________________
શ્રી જગચંદ્રસૂરિ : ૧૫૮ :
[ શ્રી તપાગચ્છ પુત્રને તેના લગ્ન સમયના મહત્સવ સમયે જ પ્રતિબંધ પમાડીને વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી હતી. ત્યારબાદ તેના (વરધવલના) નાના ભાઇને પણ પ્રતિબોધ પમાડીને માલવ દેશમાં લાંબે વખત વિચર્યા હતા. ત્યારબાદ તેઓ ગુર્જર દેશમાં શ્રી ખંભાત નગરે પધાર્યા.
(૧) ગીતાર્થો પૃથક–પૃથક (જુદી જુદી) વસ્ત્રની પિટલી રાખી શકે (૨) નિરંતરહમેશાં વિગય ખાવાની છૂટ (3) હમેશાં વસ્ત્ર ધોવાની આજ્ઞા (૪) ગોચરીમાં ફળ ને શાક લેવાની અનુજ્ઞા (૫) નવીન પ્રત્યાખ્યાનમાં સાધુ-સાધ્વીઓને વિગય–વૃતની છૂટ (૬) આર્યા-સાધ્વીએ આણેલ અશન વિગેરેને ઉપભોગ કરવાની સાધુને છૂટ (૭) પ્રતિદિન બે પ્રકારના પ્રત્યાખ્યાન (૮) ગૃહરાની સાથે પ્રતિક્રમણ કરવાની અનુમતિ (૯) સંવિભાગને દિવસે ગીતાર્થોએ ગૃહસ્થને ઘેર જવું (૧૦) લેપની સંનિધિ રાખવી–પાસે રાખ અને (૧૧) તત્કાળનું ઉષ્ણદક (ગરમ પાણી) સ્વીકારવું –ગ્રહણ કરવું. આવા આવા પ્રકારની છુટને કારણે ક્રિયામાં શિથિલ થયેલા કેટલાક મુનિઓને પિતાને સ્વાધીન બનાવવાથી દેષભાગી બનવા છતાં અને શ્રી જગચંદ્રસૂરિવડે ત્યાગ–બહિષ્કૃત કરાયેલા હોવા છતાં પણ શ્રી વિજયચંદ્રસૂરિ નામના આચાર્ય કેતના આગ્રહને કારણે વિશાળ (મેટી) પૌષધશાળા(ઉપાશ્રય)માં બાર વર્ષ સુધી રહ્યા. વળી ગુરુમહારાજની અનુમતિઆજ્ઞા વિના પણ તેમણે દીક્ષા–પ્રદાન આદિ કાર્યો કર્યા.
તે શ્રી વિજ્યચંદ્રસૂરિને વૃત્તાંત આ પ્રમાણે છે –
મંત્રી વસ્તુપાળના આવાસ–ગૃહમાં વિજયચંદ્ર નામના હિસાબી (નામુંઠામું રાખનાર દફતરી) હતા. કોઈ એક અપરાધને કારણે તેને કારાગૃહ–કેદખાનામાં પૂરવામાં આવ્યા. પછી શ્રી દેવભદ્ર નામના ઉપાધ્યાયે દીક્ષા ગ્રહણ કરવાના નિયમપૂર્વક તેમને કેદખાનામાંથી છોડાવી દીક્ષા આપી.
તેઓ વિચક્ષણ અને શાસ્ત્રના પારગામી થવા છતાં અભિમાની હેવાને કારણે મંત્રીશ્રી વસ્તુપાળે સૂરિપદ આપવાની ના પાડ્યા છતાં પણ દેવભદ્ર ઉપાધ્યાયના આગ્રહથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે એમ વિચારીને જગચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદ આપ્યું. તેઓ દીર્ધ સમય પર્યત શ્રી દેવેન્દ્રસૂરિ પ્રત્યે વિનયશીલ રહ્યા.
પરંતુ જ્યારે દેવેન્દ્રસૂરિ માલવિદેશથી પાછા ફર્યા ત્યારે તેઓ તેમને વંદન કરવા આવ્યા નહિ એટલે દેવેન્દ્રસૂરિએ કહેવરાવ્યું કે–એક જ વસતિ–ઉપાશ્રયમાં બાર વર્ષ સુધી તમે કેમ સ્થિરતા કરી ? ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે-“મમતા વગરના ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org