________________
પાવલી ]
: ૧૫૧ :- શ્રી વિજયસિંહ૦ સેમપ્રભ ને મણિરત્નસૂરિ
૪૨ શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિની પાટે શ્રી વિજયસિંહસૂરિ બેંતાલીશમા પટ્ટધર થયા. તેમણે શ્રાવક કવિ આસડરચિત “વિવેકમંજરી ” ઉપર વિવેકમંજરી વૃત્તિ કરનાર બાલચંદ્રને તેને ગ્રંથ શોધી આપ્યું હતું. આ આસડ કવિને પિતાના “રાજડ” નામના પુત્રના બાળવયમાં જ થયેલ અવસાનથી અતિશય ખેદ થયો હતો અને શ્રી જૈકલિકાલગૌતમ અભયદેવસૂરિએ તેમને શાંત્વન અથે બોધ આપી ધમમાગમાં પ્રવૃત કર્યો હતો. તેમના એ બેધવાને અનુસરીને તેણે “વિવેકમંજરી” ની રચના કરી હતી. આસડને “કવિસભાશંગાર” એવું બિરુદ પ્રાપ્ત થયું હતું.
વિજયસિંહસૂરિના શિષ્ય પિકી શ્રી સોમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિ સમર્થ હતા તેથી તે બંને ભાઈઓને પિતાને પદે સ્થાપન કર્યા. તેમાં સોમપ્રભસૂરિ વિશેષ વિચક્ષણ હતા અને તેઓએ “શતાથી” નામનો ગ્રંથ રચ્યું છે જેમાં એક લેકના સે અર્થ કરેલા છે. વિજયસિંહસૂરિને લગતે વિશેષ વૃત્તાંત મળતો નથી.
૪૩ શ્રી સમપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ " શ્રી વિજયસિંહસૂરિએ પિતાની પાટે બંને ગુરુભાઈઓને સ્થાપ્યા હતા. શ્રી સોમપ્રભસૂરિ પ્રાગ્વાટ (પરવાડ) જાતિના વૈશ્ય હતા. તેમના પિતાનું નામ સર્વદેવ ને પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવે કઈક રાજાના મંત્રી તરીકે કાર્ય બજાવ્યું હતું અને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શ્રી વિજયસિંહસૂરિને વેગ થતાં સમપ્રભ કુમારાવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું. તેમની બુદ્ધિ ઘણી તીવ્ર હતી એટલે સમગ્ર શાસ ને તલસ્પર્શી અભ્યાસ કરી તેમણે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. તેઓમાં તકશાસ્ત્રની પટુતા, કાવ્યની વિચક્ષણતા અને વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી.
તેઓએ (૧) સુમતિ ચરિત્ર (૨) સૂક્તિ મુકતાવલી-સિંદુર પ્રકર (સેમશતક પણ કહેવાય છે) (૩) શતાથ અને (૪) કુમારપાળ પ્રતિબંધ-આ નામની ચાર કૃતિઓ રચેલી છે. શતાથી કાવ્ય માત્ર વસંતતિલકા છંદ રૂપે છે. તેના જુદા જુદા સે અર્થે કરવામાં આવ્યા છે અને પોતે જ તેના પર ટીકા રચી છે. કુમારપાળ પ્રતિબંધ ગ્રંથ શ્રીપાળ કવિના પુત્ર સિદ્ધ પાળની વસતીમાં રહીને વિ. સં. ૧૨૪૧માં પૂર્ણ કરવામાં આવ્યો હતે. તેઓ શ્રીમાલ નગરમાં સ્વર્ગવાસી થયા.
મણિરત્નસૂરિને કઈ મુનિરત્નસૂરિના નામથી પણ ઓળખાવે છે. તેમણે કઈ ગ્રંથ રો સંભવ નથી, પણ નવતત્વ પ્રકરણના કર્તા તરીકેનું માન તેઓને મળે છે. તેઓ ચિરાપદ્ર નગરમાં સ્વર્ગવાસી થયા.
* કેટલાકે એમ માને છે કે “વિવેકમંજરી”ના શુદ્ધિકૃત-સંશોધક આ વિજયસિંહસૂરિ નથી પરંતુ નાગૅદ્રગચ્છને શ્રી વિજયસેનસૂરિજી છે. જુઓ પિટર્સન ૩જે રિપિટ, પૃ. ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org