________________
વાદી શ્રી દેવસૂરિ
૫-અનુશાસનાંકુશકુલક ૮–ઉપદેશપ ચાશિકા ૧૧-પ્રાણાતિક સ્તુતિ ( સસ્કૃત ) ૧૩-રત્નત્રય કુલક ૧૫–સમ્યક્ત્વષાદ વિધિ ૧૭-હિતાપદેશ કુલક ૧૯-મંડળવિચાર કુલક
[ શ્રી તપાગચ્છ
૬-૭ ઉપદેશામૃત કુલક પહેલુ' તથા બીજું ૯-૧૦-ધર્મોપદેશ કુલક પહેલુ તથા શ્રીજી ૧૨-મેાક્ષ પદેશ પંચાશિકા ૧૪-શાકહર ઉપદેશક કુલક ૧૬-સામાન્ય ગુણાપદેશ કુલક ૧૮-કાલશતક ર૦-દ્વાદશ વગ
૧૨૬ ૪.
વાદી શ્રી દેવસૂરિ
મદ્દાહત* નગરમાં પ્રાણવાટ વંશીય વીરનાગ નામે ગૃહસ્થ રહેતા હતા. તેમને જિનદેવી નામે ગુણુશાળી પત્ની હતી. તેણીએ એકદા રાત્રે સ્વપ્નામાં ચદ્રમાને સ્વમુખમાં પ્રવેશ કરતા જોયા એટલે પ્રભાતે તેનુ મૂળ શ્રી મુનિચંદ્રસૂરિને પૂછ્યું ત્યારે ગુરુએ જણાવ્યું કે—' જગતને પ્રકાશ આપનાર ભાગ્યશાળી જીવ તારા ગર્ભમાં દાખલ થયા છે. ' વિ. સ. ૧૧૪૩માં યાગ્ય અવસરે પુત્રજન્મ થતાં તેનું પૂર્ણ ચંદ્ર એવું નામ રાખવામાં આવ્યું.
Jain Education International
એકદા તે નગરમાં મહામારીને ઉપદ્રવ થયા તેથી બધા લેાકા ત્રાસી ઊઠ્યા. આવિકાના પોષણ માટે વિચાર કરીને વીરનાગ પણ પોતાના પિરવાર સાથે ત્યાંથી નીકળીને ભૃગુકચ્છ નગરે આણ્યે. મુનિચંદ્રસૂરિ પણ વિહાર કરતાં કરતાં તે જ નગરમાં આવી ચડ્યા. ગુરુના કહેવાથી અન્ય શ્રાવકાએ વીરનાગને આશ્રય આપ્યો. પૂર્ણચંદ્ર આઠ વર્ષના થયા હતા અને માપિતાના પિરપાલન માટે મસાલાની ફેરી કરવા લાગ્યા. એકદા એક શ્રેણીના મકાનમાં પ્રવેશ કરી જોયું તો તે ગૃહપતિ દ્રવ્યને અંગારા ને કાંકરીરૂપ માનીને ત્યજી દેતા હતા. દુર્ભાગ્યને કારણે તે ગૃહસ્થ દ્રવ્યને યથા રૂપે જોઇ શકતા ન હતા. આ વિચિત્રતા જોઇ પૂર્ણ ચંદ્રે કહ્યું કે અરે! અરે !! મનુષ્યને સંજીવિની ઔષધિ સમાન આ દ્રવ્યુ~સમૂહ તમે શા માટે ફેંકી દ્યો છે ?' પૂર્ણ ચંદ્રના આ પ્રમાણે ખેલવાથી તે ગૃહસ્થને વિચાર ઉદ્ભવ્યેા ક્રે– આ બાળક પુણ્યશાળી લાગે છે. ' તેના પ્રભાવથી જરૂર મને દ્રશ્ય સત્ય રૂપમાં પ્રાપ્ત થશે. એટલે તેણે કહ્યું કે તારા હાથનેા સ્પશ કરીને તું આ દ્રશ્ય મને પાછું તેણે તેમ કરતાં તેના સ્પર્શથી તે બધું દ્રવ્ય યથાસ્થિત રૂપે તે ગૃહસ્થના જોવામાં આવ્યું, એટલે તેણે તે બધું દ્રવ્ય ધરમાં દાટી દીધું અને પૂર્ણચંદ્રને એક સેાના મહેાર બક્ષીસ આપી. ધરે આવી પૂર્ણ ચંદ્રે પિતાને બધી હકીકત જણાવી. પિતાએ તે વૃતાંત ગુરુતે નિવેદન કર્યું. ગુરુ ઘડીભર તે વિચારમગ્ન ખની ગયા. વિચારણાને અંતે તેને પૂર્ણચંદ્ર પુરુષાત્તમ જણાય. તેની પ્રભા ગુરુના મનને આકર્ષવા લાગી. પ્રસંગ જોઈ તેમણે વીરનાગ પાસે તેની માંગણી કરી. વીરનાગે પોતાની આજિવકાના આધારસ્થંભ જતાં પેાતાની કેવી મુશ્કેલીભરી સ્થિતિ થશે તે વાત જણાવી, એટલે ગુરુએ તેને તે ખાખત નિશ્ચિંત રહેવા જણાવ્યું. તેની માતાની પણ રજા લખને ગુરુએ પૂર્ણ ચંદ્રને દીક્ષા આપી અને તેનુ રામચંદ્ર નામ રાખ્યું.
આપ.’
પોતાના સહાદર હોય તેમ સરસ્વતી પણ પ્રેમપૂર્વક આવીને તેની જિહ્વાગ્રે વસવા લાગી. અપ
* હાલનું મહુઆ ( આયુની પાસે ).
For Private & Personal Use Only
www.jainelibrary.org