________________
પાવલી ]
: ૧૩૫ :
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
પછી કુમારપાળને ઉપદેશ આપી શ્રી તારંગાજી ઉપર ચોવીશ હસ્ત (ગજ) પ્રમાણ મહાન ચૈત્ય કરાવ્યું અને તેમાં એક એક અંગુલપ્રમાણ શ્રી અજિતનાથજીનું તેજસ્વી બિંબ સ્થાપ્યું જે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે.
અંબા ભચના મુનિસુવ્રતસ્વામીનું મંદિર સમરાવતે હતા પણ પાસે ગિનીઓનું સ્થાન હોવાથી તે અંબડને ઉપદ્રવ કરવા લાગી. અનેક ઉપાયોને અંતે પણ તે સફળ ન થયું ત્યારે તેણે હેમચંદ્રાચાર્યની સહાય માગી અને ભરુચ પધારવા પ્રાર્થના કરી. ગુરુએ ત્યાં જઈ તેને વિદ્મ રહિત કર્યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં સારી સહાય આપી.
એકદા ગુરુવંદન માટે આવતાં કુમારપાળે સૂરિજીના મસ્તક પર ખાદીનો જાડો કટકે ઢેલ જોયો તેથી કહ્યું કે- આપને મારા જેવો શ્રાવક ભક્ત હોવા છતાં શા માટે આપને ખાદીનો કટકો વાપરવો પડે? આથી મને ઘણી શરમ થાય છે.' જવાબમાં ગુરુમહારાજે જણાવ્યું કે- આજે ગોચરીએ જતાં એક સાધારણ શ્રાવકે અતિ ભક્તિભાવથી આ કટકે મને વહેવરાવેલ છે. તેના ભાવની વિશેષતા જોઈને હું આ કટકો જ વાપરું છું.' આ હકીકતથી આડકતરી રીતે ગુરુએ રાજાને સીદાતા સ્વામીભાઇની સ્થિતિનો ખ્યાલ કરાવ્યું અને તેની ફરજ માટે સ્પષ્ટ શબ્દોમાં ભાન કરાવ્યું.
હંમેશના ગુરુપરિચયથી અને ધર્મશ્રવણથી રાજાએ સમકિત પ્રાપ્ત કર્યું અને પિતાના પૂર્વનાં વચન યાદ લાવીને ગુરુને રાજ ગ્રહણ કરવાનું કહ્યું. ગુરુએ જણાવ્યું કે અમારે નિઃસંગી અને નિસ્પૃહીને રાજ્યનું શું પ્રયોજન છે? વમેલા ભેગને કેમ સ્વીકારીએ ?” આથી રાજાને જૈન ધર્મના સાધુઓ પ્રત્યે અતિવ સન્માન ઉપજયું અને નિયમ ગ્રહણ કર્યો કે જિનદર્શનમાં ગમે તે સાધુ હોય તે પણ તેને મારે નમસ્કાર કરો. એકદા હસ્તી ૫ર ચઢી રાજમાર્ગે જતાં રાજાએ માથે મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત્ત, પગે પાદુકા પહેરેલ, હાથમાં પાનનું બીડું ધારણ કરેલ અને વેશ્યાના ખભા પર પોતાની ભુજાને લટકાવેલ એવા જૈન મુનિને તેણે જોયા એટલે રાજાએ તેને મસ્તક નમાવી પ્રણામ કર્યો. ગુરુને કેાઈએ આ હકીકત જણાવી એટલે ધર્મકથા કરતાં કરતાં ગુરુએ જણાવ્યું કે- પાસત્કાદિકને વંદન કરતાં કીતિ કે નિર્જરા થતી નથી પણ કાયકલેશ જ થાય છે.' રાજાએ વિચાર્યું કે મારો વૃત્તાંત કોઈએ ગુરુને કહ્યો જણાય છે અને ત્યારથી તેમણે તેવી ક્રિયાથી નિવૃત થવા નક્કી કર્યું.
આ બાજુ બન્યું એવું કે જે પાસસ્થા મુનિને રાજાએ નમન કર્યું હતું તે મુનિને રાજાના નમસ્કારથી ભારે શરમ ઉપજી. તેને પોતાના પદનું ભાન થયું અને પુનઃ પંચ મહાવ્રત રવીકારી અણુશણ સ્વીકાર્યું. તેમની અણુશણું સ્વીકારવાની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. રાજાને કાને વાત આવતાં તે પણ વંદન માટે ઉપાશ્રયે આવ્યા અને જોવામાં વંદન કરવા જાય છે તેવામાં તે મુનિએ તેમને હાથ પકડી કહ્યું કે-“મહારાજ ! તમે મારા ગુરુ છો. તમે જ મારે આ ભવસાગરમાંથી નિતાર કર્યો છે. જે તમે મને વંદન ન કર્યું હતું તે ચેતત નહિં,' છતાં રાજાએ અતિવ આગ્રહથી તેમને વંદન કર્યું..
-
રાજા હવે ધર્મના રંગથી રો રંગાઈ ગયો હતો. સાતે ક્ષેત્રોમાં વિપુલ પ્રમાણમાં દ્રવ્યર્થય કરવા લાગ્યો. સંપ્રતિ મહારાજાની માફક ભૂમિને ૧૪૪૦ જિનચૈત્યથી મંડિત કરી દીધી. અને સર્વત્ર અમારી પડહ વગડાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org