________________
પાવલી ]
ક ૧૩૩ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
એટલે પાસે ઊભેલા સજજન મંત્રીએ કહ્યું કે-“યાદવવંશના મુકુટમણિ શ્રી નેમિનાથ જિનને આ પ્રાસાદ આપનો જ બનાવેલ છે. તેથી આપના માતપિતાને ધન્ય છે.' આ સાંભળી રાજાના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પોતે તે કંઈ જાણતા નથી એમ જણાવતાં સજજન મંત્રીએ કહ્યું કે- હે રાજન ! નવ વર્ષ પૂર્વે તમે મને આ દેશને અધિકારી બનાવ્યો હતો. તે નવ વર્ષની આવક આ જીર્ણ થયેલા જિનાલયમાં ખચી નાખી છે. હવે આપને તે કબૂલ હોય તો ઠીક, નહિ તો આપની આવકના આવેલા સત્તાવીશ લાખ કમ્મ સ્વીકારે. ' સજજન મંત્રીના આવા વચન સાંભળી સિદ્ધરાજ વિશેષ હર્ષિત થયો. પોતાના દંડનાયક માટે પૂરેપૂરી લાગણી ઉપજ ને તેને ધન્યવાદ આપ્યો, પછી ગુરુ સાથે તે અંબિકા દેવીથી અધિછિત કેટી (કોડીનાર) નગરમાં આવ્યો. ત્યાં હેમચંદ્રસૂરિએ દેવીનું ધ્યાન ધરી રાજાની સંતતિ માટે પૃછા કરી ત્યારે દેવીએ જણાવ્યું કે-“રાજાના ભાગ્યમાં સંતતિ નથી. રાજાનો ભત્રીજે કુમારપાળ તેની પાછળ રાજા થશે.'
દેવી-વચન મિથ્યા થનાર નથી એમ સમજ્યા છતાં પણ સિદ્ધરાજે કુમારપાળને વધ કરવાના અનેક કાવત્રા રયા. કુમારપાળને આ વસ્તુની જાણ થવાથી તે તાપસને વેશ લઈ પિતાનું રક્ષણ કરવા લાગ્યો. અચાનક રાજપુરુષોને ખબર પડી કે કુમારપાળ તાપસવેશે રહે છે તેથી તેઓએ સિદ્ધરાજને તે હકીકત જણાવી એટલે સિદ્ધરાજે દરેક તાપસને જમણુ માટે આમંત્ર્યા. પાદ-પ્રક્ષાલનમાં કુમારપાળનો વારો આવતાં સેવકોએ સંજ્ઞા કરી જેથી સિદ્ધરાજ સમજી ગયે. સાથોસાથ કુમારપાળ ૫ણ ચેતી ગયો ને ત્યાંથી કાંઈક બહાનું કાઢી નાસી છૂટ્યો. ત્યાંથી સીધે તે હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે આવ્યો અને મદદ માટે માગણી કરી, ગુરુમહારાજે તેમને તાડપત્રાના ઢગલામાં સંતાડ્યો. રાજસેવકએ આવી ઘણી તપાસ કરી પરંતું પત્તો ન લાગે. પછી ગુરુએ તાડપત્રાના ઢગલામાંથી બહાર કાઢી આશ્વાસન આપ્યું એટલે કુમારપાળ ગુનો આભાર માની દેશાંતર ચાલ્યા ગયે. સિદ્ધરાજે સ્વમરણ પર્યત કુમારપાળને કનડવામાં બાકી ન રાખી, છતાં ય ભાગ્યયોગે કુમારપાળ જીવંત રહી શક્યો. કુમારપાળ ફરતા ફરતા પાછા સ્તંભતીર્થે આવ્યા. હેમાચાર્યો તે વખતે ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. કુમારપાળ તેમની પાસે ગયા અને ગુએ પુનઃ આશ્વાસન આપી જણાવ્યું કે-આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ. પછી થોડા સહાયતા અપાવી. કુમારપાળના કટોકટીના સમયમાં હેમચંદ્રાયાર્થે તેને સહાય કરી હતી. સિદ્ધરાજાના પ્રીતિપાત્ર રહી તેમણે કુમારપાળને બચાવવા અથાગ પરિશ્રમ પણ લીધે હતો.
સિદ્ધરાજ ને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સંબંધી કેટલાક પ્રસંગો પૈકી એક મહત્વને પ્રસંગ ટાંકો ઉચિત ગણાશે. સિદ્ધરાજ મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ શોધતો હતો અને તેટલા ખાતર તેણે સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને તે વિષે પૃચ્છા કરી. સર્વે પોતપોતાના મતની પ્રશંસા કરવા સિવાય કંદ પણ નવીન કહી શકતા નહિ. સિદ્ધરાજને આથી અસંતોષ થયો. છેવટે તેણે હેમચંદ્રાચાર્યનો અભિપ્રાય પૂછો એટલે તેમણે યુક્તિ પૂર્ણ વાર્તા કહી સંભળાવી રાજાના મનને સંતોષવા સાથે આનંદ પમાડ્યું,
ગુએ જણાવ્યું કે-એક વ્યાપારી હતા. પોતાની સ્ત્રીનો ત્યાગ કરી તેણે પોતાની બધી મીલ્કત એક ગુણિકાને આપી દીધી.આથી તે સ્ત્રીએ પોતાના ધણીને પુનઃ પ્રેમ સંપાદન કરવા પ્રયત્નો આદર્યા,અને પિતાને હેતુ પાર પાડવા માટે જડીબુટ્ટીની શોધ કરવા માંડી. તેવામાં તેને એક ગૌડ મળી ગયો. તેણે એક દવા આપીને કહ્યું કે-“આ દવાના ભક્ષણથી તારો પતિ લગામથી બંધાઈ જશે.' સ્ત્રીએ છૂપી રીતે તે દવા ધણીના ભોજનમાં ભેળવી દીધી અને તેનું ભક્ષણ કરતાં જ તે તરતજ બેલ (બળદ ) બની ગયા. આવું પરિણામ જોઈ પૌરજનો તે બાઈને ઠપકે દેવા લાગ્યા, પણું અણુધારેલા પરિણામને ફેરવવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org