________________
પટ્ટાવલી |
: ૧૩૧ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અમારી સામે ઊભી રહે. તે વખતે તમારે પણ હાથમાં ખુલ્લી તરવાર લઈ ઊભા રહેવું અને અમારા ત્રણ પૈકી કેાઇનું મન જરા પણ ચલાયમાન થાય તે અમારું મસ્તક ધડથી જુદું કરવું.' પદ્મિનીપતિએ તે હકીકત સ્વીકારી ને સહાયક થવા કબૂલ્યું. પછી તે પ્રમાણે વિદ્યા સાધતાં તેઓ જરા પણ ચલાયમાન ન થયા ત્યારે વિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થયો ને વરદાન માગવા કહ્યું, એટલે દેવેંદ્રસૂરિએ કાંતિપુરીને જિનપ્રાસાદ સેરીસે લાવવાનું કહ્યું, મલયગિરિજીએ સિદ્ધાંત પર સુલભ વૃત્તિ રચવાની શક્તિ માગી અને હેમચંદ્ર રાજા રીઝવવાની શકિત માગી.
હેમચંદ્રાચાર્યે રાજાને રીઝવવાની જ શકિત શા માટે માગી હશે ? એવો આપણું મનમાં સંશય થાય. પણ તે સમયમાં સધળી મહત્તાનું મૂળ રાજસત્તા જ હતી. જેને કીર્તિ પ્રાપ્ત કરવી હોય તેમણે રાજકારે શોભવું જ જોઈએ, જેને માનની સ્પૃહા હોય તેમણે તે રાજા પાસેથી મેળવવું જોઈએ, જેને આધિપત્ય કે વર્ચસ્વ પ્રાપ્ત કરવું હોય તેમણે રાજને હાથમાં રમાડવો જોઇએ, જેને પોતાના ધર્મને વિજય કરે હોય તેમણે રાજા પાસે સ્વધર્મ સ્વીકારાવવો જોઈએ. આ કારણથી જ હેમચંદ્ર રાજા રીઝવવાની શકિત માગી હોય તે આશ્ચર્ય પામવા જેવું નથી. - સોમચંદ્રને સમર્થ જાણી દેવચંદ્રસૂરિને તેમને ગચ્છના નાયકપદે સ્થાપવાની ઉત્કંઠા જાગી. શ્રી સંધને બોલાવી તેમની અનુમતિપૂર્વક સમચંદ્રને નાગપુર(નાગોર)માં વિ.સં.૧૧૬૨માં આચાર્ય પદ આપી શ્રી હેમચંદ્રસૂરિ એવું નામ આપ્યું. પિતાના પુત્રને શ્રેષ્ઠ પદવી મળી તેના હર્ષવેશથી પાહિણીયે પણ જેની દીક્ષા અંગીકાર કરી. હેમચંદ્ર પણ ગુરુને આગ્રહ કરી તે જ સમયે માતાને પ્રવર્તિની પદ અપાવ્યું.
હેમચંદ્રની ખ્યાતિ ધીમે ધીમે દિશાઓના છેડા સુધી પહોંચી ગઈ હતી. તેમની વિદ્વત્તાના વખાણ મહારાજા સિદ્ધરાજ જયસિંહની સભામાં પણ થવા લાગ્યા.એકદા ગુરુએ અણહીલપુર પાટણ તરફ વિહાર કર્યો. રયવાડીએ નીકળેલો સિદ્ધરાજ સામે મળ્યો.ગુરુને જોતાં હસ્તી ઊભે રાખી રાજાએ પૂછયું કે-આપને કંઈ કહેવાનું છે ? ' એટલે ગુરુમહારાજે પ્રસંગોચિત જણાવ્યું કે- “હે સિદ્ધરાજ ! શંકા વગર ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેથી શું ? કારણ કે પૃથ્વીને તે તેં જ ધારણું કરી છે.' આવા પ્રશંસાત્મક શ્લોકથી સિદ્ધરાજ અતિવ હર્ષિત થયો અને હમેશાં બપોરે ધર્મકથા માટે પધારવા સૂરિજીને આમંત્રણ આપ્યું.
સિદ્ધરાજે માલવ દેશ ઉપર ચઢાઈ કરી. વર્ષોના અંતે ૧૧૯૨માં તેના પર જીત મેળવી સ્વરાજધાનીમાં પાછો ફર્યો ત્યારે બધા દર્શન ધર્માચાર્યોએ રાજાને આશીષ આપી; પણ હેમચંદ્રાચાર્યના આશીર્વાદથી તે રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યો. હેમચંદ્રાચાર્યે કહ્યું કે
भूमि कामगवि ! स्वगोमयरसै राशिं च रत्नाकरा !, मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोईलानि सरलैदिग्यारणास्तारणा,
न्याधत्त स्वकरैर्विजित्य जगतों नन्वेति सिद्धाधिपः ॥ હે કામધેનુ ! તું તારે ગામયથી ભૂમિ લીપી કાઢ, હે રત્નાકર ! તું મતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણ કુંભ બની જા, હે દિગ્ગજો ! તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષને પત્ર લઈને તેર બના, કારણ કે સિદ્ધરાજ મહારાજ પૃથ્વી જીતીને આવે છે. પછી તે રાજાના સૂરિજી પ્રત્યે ગાઢ પ્રેમ બંધાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org