________________
પઢાવલી ]
બાહોદ્ધાર
શા માટે આટલો બધે કંપે છે તેની કલ્પના સરખી પણ તેઓ કરી શક્યા નહિ. છેવટે એકત્ર થઈ. તેઓ મંત્રીશ્વરને તેમના નિ:શ્વાસનું કારણ પૂછવા લાગ્યા ત્યારે તેમણે જણાવ્યું કે-“હે સુભટો ! મને ભરણુ લેશ માત્ર ભય નથી, પરંતુ મારી જિંદગીમાં નિરધારેલા ચાર કાર્યો હું કરી શકી નથી તે બાબત મને શલ્યની માફક ખૂંચે છે. અંતસમય સુધી તેની પૂર્ણતા ન થવાથી મારું હૃદય કમકમી ઊઠે છે.” સુભટએ વિશેષ હકીકત પૂછતાં તેમણે નીચેની ચાર બાબતો જણાવી.
(૧) શત્રુંજય તીર્થ પર મુખ્ય જીણું જિનમંદિરને સ્થાને નૂતન પાષાણનું મંદિર કરાવવું. - (૨) શ્રી ગિરનાર પર પાજ બંધાવવી.
(૩) મારા પુત્ર અબડને દંડનાયક નીમ. (૪) અંતસમયે ગુરુ સમીપે નિઝામણું કરવી.
અંતસમયે પણ ઉદયનની ગુરુ પરત્વેની આવી ઉત્કટ ભાવના જોઈ સુભટ વિચારમાં પડી ગયા. તેઓ માંહોમાંહે વિચાર કરવા લાગ્યા કે આવા ગાઢ જંગલમાં જૈન સાધુને લાવવા કયાંથી ? પછી પરસ્પર વિચારણા કરતાં એક જણે યુક્તિ બતાવી અને તેઓએ ઉદયનના મનની શાંતિ માટે કહ્યું કે– મુનિવર સમક્ષ નિઝામણું કરવાની આપની ઈચ્છાપૂર્તિ માટે તપાસ કરાવી મુનિવરને શોધી લાવીએ છીએ અને બાકીની ત્રણ પ્રતિજ્ઞાઓ આપના પુત્ર બાહડદ્વારા પૂર્ણ કરાવશું.” પછી કઈ એક વંઠ પુરુષને ગોતી લાવી, તેને જૈનમુનિના આચારથી વાકેફ કરી, સાધુના કપડાં પહેરાવી મંત્રી સમક્ષ લાવ્યા. સાધુને જોઈ અંત સમયે અમૃત મળ્યા જેટલો મંત્રીશ્વરને આનંદ થયો. ઘણું જ હર્ષથી તેમને પ્રણામ કરી, ચોરાશી લાખ છવાયોનિને ખમાવી, ચાર શરણ સ્વીકારી, મંત્રીશ્વર શાંતિપૂર્વક સ્વર્ગે સીધાવ્યા. - કુમારપાળ મહારાજાને ઉદયન મંત્રીના અવસાનની હકીકત જણાવી સુભટે તેમના પુત્ર બાહડ અને અંબડ પાસે આવ્યા ને પિતાની મનોકામનાઓથી વાકેફ કર્યા. બાહડે બધી વાત ઘણું જ પ્રેમપૂર્વક સ્વીકારી લીધી અને મહારાજા કુમારપાળની રજા લઈ તરત જ શ્રી સિદ્ધાચળ આવ્યા, શુભ મુદત શ્રી જિનભુવન માટે પાયો નખાવ્યો. આ વાત સાંભળી દેશ-દેશના અન્ય ધનાઢ્ય શ્રાવકે પણ મંત્રી સમક્ષ આવ્યા ને વિનંતિ કરી કહેવા લાગ્યા કે-“આ ઉત્તમોત્તમ તીર્થના ઉદ્ધારના કાર્યથી આપ અપૂર્વ પુણ્ય હાંસલ કરી રહ્યા છે, પરંતુ કૃપા કરીને અમને પણ થોડે લાભ મળે તે હેતુથી અમારું થોડું ઘણું દ્રવ્ય સ્વીકારે તે અમે પણ પુણ્યકાર્યથી પાવન થઈએ.” સ્વધર્મીબંધુની આવી આકાંક્ષા જાણીને મંત્રીશ્વરે ટીપ શરૂ કરી. આ સમયે ટીમાણું ગામનો “ભીમ કુડલી પણ શગંજય તીર્થની યાત્રાર્થે આવ્યો હતો. સકળ સંઘને એકત્રિત થયેલ જે શું કાર્ય ચાલે છે તે જાણવાની જિજ્ઞાસાથી તે પણ ત્યાં આવ્યો પરંતુ ભીડને કારણે તે અંદર દાખલ થઇ, શક્યો નહિ. તેની અંદર આવવાની ઈચ્છા દૂરથી પણ મંત્રીશ્વર બાહડે જાણી લીધી, જેથી માણસ મોકલી તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યા. ટીપની શરૂઆત થતાં જ ભીમાને પણ ભાવના જાગૃત થઈ પણ જ્યાં મોટી મોટી રકમ નોંધાતી હોય ત્યાં પિતાની અલ્પ રકમ શા હિસાબમાં? એમ વિચારી તે મનમાં ને મનમાં જ અચકાવા લાગ્યા, મંત્રીશ્વરે તેને મનભાવ કળી લીધો ને કહ્યું કે તમારે જે ભરાવવું હેય તે સુખેથી ભરાવો.' મંત્રીશ્વરના આવા કહેણથી તે તે વધુ શરમદે બન્યો અને પોતાની
જીવનકથા કહી બતાવી“ હું ટીમાણા ગામ વાસી . ઘીની કુડલી લઈ ફેરી કરું છું તેથી કુડલી કહેવાઉં છું. મારું ઘર છર્ણ હોવાથી ફળિયામાં પડ્યો રહું છું. મહેનત-મજૂરી કરી પેટ ભરું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org