________________
શ્રી જગચંદ્રસૂરિ
[ શ્રી તપાગચ્છ બાદ શ્રી વિદ્યાનંદસૂરિને પૃથ્વી પર વિચરવાની આજ્ઞા આપીને શ્રી દેવેન્દ્રસૂરિ ફરીથી પાછી માલવદેશમાં વિચરવા લાગ્યા. તેમના કરેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે.
શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર ને વૃત્તિ પાંચ નવ્ય કર્મગ્રંથ સૂત્ર ને વૃત્તિ શ્રી સિદ્ધપંચાશિક સૂત્ર ને વૃત્તિ ધર્મરત્ન વૃત્તિ સુદર્શન ચરિત્ર
ત્રણ ભાષ્ય સિરિતસવદ્ધમાન પ્રમુખ સ્તો કેટલાકે શ્રાવકદિનકૃત્ય સૂત્રને પણ તેમની કૃતિ માને છે. વિ. સં. ૧૩૨૭ માં માલવ દેશમાં જ શ્રી દેવેન્દ્રસૂરિ રવર્ગે સિધાવ્યા.
ભાગ્યવશાત શ્રી વિદ્યાપુર(વીજાપુર)માં શ્રી વિદ્યાનંદસૂરિ પણ (દેવેન્દ્રસૂરિના વર્ગગમન બાદ ) તેર દિવસના અંતરે સ્વર્ગે સીધાવ્યા. આથી છ માસ વીત્યા પછી સ્વગચ્છીય સૂરિવરેએ શ્રી વિદ્યાનંદસૂરિના બંધુ ધમકીર્તિ ઉપાધ્યાયને “શ્રી ધર્મઘોષસૂરિ" એવા નામથી આચાર્યપદવી અર્પણ કરી.
ગુરમહારાજથી શ્રી વિજયચંદ્રસૂરિના જુદા પડવા પછી “હવે હું કન્યા ગુરની ઉપાસના કરું ?” એવી રીતે શંકાશીલ થયેલા શ્રી સંગ્રામ સોનીના પૂર્વજને રાત્રે સ્વપ્નમાં આવીને દેવીએ કહ્યું કે–“શ્રી દેવેન્દ્રસૂરિની પરંપરા ભવિષ્યમાં ઉન્નતિશીલ થશે માટે તેની જ તું સેવા કરજે.”
દેવેન્દ્રસૂરિનું સ્વર્ગગમન સાંભળીને (તામ્રાવતી નગરીના) સંધના અગ્રણે ભીમ નામના શ્રાવકે બાર વર્ષ સુધી ધાન્યને ત્યાગ કર્યો હતે.
શ્રી દેવેન્દ્રસૂરિની પાટે બેંતાલીશમા પટ્ટધર શ્રી ધર્મધોષસૂરિ થયા કે જેમણે મંડપાચલ(માંડવગઢ)માં પાંચમા વ્રત(પરિગ્રહ પરિમણ)ને અંગે લક્ષ દ્રવ્યનો નિયમ સ્વીકારતા શાહ પૃથ્વીધર (પેથડમંત્રી)ને પોતાના જ્ઞાનથી વ્રતને ભંગ જાણુને નિષેધ કર્યો હતો. તે પૃથ્વીધર માંડવગઢના રાજાનો કપ્રિય મંત્રી છે અને ધન-સંપત્તિમાં કુબેર સમાન સમૃદ્ધિશાળી થયો હતો. પછી તે પેથડમંત્રીએ ચોરાશી જિનમંદિરે કરાવ્યા અને સાત જ્ઞાનભંડાર કર્યા. શ્રી શત્રુંજય પર્વત પર એકવીશ ધટી પ્રમાણ સેનાને ખર્ચ કરીને રૂપામય શ્રી ગષભજિન પ્રસાદ બનાવરાવ્યો. આ બાબતમાં કેટલાકે એમ પણ કહે છે કે છપ્પન ધટી પ્રમાણ સુવર્ણ વ્યય કરીને ઇંદ્રિમાળ–તીર્થમાળ પહેરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org