________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
: ૧૩૬ :
[ શ્રી તપાગચ્છ
રાજાના અમારી પડતનો અમલ ઘણી સખ્ત રીતે થતો. રાજાજ્ઞાન ભંગ ન થાય તેટલા ખાતર ખાસ અધિકારીઓ નીમવામાં આવ્યા હતા. એવામાં એક મૂર્ખ વ્યાપારીએ જૂ(લીખ)ને ઘસીને મારી નાખી. પ્રાણી-સંરક્ષણના અધિકારીઓને આ વાતની જાણ થતાં જ તેઓ તે વ્યાપારીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાએ ગુન્હાની શિક્ષામાં તેની સર્વ મિલકતનો વ્યય કરી “ “કાવિહાર ” નામનું ભવ્ય જિનમંદિર બનાવવાનું ફરમાવ્યું. અમારી ઉપરાંત માંસભક્ષણ તથા મદિરાપાનને પણ નિષેધ કરવામાં આવ્યો હતો.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના ઉપદેશની મુખ્ય અને સ્થાયી અસર એ થઈ કે માંસાહાર નિમિત્તે તેમજ યજ્ઞ-યાગાદિમાં નિરર્થક રીતે હામાતાં નિર્દોષ પશઓનો સંહાર બંધ થયો. તેમની એ સુવૃત્તિના ફળ તરીકે આજે પણ ગુજરાતમાં દુર્વ્યસનોનો અતિશય અ૫ પ્રચાર છે. નિર્વશીયાનું ધન પડાવી લેવાનો રિવાજ જોવામાં આવતો નથી; તેમજ ધાર્મિકતાનું વાતાવરણ પણ સારી રીતે જળવાયેલું છે.
- કુમારપાળે ઘણું મંદિરેથી પૃથ્વીને મંડિત કરી હતી. તેમાં કુમારવિહાર, મૂષકવિહાર, કરંબાવહાર, દીક્ષાવિહાર અને હેમચંદ્રાચાર્યને જન્મસ્થાન પર લિકાવિહાર વિગેરે મુખ્ય અને ભવ્યતમ મંદિરો હતા. કુમારપાળને એટલી બધી ધર્મ પર આસ્થા બંધાઈ હતી કે હમેશાં યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ અને વીતરાગ તથા મહાદેવ સ્તોત્રના ૨૦ પ્રકાશ-કુલ ૩૨ પ્રકાશનો પાઠ કર્યા પછી જ અન્નપાણી છે. મોટી ઉમ્મરે રાજ્યપ્રાપ્તિ થવા છતાં તેણે ગુરુ પાસે સંસ્કૃતને અભ્યાસ કર્યો હતો અને તેના પરિપાકરૂપે કુમારપાળે પોતે જ “ આત્મનિંદાક્રાત્રિશિકા” રચી હતી જે અદ્યાપિ ઉપલબ્ધ છે.
પછી રાજાની જ્ઞાન–વૃદ્ધિ માટે તેમજ ધર્મમાં વધુ દૃઢ કરવા માટે ગુરુએ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સંભળાયું, તેમાં શત્રુંજય ને રેવતાચલની સ્તુતિ ને માહાસ્ય સાંભળતાં રાજાને તીર્થયાત્રા માટે ભાવના થઈ. એટલે ગુરુ સાથે મહાન સંઘ કાઢી તે શત્રુંજય તથા રૈવતાચલની યાત્રાએ ગયે. રસ્તામાં દીન-દુ:ખી પ્રાણુઓને સારી સહાય આપી અને અપૂર્વ રીતે તીર્થભક્તિ કરી, તે સ્વનગરે પાછા ફર્યા બાદ તેણે જિનયાત્રાને અદ્ભુત રીતે મહોત્સવ કર્યો.
કુમારપાળને હેમચંદ્રાચાર્ય વચ્ચેના અનેક પ્રસંગ છે, યોગવિદ્યાને અંગે ચમત્કારેની પણ કેટલીક હકીકત છે; પરંતુ વિસ્તારના ભયથી તે બધી જતી કરવી પડે છે. કેટલીક નોંધપાત્ર વીગતો નીચે મુજબ છે.
જેમ જેમ કુમારપાળ જીવદયાપ્રેમી થતો જતો હતો તેમ તેમ બ્રાહ્મણ પૂજારીઓ રાજાના વ્રતોનો ભંગ કરાવવા મથી રહ્યા હતા. આસો માસનું અજવાળિયું આવ્યું. એટલે કે વરી અને બીજી દેવીઓના પૂજારીઓએ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે-“ મહારાજ ! પૂર્વપુરુષોની પ્રણાલિકા પ્રમાણે સાતમને દિવસે સાતસે બકરાં અને સાત ભેંસ (પાડ ), આઠમને દિવસે આઠસે બકરાં અને આઠ ભેંસા તેમજ નવમીને દિવસે નવસો બકરા અને નવ ભૂંસા દેવીને ચઢાવવા જોઈએ.” રાજાએ વાત સાંભળી તેમને વિદાય કર્યા અને શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈ, સઘળી હકીકત જણાવી તેને ઉપાય પૂછયો. ગુરુએ કાનમાં કંઇક કહ્યું અને રાજ ઊભા થયા. રાત્રે દેવીઓનાં મંદિરમાં ૦ લઈ જવામાં આવ્યા અને મંદિરના દરવાજા મજબૂત રીતે બંધ કરવાનો હુકમ આપી વિશ્વાસુ રાજપુરુષોને ચોકીયાત તરીકે બેસાડ્યા. બીજે દિવસે સવારે રાજા પોતે જ મંદિર પાસે આવ્યા અને દ્વાર ઊધડાવ્યાં. સૌના આશ્ચર્ય વચ્ચે મંદિરના મધ્ય ભાગમાં સર્વે જાનવરો ચરતાં હતાં અને પવનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org