________________
પટ્ટાવલી ]
: ૧૪૫ -
સાધર્ણિમીય મત અને શુધ્ધ ક્રિયા કરતાં તેમને ગુરુએ ઉપાધ્યાય પદ આવી વિજયચંદ્ર એવું નામ આપ્યું.
પછી ગુરુની આજ્ઞા લઈ ત્રણ શિષ્યો સાથે ક્રિોદ્ધાર કરવા માટે વિહાર શરૂ કર્યો. સિદ્ધાંતાનસાર લોકોને સત્ય ઉપદેશ દેવા લાગ્યા અને બેંતાલીશ દોષ રહિત આહાર મળે તે જ સ્વીકારવા લાગ્યા. એક વખત કયાંય શદ્ધ આહાર ન મળ્યો અને વિને આહારે ત્રીશ દિવસ નીકળી ગયા, તે પણ શુદ્ધ માર્ગથી તેઓ ચળાયમાન થયા નહિ. પાવાગઢ તળે આવી, વીર પ્રભુનાં દર્શન કરી, જિનાલયની બહાર નિર્જીવ શિલા પર સામારિક અણુશણ આદર્યું.
આ સમયે ચક્રેશ્વરી અને પદ્માવતી નામની બે દેવીઓ શ્રી સીમંધરસ્વામીને વાંદવા નિમિત્તે મહાવિદેહ ક્ષેત્રમાં ગઈ હતી તેમણે પ્રભુના મુખથી શુદ્ધ ક્રિયાધારી તરીકે વિજયચંદ્ર ઉપાધ્યાયનું નામ સાંભળી તેમના દર્શન નિમિત્તે પાવાગઢ પર આવી. વાદીને ઉપાધ્યાયને કહ્યું કે-“શ્રી સીમંધરસ્વામીએ જેવા ક્રિયાધારી કહ્યા છે તેવા જ તમે છે, તે હે પૂજ્ય ! વિધિપક્ષ ગ૭ એવું નામ સ્થાપી શુદ્ધ માર્ગનું સ્થાપન કરે અને ઉસૂત્રપ્રરૂપણાને જડમૂળથી ફેંકી ઘો. તમે અહીંથી ભાલેજ નગરે જજે. ત્યાં તમને શુદ્ધ આહાર મળશે.' દેવીવચનથી વિજયચંદ્ર ઉપાધ્યાય પાવાગઢથી નીચે ઊતરી ત્યાં ગયા ને શુદ્ધ આહાર સ્વીકારી પારણું કર્યું. ત્યાંના શ્રીમંત શ્રાવક યશોધનને પ્રતિબોધી પિતાને ભક્ત બનાવ્યું. ત્યાંથી વિજયચંદ્ર ઉપાધ્યાય બેણપ નગરે ગયા. ત્યાંના કેટિ નામના વ્યવહારીઆને પણ પ્રતિબોધી સ્વઅનુયાયી બનાવ્યો.
એકદા તે કેટિ નામને વ્યવહારીઓ પાટણ ગયે અને ત્યાં પડિકમણું કરતાં વાંદણ વખતે મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાવડે વાંદણું લીધા. એટલે કુમારપાળ ભૂપાળે તેનું કારણ પૂછતાં ગુરુએ વિધિપક્ષની વાત કહી ત્યારે કુમારપાળે વસ્ત્રના અંચલા(છેડા )વડે વાંદણું દીધા હોવાથી વિધિપક્ષને બદલે આંચલક એવું નામ આપ્યું અને ત્યારથી તેનું આંચળ ગ૭ એવું નામ પ્રચલિત થયું. પછી વિજયચંદ્રને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું તેમ જ તેનું આર્યરક્ષિતસૂરિ એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. આ ગચ્છની ઉત્પત્તિ વિ. સ. ૧૨૧૩ માં થઈ. આ ગરછમાં ઉત્તરોત્તર ઘણા પ્રભાવિક આચાર્યો થયા છે.*
સાર્ધપર્ણિમીય મત આ ગરછની વિ. સં. ૧૨૩૬ વર્ષે ઉત્પત્તિ થઈ. કુમારપાળ ભૂપાળે એકદા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને પૂછયું કે- પુનમીઆ ગ૭વાળા જેનાગમ પ્રમાણે ચાલે છે કે નહિ તેની મારે તપાસ કરવી છે, માટે તેમના ગચ્છાચાર્યને અહીં બોલાવો.” ગુરુએ તે ગચ્છના આચાર્યને બોલાવ્યા અને કુમારપાળે પ્રશ્નો પૂછતાં આડાઅવળા જવાબો આપવા માંડયાં, તેથી કુમારપાળે પુનમીઆ ગછના સાધુઓને પોતાના દેશમાંથી દૂર ચાલ્યા જવા કહ્યું. કુમારપાળના અવસાન બાદ પુનમીઆ ગરછના સુમતિસિંહ નામના આચાર્ય
* એક એ પણ ઉલ્લેખ છે કે નરસિંહ નામના આચાર્ય બુના નામના ગામમાં રહ્યા હતા. નાથી નામની અંધ ધનાઢય શ્રાવિકા તેમની અનુરાગી હતી. એકદા વંદન નિમિત્તે આવતાં તે મુહપત્તિ વિસરી ગઈ. એટલે ગુરુએ કહ્યું કે- કાંઈ નહિ, વસ્ત્રના છેડાથી વાંદે.” તેણે તેવી રીતે વંદન કર્યું અને નાથીએ કરેલ ધનસહાયથી નવા આંચલિક મતની સ્થાપના કરી ને પિતે નામ બદલીને આયંરક્ષિતસૂરિ એવું નામ ધારણ કર્યું. (ગચ્છમત પ્રબંધ પૃ. ૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org