર્યો છતાં દેવભદ્રોપાધ્યાયના આગ્રહને વશ થઈ તેમ જ શ્રી દેવેન્દ્રસૂરિના સહાયક થશે તેમ વિચારી જગચંદ્રસૂરિએ તેમને સૂરિપદવી આપી. ત્યારબાદ કેટલાક વખત સુધી તે તેઓ દેવેન્દ્રસૂરિ પ્રત્યે વિનયવાળા રહ્યા, પરંતુ તેમની ચંચળ વૃત્તિ ડામાડોળ થવા લાગી.
આ સમયે શિથિલાચારને વેગ વધતો જતો હતો. વિજયચંદ્રસૂરિ તે તરફ વળ્યા. સારાસારને વિચાર કર્યા વિના જ તેઓ શિથિલાચારી અન્ય સાધુ સમુદાયમાં ભળ્યા અને પિતે તેનું ઉપરીપણું લીધું. શ્રી દેવેન્દ્રસૂરિને આ વાતની જાણ થઈ અને માળવામાંથી વિહાર કરી તેઓ ખંભાત નગરે આવ્યા. વિજયચંદ્રસૂરિ તેમને વાંદવા નિમિત્ત પણ ન ગયા. દેવેન્દ્રસૂરિએ કહેરાવ્યું કે “ બાર વર્ષ સુધી
મરવાની અને ચંદ્રર્ષિ મહત્તર વિગેરે જુદા જુદા આચાર્યોએ કરી હતી. ઇટ્ટી કર્મગ્રંથમાં ૭૦ ગાથા હતી તેથી તે “ સપ્તતિકા” કહેવાતો તેમાં પણ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ૧૯ ગાથા નવી ઉમેરી કુલ ૮૯ ગાથા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org