________________
પાવલી ].
: ૧૩૯ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ઘણી વખત ઉપાશ્રય પાસે આવી ઊભો રહેતો. એકદા રાજકુમાર ગશાઅને અભ્યાસ કરતાં હતાં તે સમયે આ વાર્ષિએ જ ખરેખરી લાગણી "થી તે ગ્રંથની અપૂર્વ સ્તુતિ કરી જેથી હેમચંદ્રાચાર્ય સાથે પુનઃ મેળાપ થયો અને રાજાને કહી તેમની અસલ કરતાં બમણું આજીવિકા કરાવી આપી.
એકદા કુમારપાળે હેમચંદ્રાચાર્યને પિતાના પૂર્વભવ સંબંધી વૃત્તાંત પૂછયે. હેમચંદ્ર પોતે તે કહી શકવા સમર્થ ન હતા તેથી તેમણે વિદ્યાદેવીઓને બોલાવી પૂછયું અને પછી તે હકીકત રાજાને કહી સંભળાવી. સાથોસાથ જયસિંહ સિદ્ધરાજ સાથે આટલી બધી દુશ્મનાવટ કેમ થઈ તેનું કારણ પણ જણાવ્યું. રાજાએ પોતાના પૂર્વજન્મને લગતી હકીકતની તપાસ કરાવી તો બધા વૃત્તાંત મળતો આવ્યો. આથી રાજાના આશ્ચર્યની પરિસીમા ન રહી અને એક મહાન સભા ભરી “ કલિકાલસર્વજ્ઞ” નું માનવંતું બિરુદ આપ્યું. પૂર્વજ્ઞાન વિચ્છેદ થયા બાદ આ કલિકાલમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેટલું અથાગ જ્ઞાન કોઈનું ન હતું તેથી આ બિરુદ તેમને બરાબર બંધબેસતું જ કહી શકાય. પશ્ચિમાત્ય વિદ્વાન હેમચંદ્રાચાર્યને “ Ocean of the knowledge '' કહે છે.
વિ. સં. ૧૨૨૯માં ગુરુ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. સાહિત્યસૃષ્ટિમાં તેમનું સ્થાન કોહીનૂર હીરા જેવું છે. પ્રબંધકારો આ મૃત્યુ સંબંધમાં કશી વિગત રજૂ કરતાં નથી, પણ લેક્તિ પ્રમાણે તેમને મૃત્યુસમય ખેદકારક હતે. ગુરુના મસ્તકમાં “ કૌસ્તુભ' મણિ હતું અને તેને માટે એક યોગી તલસતે હતે. સહેલાઈથી તે પ્રાપ્ત થાય તેમ ન હતું તેથી તેણે ગુરુના શિષ્ય પૈકી કોઈને (ઘણું કરીને બાલચંદ્રને ) કેડ અને જયારે તે ગોચરી લઈને જતે હતો ત્યારે ઝોળીમાં હાથ નાખી તીવ્ર વિષ (ઝેર) ભેળવી દીધું. ગુરુને ગોચરી કરતાં તરતજ વસ્તુસ્થિતિ સમજાઈ પણ હવે તો તેની અસર થઈ ચૂકી હતી. પછી રાજા તથા પોતાના શિષ્યોને બોલાવી ગુરુએ કહ્યું કે મારો અગ્નિસંસ્કાર ઉપાશ્રયમાં જ કરજે અને તે સમયે મારા મસ્તકની બાજુ પર એક દૂધભરેલો ખ્યાલ રાખજે. તેમાં કૌસ્તુભ મણિ પડશે તે તમારે લઈ લેવો.” પછી અંતસમયની આરાધના કરી, ચાર શરણ સ્વીકારી તેઓ શાંતિપૂર્વક કાળધર્મ પામ્યા.
ગુરુ પરની ભક્તિને કારણે કુમારપાળે ગુરુના દેહની રક્ષા લઈ પિતાને લલાટે લગાડી. આથી સર્વ પરિવારે તેમ કર્યું અને તેને કારણે ત્યાં એક મોટો ખાડો પડી ગયે જેને “હેમખાડ” કહેવામાં આવે છે.
ગુરુના અવસાનથી કુમારપાળને શોક અતિશય વધી ગયો. ગુરુએ ભવિષ્ય વાણી તરીકે અગાઉ તેને જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ પછી છ માસમાં જ તેનું મૃત્યુ થશે અને પુત્ર પ્રાપ્તિ થશે નહિ. બરાબર ગુરુના જણાવ્યા મુજબ છ માસે તેને અજયપાળે (કુમારપાળનો ભત્રીજો ) ઝેર આપ્યું. રાજાને ઝેરની જાણ થતાં જ કેશાગારમાંથી વિષહન શંખ મંગાવ્યું પણ તે અજયપાળ દૂર કરાવી દીધે હતે. પછી જન વિધિ પ્રમાણે ચાર શરણ સ્વીકારી કુમારપાળ પણ મૃત્યુશરણ થયા.
આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના પૂજક તથા પ્રશંસકે પુષ્કળ હતા તેમ તેમના વિરોધીઓની સંખ્યા પણ નાનીસૂની ન હતી. આમ છતાં શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યથી અને સર્વમુખી પ્રતિભાથી તેઓ તે સર્વનો અડગપણે સામનો કરી શક્યા. એમના આખા જીવન દરમ્યાન એવો એક પણ પ્રસંગ શેળે જડતો નથી કે જ્યારે તેઓ કોઈથી પણ પરાજિત થયા હેય. માનવી બધું કરી શકે છે પણ સાધુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org