________________
પાવલી ]
શ્રી જગચંદ્રસૂરિ શ્રી ધર્મષસૂરિની પાટે સુડતાલીશમા શ્રી સમપ્રભસૂરિ થયા. તેમણે નમિw મળ એવા પાદથી શરૂ થતું આરાધના સૂત્ર બનાવ્યું. તેઓનો વિ.સં. ૧૩૧૦ માં જન્મ થયે હતો તેમજ ૧૩૨૧ માં દીક્ષા ને ૧૩૩૨ માં આચાર્યપદ પ્રદાન થયું હતું.
જ્યારે ગુરુએ તેમને મંત્રપુસ્તિકા અર્પણ કરવા માંડી ત્યારે અગ્યાર અંગના જાણ તેમણે “શુદ્ધ ચારિત્ર એ જ મંત્રપુસ્તિકા છે” એમ જણાવીને તે મંત્રપુસ્તકા સ્વીકારી નહિ એટલે બીજા કોઈ ગ્ય પાત્રના અભાવથી તે મંત્રપુસ્તિકાને જલશરણ કરવામાં આવી.
- શ્રી સોમપ્રભસૂરિએ અપકાયની વિરાધના થવાના કારણે જલકું કણ દેશમાં અને શુદ્ધ પાણીના દુર્લભપણાથી મરુદેશમાં સાધુઓને વિહાર બંધ કરાવ્યું હતું.
કોઈએક વર્ષે બેકાર્તિક માસ હતા ત્યારે પહેલા કાર્તિક માસમાં થનારા અને અન્ય ગછીય અગ્યાર આચાર્યોને નહીં જણાયેલ ભાવીકાળમાં થનારા ભીમપલ્લીના બંગ(ઉપદ્રવ)ને સ્વજ્ઞાનશક્તિથી જાણીને, પહેલા કાર્તિક માસની જ ચાદશે ચિમાસી પ્રતિક્રમણ કરીને ત્યાંથી વિહાર કર્યો. પાછળથી તે પલ્લીનો ભંગ–નાશ થશે. જે આચાર્યો ગુરુવચન નહીં માનીને ત્યાં રહ્યા હતા તેઓ દુખી થયા.
તેમના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે યતિજિતકલ્પસૂત્ર
યત્રાવિત્યાદિ સ્તુતિઓ ગિનેન નેતિ સ્તુતિઓ
શ્રીમદ્રત્યાદ્રિ સ્તુતિઓ તેમના (૧) શ્રી વિમળપ્રભસૂરિ, (૨) શ્રી પરમાણંદસૂરિ, (૩) શ્રી પવતિલકસૂરિ ને (૪) શ્રી સોમતિલકસૂરિ એ નામના ચાર શિષ્યો હતા.
* જે વર્ષે શ્રી ધર્મષસૂરિને સ્વર્ગવાસ થયે તે જ વર્ષે એટલે કે સં. ૧૩પ૭ માં શ્રી સોમપ્રભસૂરિએ શ્રી વિમળપ્રભને આચાર્ય પદ આપ્યું, પરંતુ તેઓ અલ્પજીવી નીવડયા. ત્યારબાદ પિતાનું આયુષ્ય નજીકમાં જાણીને વિ. સં. ૧૩૭૩ માં શ્રી પરમાનંદસૂરિ અને સંમતિલકસૂરિ બનેને આચાર્ય બનાવ્યા અને ત્રણ માસને આંતરે વિ. સં. ૧૩૭૩ માં જ સમપ્રભસૂરિ સ્વર્ગવાસી થયા. તે વખતે તંભતીર્થમાં તેઓના જુદા વસતિસ્થાનને કારણે ત્યાં નજીકમાં રહેલા લેકેએ આકાશને ઝળહળાયમાન જઈને કહ્યું કે–આ લેક(જેનો)ના ગુરુને માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. તે જ દિવસે કોઈએક નગરમાં, તીર્થયાત્રાને માટે નીકળેલા-ગયેલા કેઈએક દેવે જણાવ્યું કે–“તપાચાર્ય ધર્મ ઈંદ્રના સામાનિક 'દેવતરીકે ઉત્પન્ન થયા છે” એવી હકીકત મેપર્વત પર હમણાં જ મેં દેવમુખથી સાંભળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org