________________
બાહડે દ્ધાર
૧૫૦ :
r થી તણાગાક - ४४ चउआलीसोत्ति-श्रीसोमप्रभ-श्रीमणिरत्नसूरिपट्टे चतुश्चत्वारिंशत्तमः श्रीजगचंद्रसरिः॥
यः क्रियाशिथिलमुनिसमुदायं ज्ञात्वा गुर्वाज्ञया वैराग्यरसैकसमुद्रं चैत्रगच्छीयश्रीदेवभद्रोपाध्यायं सहायमादाय क्रियायामौग्र्यात् हीरलानगच्चंद्रसूरिरितिख्यातिभाक् बभूव । केचित्तु आघाटपुरे द्वात्रिंशता दिगंबराचार्यः सह विवादं कुर्वन् हीरकवदभेद्यो जात इति राज्ञा हीरलाजगचंद्रसरिरिति भणित इत्याहुः ॥ तथा यावज्जीवमाचाम्लतपोऽभिग्रहीतद्वादशवर्षेतिपाबिरुदम् आतवान् ॥ ततः षष्ठं नाम वि० पंचाशीत्यधिकद्वादशशत १२८५ वर्षे तपा इति प्रसिद्धं ॥
- तथा च १ निग्रंथ, २ कौटिक, ३ चन्द्र, ४ वनवासि, ५ वटगच्छेत्यपरनामक बृहद्गच्छ, ६ तपा इति षण्णां नाम्नां प्रवृतिहेतव आचार्याः क्रमेण १ श्रीसुधर्मास्वामि, २ श्रीसुस्थित, २ श्रीचंद्र, ४ श्रीसामंतभद्र, ५ श्रीसर्वदेव, ६ श्रीजगचंद्रनामानः षटू सूरयः ॥छ।॥ १४॥
વ્યાખ્યાર્થ–શ્રી અજિતદેવસૂરિની પાટે બેંતાલીશમા પટ્ટધર તરીકે વિવેકમંજરીની શુદ્ધિ કરનારા શ્રી વિજયસિંહસૂરિ થયા, જેમના સો-સો અર્થ કરવાવડે કરીને પ્રસિદ્ધિ પામેલા પ્રથમ શિષ્ય શ્રી સોમપ્રભસૂરિ અને બીજા શ્રી મણિરત્નસૂરિ થયા.
શ્રીવિસિંહસૂરિની પાટે બંને ગુરભાઈ શ્રી સેમિપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ તેંતાલીશમા પટ્ટધર બન્યા.
તેઓ બંનેની પાટે ચુંમાલીશમા પટ્ટધર શ્રી જગચંદ્રસૂરિ થયા, જેઓએ મુનિસમુદાયને શિથિલાચારી જાણીને ગુરુમહારાજની આજ્ઞા–સંમતિપૂર્વક વૈરાગ્યરસથી ભરપૂર ચિત્રગચ્છના શ્રી દેવભદ્ર ઉપાધ્યાયની મદદ મેળવીને, શુદ્ધ ક્રિયા માટે કડક પદ્ધતિ અખત્યાર કરીને હીરલા જગચંદ્રસૂરિ એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કેટલાકે એમ પણ કહે છે કે આઘાટપુર નગરમાં બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ-વિવાદ કરવા છતાં પણ “હીર” ની પેઠે અભેદ્ય (ન ભાંગી–જીતી શકાય તેવા) બનવાથી રાજાએ હીરલા જગચંદ્રસૂરિ એવું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત જિંદગી પર્યત આયંબિલ તપ કરવાના અભિગ્રહને કારણે બારમા વર્ષે “તપ” એવું એક વધુ બિરુદ પ્રાપ્ત કર્યું અને તે કારણે વિ. સં. ૧૨૮૫ વર્ષે નિર્ગથ ગચ્છનું છઠું નામ “ તપાગચ્છm પડ્યું–પ્રચલિત થયું
શ્રી સુધર્માસ્વામીથી (૧) નિગ્રંથ ગચ્છ, શ્રી સુસ્થિતાચાર્યથી (૨) કૅટિક ગ૭, શ્રી ચંદ્રસૂરિથી (3) ચંદ્ર ગ૭, શ્રી સામંતભદ્રસૂરિથી (૪) વનવાસી ગચ્છ, શ્રી સર્વદેવસૂરિથી (૫) વટ ગચ્છ અને શ્રી જગચંદ્રસૂરિથી (૬) તપા ગ૭ એમ અનુક્રમે છ ગચ્છના પ્રવર્તક છ આચાર્યો થયા. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org