________________
વાદી શ્રી દેવસૂરિ
: ૧૨૮ કે
[ શ્રી તપાગચ્છ મંગા બેસી રહે છે તે બીજાનું શું ગજું ? આ દુર્ગમ કાર્થ પણ દેવરિએ ઘડીના વિલંબ વિના કહી બતાવવાથી દેવબોધિ પોતાની હાર કબૂલીને વિદાય થઈ ગયો.
પછી બેહા મંત્રીને પ્રતિબધી વર્ધમાનસ્વામીનું ઉત્તુંગ વિશાળ ચૈત્ય બનાવરાવ્યું અને તેમની પિતાના હસ્તે પ્રતિષ્ઠા કરી.
બાદ તેઓ વિહાર કરતાં કરતાં નાગપુરે (નાગોર) પધાર્યા. ત્યાંના રાજા આહલાદને મહત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો. દેવબોધિએ પણ આવીને ગુગુણની સ્તુતિ કરી. એવામાં સિદ્ધરાજે નાગપુરને ઘેરો ઘાલ્યા, પણ દેવસૂરિ અહીં બિરાજે છે એમ સાંભળી ઘેરો ઉઠાવી પાછો ચાલ્યો ગયો. પછી ગુરુને આમંત્રણ આપી પાટણ બોલાવ્યા અને ચાતુર્માસમાં ત્યાં રાખી, આહૂલાદન ઉપર ફરી ચઢાઈ કરી તેને જીતી લીધું. ત્યારબાદ ગુરુ કર્ણાવતીના સંઘના આગ્રહથી ત્યાં પધાર્યા.
જુની છાપુ મારા એ પ્રમાણે દક્ષિણ દેશમાં રહેનારા કર્ણાટકીય દિગંબરી કમુદ્રચંદ્રને દેવસૂરિની પ્રતિષ્ઠા પરત્વે ઈર્ષ્યા ઉપજી. તેણે તેમને ક્રોધિત કરવા અને વાદ માટે ઉશ્કેરવા સૂચના આપી ભાટચારણોને મોકલ્યા. તેઓએ આવી તાંબરોની નિંદા અને ચોરાશી વાદ જીતનાર દિગંબર કુમદ્રચંદ્રની પ્રશંસા કરવા માંડી એટલે દેવસૂરિના માણિકયવિજય નામના શિષ્ય તેને પ્રતિકાર કર્યો. દેવસૂરિએ શિષ્યને તેમ કરતાં અટકાવ્યા. આ અરસામાં તે કુમુદચંદ્ર પણ પાટણ આવી પહોંચ્યો. જયારે અભિમાન મગજને કબજે લે છે ત્યારે માનવીને સારાસાર કે હિતાહિતનું ભાન રહેતું નથી. કુમુદચંદ્રને ૮૪ વાદ જીતવાથી વિજયને નશો ચડ્યો હતો અને હવે તે દેવસૂરિને છતી પોતાના બધા વિજયો પર કલગી ચઢાવવા માગતો હતો, પણુ ગુરુ સમજતા હતા કે બહુ ગાજે તે વરસે નહિ. તેણે અપાર શાંતિ ધારી, પણ કુમુદચંદ્રને એક ઘડી પણ વરસ જેવડી જણાવા લાગી. કોઇ ને કોઇ ઉપાયે તે દેવસૂરિને વાદમાં ઉતારવા માગતો હતો. પછી તે કુમુદ્રચંદ્ર માઝા મૂકવા માંડી. શ્વેતાંબર સાધુઓને પજવવાનો જ તેણે મુખ્ય વ્યવસાય આદર્યો. રસ્તે જતાં એક વૃદ્ધ સાવીને પણ ઉપદ્રવ કર્યો એટલે તે સાધ્વી ગુરુ સમક્ષ આવી ફરિયાદ કરવા લાગી. ગુરુએ શાંત આશ્વાસન આપતાં જણાવ્યું કે તે પાપી તેના કર્મોને લીધે જરૂર પતિત થશે.” ઉપદ્રવને કારણે વૃદ્ધા સાધ્વીને સહેજ ક્રોધ ચઢયો હતો તેથી કોધમાં ને ક્રોધમાં તે બોલી ગયા કે- તે પાપી પતિત થશે કે નહી પરંતુ તમારા પર આધાર રાખી બેઠેલ સંધ તો જરૂર પતિત થશે જ.'
આચાર્યશ્રીને આ વચનથી જરા ચમક ચઢી. પિતાના પદનું તથા જવાબદારીનું ભાન થયું. તેમણે તરતજ પાટણના શ્રી સંધને વાદ કરાવવા કહેવરાવ્યું. કુમુદચંદ્ર તૈયાર જ હતો. દિવસ નક્કી થયો અને ગુરુએ શુભ શકુને પ્રયાણ કર્યું.
આ વાદવિવાદની સભામાં શ્રીપાલ કવિએ એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે શ્વેતાંબર આમ્નાયના પક્ષપાતી હતા અને વાદી શ્રી દેવસૂરિને તેણે ઘણું જ પ્રો હન આપ્યું હતું. કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પણ પિતાની ૩૬ વર્ષની ઉમ્મરે આ વિવાદસભામાં ભાગ લીધો હતો અને દેવસૂરિના સહાયક તરીકે સારી મદદ કરી હતી.
પરસ્પર વાદ ચાલતાં દેવસૂરિએ વાદીતાલ શાંતિસરિની રચેલ ઉત્તરાયયનની ટીકાના આધારે સ્ત્રીનિર્વાણની ચર્ચા શરૂ કરી અને વાદને અંતે કુમુદચંદ્રને નિરુત્તર કરી જય મેળવ્યો. રાજાની સભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org