________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
: ૧૩૦ :
ક,
•.
[ શ્રી તપાગચ્છ
કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય ધંધુકાના વાસી મેઢાતીય ચાચીગ શ્રેણીને પાહિણી નામે પત્ની હતી. યોગ્ય સ્વપ્નથી સૂચિત તે પાહિણીએ વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક શુદિ પુનમે એક પુત્રને જન્મ આપ્યો. ચાંગદેવ તેનું નામ રાખવામાં આવ્યું. ધીમે ધીમે વૃદ્ધિ પામતે ચાંગદેવ પાંચ વર્ષની ઉંમરને થયે ત્યારે એકદા તે માતા સાથે ગુરુવંદન કરવા ગયો. આ. શ્રી દેવચંદ્રસૂરિ ત્યાં બિરાજતા હતા. પાહિણી ગુરુને પ્રદક્ષિણા દઇને વંદન કરવા લાગી તેવામાં તો ચાંગદેવ ગુરુના આસન પર બેસી ગયો. ગુરુએ આ નાના બાળકમાં જૈન શાસનને પ્રભાવિત કરવાની પ્રચંડ શકિત જોઈ, અને તેની સાથે જ અવસર જોઈ ગુરુએ સામુદ્રિક શાસ્ત્રના આધારે તેના લક્ષણે નીરખી લીધા. પછી શ્રી સંઘને બોલાવી, સાથે લઈ, પાહિણીને ગૃહે જઈ ચાંગદેવની માગણી કરી. પાહિણીએ પહેલા તો તેના પિતાને–જે તે સમયે બહાર મુસાફરીએ ગયા હતા તેને–પૂછવાનું કહ્યું, પરંતુ પાછળથી વિચાર કરી, ગુરુ આજ્ઞા અલંઘનીય માની ચાંગદેવને અર્પણ કર્યો. તેણીએ વિચાર્યું કે શ્રી સંધ અને ગુરુ પોતે મારે આંગણે આવે અને નિરાશ પાછા જાય તે ઠીક નહિ. વળી તેમાં ય આ માગણી તે શાસનની ઉન્નતિ અર્થેની હતી તેથી તેણે મન મજબૂત કરી ગુરુને ચાંગદેવ સોંપ્યો. પછી ગુરુ ચાંગદેવને સાથે લઈ વિહાર કરી સ્તંભન તીર્થે આવ્યા અને યોગ્ય મુહૂર્તમાં દીક્ષા આપી સેમચંદ્રx નામ રાખ્યું. બહારગામથી આવ્યા બાદ ચાચીગ શ્રેણીને આ વાતની ખબર પડતાં તે ક્રોધભરી સ્થિતિમાં ખંભાત આવ્યો ને ગુરને કર્કશ વચને કહેવા સાથે ઉપાલંભ આપવા લાગ્યો. છેવટે ઉદયન મંત્રીએ તેને મધુર વચનથી સમજાવી શાંત કર્યો.
વિશ્વતિ પ્રસરાવનાર પુરુષને કુદરતી રીતે જ પ્રજ્ઞા ને પ્રતિભા વરેલી હોય છે. સેમચંદ્ર હવે શાસ્ત્રાધ્યયન શરૂ કર્યું. તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્યના અંગેનો અભ્યાસ કરી લીધા બાદ એમને પૂર્વના જ્ઞાનની મહત્તા વિચારતાં પોતાની અલ્પ બુદ્ધિ માટે સંતાપ ઉપજો. તેમણે કાશ્મીર જઈ સરરવતીદેવીનું આરાધન કરવાનો મકકમ નિર્ણય કર્યો. તે સંબંધે ગુરુમહારાજને વિનંતિ કરતાં તેમણે આજ્ઞા આપી. સોમચંદ્ર ગીતાર્થ સાધુઓ સાથે વિહાર કર્યો. વિતાવતાર (ખંભાત પાસેનું તીર્થ ) તીર્થે આવતાં તેમણે ત્યાં એકાગ્ર ધ્યાન ધર્યું અને અર્ધ રાત્રિ વ્યતીત થતાં સરસ્વતી પ્રત્યક્ષ થઈ અને ઈચ્છિત વર આપી વિદાય થઈ.
ગુરુમહારાજે એકદા સિદ્ધચક્રનો પ્રભાવિક મંત્ર બતાવ્યું જેથી તેની સાધના માટે શ્રી હેમચંદ્રસૂરિ, મલયગિરિજી અને દેવેંદ્રસૂરિ ત્રણે સાધુપુરુષે તત્પર થયા; પરન્તુ તે કાર્ય એમ ને એમ સિદ્ધ થાય તેમ ન હતું. પદ્મિની સ્ત્રીની સહાયની તેમાં જરૂર હતી, તેથી ત્રણે જણ તેની શોધમાં નીકળ્યા. કુમારગ્રામે આવતાં એક બી વસ્ત્ર ધતો હતો અને તેણે કઈ વસ્ત્ર સુકવ્યું હતું તેની આસપાસ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા જેથી તેઓ સર્વેએ જાણ્યું કે આ ગામમાં પદ્મિની સ્ત્રી હશે. તપાસ કરી તેઓ તેને ઘરે ગયા અને તેના સ્વામીને ઉપદેશ આપ્યો. તેના સ્વામીએ આવાગમનનું કારણ પૂછતાં કહ્યું કે-“અમારે વિદ્યાપ્રાપ્તિ માટે તારી પદ્મિની સ્ત્રીની સહાયતાની જરૂર છે, પણ એ ક્રિયા એટલી લજજાસ્પદ છે કે કહેતાં જીભ ઉપડતી નથી.' આ સાંભળી પદ્મિની-પતિએ કહ્યું કે-'નિઃસંકોચપણે કહો.' ત્યારે ગુરુએ જણાવ્યું કેએકાંતમાં વિદ્યા સાધવા અમો વસ્ત્ર તજીને બેસીએ અને એ સમયે તારી સ્ત્રી પણ નિર્વસ્ત્રી થઈ
* કેટલાક ચાહિણી એવું નામ પણ જણાવે છે. * કેટલાક નવ વર્ષે દીક્ષા આચાનું સૂચન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org