________________
પાવલી ]
બાહોદ્ધાર
મંત્રીશ્વર તરત જ શત્રુંજયગિરિ પર આવ્યા ને સલાને એકઠા કરી મંદિરમાં ફાટ પડી જવાનું કારણ પૂછયું. એટલે મુખ્ય સલાટે જણાવ્યું કે-હે મંત્રીશ્વર ! આ મંદિરમાં પવન ભરાઈ રહે છે તે બહાર નીકળી શકતો નથી એટલે અંદરની ભમતી વગરનું મંદિર કરવામાં આવે તો પવનને હરકત થાય નહિં અને મંદિર અવિચળ ટકી રહે. પણ સાથે સાથે આપને જણાવવું જોઈએ કે-શિલ્પશાસ્ત્રનો એવો નિયમ છે કે ભમતી વગરનું મંદિર કરાવનારની વંશવૃદ્ધિ થતી નથી.'
પરંતુ બાહડને વિશેષ વિચારવાપણું હતું જ નહિં. પિતાની વંશવૃદ્ધિ કરતાં પણ મંદિરનું અવિચળ સ્થાન તેમને વિશેષ વહાલું હતું. વળી પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું હતું એટલે કારીગરને ભમતી વગરનું મંદિર બાંધવાનો આદેશ આપી દીધો. કારીગરો એક દિલથી કામ કરવા મંડી પડ્યો અને બે કોડ અને સત્તાણું લાખ રૂપિઆના ખર્ચે નૂતન જિનમંદિર તૈયાર કર્યું. પછી બાહડે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સહિત સકળ સંધને આમંત્રી, વિ. સં. ૧૨૧૩માં* મહેસવપૂર્વક પ્રતિષ્ઠા કરી. - એક કામ પૂર્ણ થતા ગિરનારની પાજ બંધાવવા માટે ગિરનાર પર્વતે આવ્યા પણ શું કરવું અને કયાંથી પાજ બંધાવવી તે નિશ્ચિત ન થવાથી અટ્ટમની તપસ્યા કરી, અંબિકા દેવીની આરાધના કરી. દેવીએ આવી જણાવ્યું કે- જ્યાં હું અક્ષત વેરું તે રાતે પાજ બાંધવી.” પછી ત્રેસઠ લાખ રૂપિઆના ખર્ચે તે કામ પણ પૂર્ણ કરાવ્યું. પોતાની શેષ જિંદગીમાં વિશેષ ધર્મારાધન કરીને બાહડ મૃત્યુ પામ્યા. કુમારપાળ પણ બાહડ તરફ અતિવ માનની નજરે જોતો.
बायालु विजयसीहो ४२, तेआला हुंति एगगुरुभाया। सोमप्पह-मणिरयणा ४३, चउआलीसो अ जगचंदो ४४ ॥ १४ ॥
तत्पट्टे श्रीविजयसिंहमूरिः। तत्पट्टे श्रीसोमप्रभसूरिः श्रीमणिरत्नमूरिश्च ।
तत्पट्टे श्रीजगच्चन्द्रसूरिः। ગાથાર્થ –બેંતાલીશમાં શ્રી વિજયસિંહસૂરિ, તેની પાટે તેતાલીશમાં શ્રીસેમપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ થયા. તેમની પાટે ચુમાલીશમા પટ્ટધર શ્રીજગચંદ્રસૂરિ થયા. ૧૪.
व्याख्या-४२ बायालुत्ति-श्रीअजितदेवसूरिपट्टे द्विचत्वारिंशत्तमः श्रीविजयसिंहमूरिः, विवेकमंजरीशुद्धिकृत् ।
यस्य प्रथमः शिष्यः, शतार्थितया विख्यातः ।
श्रीसोमप्रभमूरिः द्वितीयस्तु मणिरत्नसूरिः ॥ १॥ ४३ तेआलत्ति-श्रीविजयसिंहसूरिपट्टे त्रयश्चत्वारिंशत्तमौ श्रीसोमप्रभसूरि-श्रीमणिપત્ની
* શત્રુંજયનું આજનું મુખ્ય જિનાલય આ જ બાહુડ મંત્રીનું કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org