________________
આગમિક ગચ્છ
૨ ૧૪૬
[ શ્રી તપાગચ્છ
પાટણ આવ્યા. લોકોએ તેમના ગચ્છ પૂછતાં તેમણે જણાવ્યું કે- અમે સાપુનમીઆ ગચ્છના છીએ.' આ મતવાળા જિનમૂર્તિની કળથી પૂજા કરતા નથી.
આગમિક ગચ્છ.
પુનમીયા ગચ્છના શ્રી શીલગુણુર અને દેવભદ્રસૂરિ નામના એ આચાર્યોં તે મતને ત્યાગ કરી અંચળ ગચ્છમાં દાખલ થયા, પરંતુ પાછળથી તેને પણ ત્યાગ કરી પોતાના સ્વતંત્ર પથ ચલાવ્યેા. ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવી નહિ ઇત્યાદિ નૂતન પ્રરૂપણા કરી તેઓએ પાતાના નૂતન મતનું આગમિક ગચ્છ એવું નામ સ્થાપ્યું. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦માં થઇ. આ ગચ્છમાં પણ ધૃષ્ણા શક્તિશાળી આચાર્યો થયા છે અને સાહિત્યના ક્ષેત્રમાં તેમજ શાસનેાતિમાં સારી અભિવૃદ્ધિ કરી છે. માહાદ્વાર ( ચૌદમા ઉદ્ધાર )
સારઠ દેશના સમરરાજા કુમારપાળની આણુ માનતા ન હતા. તેની ઉદ્ધતાઇને માટે તેને શિક્ષા કરવા રાજાએ ઉદ્દયન મંત્રીને સૈન્ય સહિત મેાકલ્યેા. મંત્રી પ્રયાણ કરતાં કરતાં પાલીતાણા નગરે આવી પહેાંચ્યા. પરમાલ્લાસથી પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા નિમિત્તે ગિરિવર પર ચઢ્યા અને પરમે।પગારી જગદીશ્વરની સેવા-ભક્તિ કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે સમય મુખ્ય મંદિર કાનુ હતું અને ધણું જીણુ થઇ ગયું હતું. મંત્રીશ્વર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા તેવામાં એક દરે સળગતા દીવાની વાટ ઉપાડી અને પોતાના દરમાં પેસવા લાગ્યા. પૂજારીનું તે તરફ ધ્યાન ખેંચાતા તેણે તરત જ તે સળગતી વાટ ઝુટવી લીધી. આ દૃશ્ય જોતાં મંત્રીશ્વર કાઉસગ્ગ પારી ઊંડા વિચારમાં પડી ગયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે– જો આ સમયે પૂજારીએ સમયસૂચકતા વાપરી વાઢ ન લઈ લીધી હ।ત તા મંદિરને મેટું નુકશાન થવા પામત. મંદિરની આવી જીણુ સ્થિતિ હોય તે મારા જેવા મંત્રીશ્વર મળેલી લક્ષ્મીના સદ્વ્યય ન કરે તેા મળેલી લક્ષ્મી શા કામની ?' પછી ત્યાં ને ત્યાં જ પ્રભુસાક્ષીએ જ્યાં સુધી જીર્ણોદ્ધાર ન કરાવું ત્યાં સુધી બ્રહ્મચય' પાળવું, એકભક્ત કરવુ, ભૂમિશયન કરવુ અને તાંબૂલત્યાગ કરવા એ ચાર બાબતના નિયમ કર્યાં.
એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, આદીશ્વર ભગવાનને ભાવપૂર્વક ભેટી મંત્રીરાજ સારહરાજ સમર સામે ગયા અને સુલેહના કહેણુને જવાબ સમાધાનાત્મક ન આવવાથી પરસ્પર ભીષણ સંગ્રામ થયા. આખરે સમરરાયની હાર થઇ અને તેના પુત્રને ગાદી પર બેસારી મંત્રી ઉદયને તેના દેશ પર કુમારપાળની આણુ ફેલાવી.
પણ શત્રુંજયના ઉદ્દાર સ્વહસ્તે કરવાનુ ભાગ્યદેવીએ ઉડ્ડયન માટે નિરધાયુ" નહેતું. લડાઇમાં જીત તા મેળવી પણુ રણમેદાનમાં વશરીર પર શસ્ત્રાદિકના ધણા ધા પડ્યા હેાવાથી પાછા વળતાં તેમને રસ્તામાં જ વસમી વેદના થવા લાગી. વ્યાધિ વધતાં મૂર્છા પણ આવી ગઇ અને કેટલાક શીતાપચાર પછી મૂર્છા વળતાં મંત્રી પેાતાની પ્રતિના સંભારી શાકાચ્છાદિત ચિત્તે ઊંડા નિઃશ્વાસ મૂકવા લાગ્યા. સાથે રહેલા સુભટાને આ દેખાવથી અતિ આશ્ચય થયું. રણભૂમિમાં વીરની માક ગાજતા અને મૃત્યુને હાથમાં રાખીને ક્રૂરતા મંત્રીશ્વર આવી વ્યાધિથી શામાટે ડરતા હશે? તેની કલ્પના પણ તે ન કરી શકયા. મૃત્યુને સામે મ્હાંએ આમંત્રણુ આપનાર બહાદુર ઉદ્દયન મૃત્યુથી * પ્રભાવક ચરિત્રમાં નવધણ એવું નામ જણાવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org