________________
બાહુડોદ્ધાર
: ૧૪૮
:
[શ્રી તપાગચ્છ
પણ આપ સહુનું અહીં આવાગમન સાંભળી જેમ તેમ કરી અહીં આવી ચહ્યો છું. મારી પાસે છે કામની મૂડી છે અને ફરી ફરતાં એક કામ ને એક રૂપિયા પ્રાપ્ત થયું છે તેમાંથી રૂપિયાના ફૂલ લઈ પ્રભુપૂજા પ્રેમપૂર્વક કરી છે અને બાકી રહેલા સાતે કામ ટીપમાં લખવા કૃપા કરે.” આ વાત સાંભળી મંત્રીશ્વરે ટીપને મથાળે સૌથી પહેલું નામ ભીમા કુડલીયાનું લખાવ્યું. આમ થવાથી હજારોની રકમ ભરનારા કેઈકે તેનું કારણ પૂછયું એટલે મંત્રીશ્વરે જણાવ્યું કે- તમેએ ઉલટથી જે જે રકમ લખાવી છે તે તો તમારી મૂડીના પ્રમાણમાં અલ્પ છે પણ ભીમાએ તે પિતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, માટે તેનું નામ સૌથી મુખ્ય હોવું જોઇએ.” પછી તો સ ભીમા કુડલીયાના કાર્યની અનુમોદના કરવા લાગ્યા.
પછી હર્ષિત થયેલે ભીમો ઘરે જવા નીકળ્યો, પણ વિચાર કરે છે કે સ્ત્રી માથાભારે છે અને તેની કજીયાખોર પ્રકૃતિ છે, માટે મૂડી વગર ઘરે જઇશ તો નકામો કલહ વધશે.” પણ પરમાત્માનું નામ સ્મરણ કરતો કરતો ઘરે પહોંચ્યો. ઘરે જતાં જ સ્ત્રીએ “ક્યાં ગયા હતા ? મોડા કેમ આવ્યા? શું રળ્યા ?' વિગેરે પૂછવા માંડયું. જવાબમાં ભીમાએ શત્રુજયની બધી હકીકત શાંતિપૂર્વક કહી સંભળાવી. ભીમાના મનમાં ભય હતું કે હમણાં ચકમક ઝરશે પણ પુન્ય પાધરા હાય ત્યારે સર્વ પાધરું થાય છે એ ન્યાયે વઢકણી સ્ત્રી પણ સાનુકૂળ થઈ ગઈ.
એવામાં ગાય બાંધવાનો ખીલો ઢીલો અને બહાર નીકળી પડવા જેવો નજરે પડતાં ભીમે તેને ઊંડો બેસાડવા માટે જમીન ખોદવા લાગ્યો. એવામાં જરા ઊંડું ખોદે છે તેવામાં તે ભાગ્યયોગે ભૂમિમાંથી લક્ષ્મી નીકળી પડી. ચાર હજાર સોનૈયાથી ભરેલો એક કળશ નીકળ્યો. પણ ભીમાની ભક્તિ અને ધૈર્યતા જુઓ ! પિતાની સ્થિતિ તદ્દન નિર્ધાનીયા જેવી છે, વળી રહીસહી મૂડી પણ સિધ્ધાચળની ટીપમાં ભરી દીધી છે છતાં ભીમાને આ સોનાનો કળશ લલચાવી શકતો નથી. તેણે તરત જ શત્રુંજય તીર્થે આવી, તે કળશ બાહડ મંત્રી સમક્ષ રજૂ કરી, સર્વ વૃતાંત કહી સંભળાવ્યો.
બાહડ મંત્રીએ વાત સાંભળી ભીમાને તેના પુત્ય પ્રભાવથી પ્રગટ થયેલો તે સુવર્ણકળશ પાછો લઈ જવા ઘણું સમજાવ્યું પણ ભીમ માનતો નથી ને તે સુવર્ણ રવીકારતો નથી. છેવટે કવડ યક્ષે પ્રગટ થઈ કળશ લઈ જવા કહ્યું ત્યારે ભીમે તે કળશ લઈ સ્વગામ આવ્યો ને ધર્મક્રિયામાં તત્પર રહી, તપ–જપ કરી સુખી થયો.
આ બાજુ બાહડે જિનાલય તૈયાર કરાવવાનું કાર્ય ઉલ્લાસપૂર્વક આદર્યું ને તેને માટે કાર્યકરોની ગ્ય ગોઠવણ કરી તે પાટણ પાછા આવ્યા. બરાબર બે વર્ષે જિનમંદિર પૂરું થયું. સારા કામની વધામણું ખાવાનું કે મન ન થાય ? તરત જ એક સેવકપુ પાટણ પહોંચી ગયા ને સમાચાર આપ્યા. મંત્રીશ્વરે રાજી થઈ સુવર્ણની બત્રીશ જીભ બક્ષીસ આપી. આ વધામણીને હર્ષ હજી પૂરે થે ન થયે તેવામાં બીજે જ દિવસે બીજે સેવક આવી પહોંચે ને જિનાલયમાં ફાટ પડી ગયાની વાત ખિન્ન વદને કહી સંભળાવી. પણ આ ખેદકારક બનાવથી બાહડને ઊલટો અતિવ હર્ષ થયો ને તે સેવકને પહેલાના કરતાં બમણી એટલે ચોસઠ જીભે આપી.
આ પ્રસંગથી પાસે બેઠેલ નેહીવર્ગ ને સેવપુરુષ તે વિચારમાં પડી ગયા. સેવપુરુષ ભેટ સ્વીકારતાં પણ અચકાવા લાગ્યો એટલે મંત્રીશ્વરે કહ્યું કે-“મારી હયાતીમાં જિનમંદિરમાં ફાટ પડી ગયાની વાત સાંભળી મને બીલકુલ ખેદ થતો નથી, પણ ઊલટો હર્ષ થાય છે; કારણ કે હું ફરી વાર મજબૂત રીતે પાકું મંદિર બંધાવી શકીશ અને તેથી જ આ સેવકને હું ચોસઠ જીલ્મો આપું છું.” પછી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org