________________
-
-
-
-
-
- -
-
-
- -
-
શ્રી અજિતદેવસૂરિ
: ૧૪૨ :
[ શ્રી તપાગચ્છ ઉપદેશમાળા
છન્દ શાસ્ત્ર ટીકા સહિત ૩૦૦૦ બલાબલ સૂત્ર વૃત્તિ
હેમન્યાયાથે મંજૂષા જાતિવ્યાવૃત્તિ ન્યાય
પાંડવચરિત્ર ગણપાઠ
વિગેરે વિગેરે દ્વયાશ્રય મહાકાવ્ય સંસ્કૃતમાં છે અને પ્રાકૃતમાં કુમારપાલ ચરિત છે. પણ બંનેમાં બે-બે હેતુ એક સાથે પાર પાડયા છે. પહેલામાં મૂળરાજથી માંડી ચૌલુક્ય વંશનું વર્ણન છે અને સાથે સાથે “સિદ્ધહેમ” ના સુત્રો પ્રતિપાદિત કરનાર ઉદાહરણ છે. કુમારપાળ ચરિતમાં પણ એવી કાવ્યચમત્કૃતિ પ્રાકૃત વ્યાકરણને લગતી છે.
આમાંનાં પાંડવચરિત્ર, ઉપદેશમાળા, જાતિવ્યાવૃત્તિ ન્યાય, અન્ય દર્શનવાદવિવાદ, અહંનીતિ, ગણપાઠ વિગેરે કેટલાક ગ્રંથો તેમના કરેલા મનાય છે; પણ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ઉપર જણાવેલા ગ્રંથામાંથી પણ કોઈ કોઈ અનુપલબ્ધ પણ સંભવે છે.
ઉપર જણાવેલ ગ્રંથેની યાદી જતાં જણાશે કે તેઓશ્રીએ વિવિધ વિષયો, તેને લગતો ઊહાપોહ અને વિવરણ તેમજ ઝીણવટભરી ચર્ચાથી સાહિત્યના પ્રત્યેક અંગને પૂરતે ન્યાય આપે છે. તેમના વાંચન, મનન અને પરિશીલનના નવનીતરૂપે તેમણે જે સાહિત્ય આપણી સમક્ષ પીરસ્યું છે તે જોતાંવિચારતા તેમના વિસ્તન અવગાહન અને વાંચન તેમજ શક્તિ માટે ખરેખર આશ્ચર્ય ઉભવવા સાથે તેમની સમર્થ પ્રતિભાની અને સૂક્ષ્મદર્શાપણાની કાંઈક ઝાંખી થાય છે. સિદ્ધહેમ, દ્વયાશ્રય, અભિધાન કેશો કે કાવ્યાનુશાસનાદિ મહાગ્રંથોને બાજુએ મૂકી ફક્ત અન્યગવ્યવછેદાત્રિશિકા જેવી ફક્ત બત્રીશ કાવ્યની સ્તુતિનો વિચાર કરવામાં આવે તો તેમાં પણ સ્યાદાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી જેવા અકાટ સિદ્ધાન્તોની પ્રરૂપણ કરી છે.
એમનામાં શંકરાચાર્ય સદશ સૂક્ષ્મદ્રષ્ટિ હતી, એરિસ્ટોટલથી પણ વધારે સર્વગ્રાહિણી બુદ્ધિ હતી, મહર્ષિ બુદ્ધની સુકુમાર અહિંસા કરતાં તીવ્ર અહિંસાની ધૂન હતી, અને તેને બ્રહ્માંડમાં વ્યાપક બનાવવાનો એમને દિવ્ય મનોરથ હતો. ખરેખર તેઓ મહાત્મા હતા, પૂર્ણ ચગી હતા, અદ્દભુત જિતેંદ્રિય હતા, અત્યંત કરુણાળુ હતા, પૂરા નિઃસ્પૃહી પણ હતા, અને સત્યના સાચા ઉપાસક હતા.
આચાર્યશ્રીના સમગ્ર જીવનને વિચાર કરવા બેસીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ નતમસ્તક બની જવાય છે. રાજા, રાજાના અનુયાયી, મિત્ર, વિરોધીઓ, જેને, જૈનેતરોને ધર્મોપદેશ આપવા ઉપરાંત નવસાહિત્ય સર્જન અને સાથેસાથ નિર્ચથ જીવનની અપૂર્વ સાધના; આ દરેકને તેમણે સંપૂર્ણ ન્યાય આપે છે. આ ઉપરથી સમજાય છે કે તેમણે જીવનને કેટલું નિયમિત બનાવ્યું હશે અને પળેપળને કેટલી મહત્વભરી માની હશે.
૪૧ શ્રી અજિતદેવસૂરિ શ્રી મુનિચંદ્રસૂરિની પાટે એક્તાલીશમા પટ્ટધર શ્રી અજિતદેવસૂરિ થયા. મુનિચંદ્રસૂરિના ઘણા શિષ્ય પૈકી આ અજિતદેવસૂરિ ને વાદી શ્રી દેવસૂરિ સમર્થ શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org