________________
શ્રી હરિભદ્રસૂરિ
[ શ્રી તપાગચ્છ
ધન્યવાદ આપી બૌધ્ધ સાથે વાદ કરવાનું જણાવ્યું. સુરપાળે બૌધ્ધાના પરિબળ અને શક્તિનું ભાન કરાવી તેની સામે પગલાં ન લેવાનું નમ્ર વાણીથી સૂચવ્યું છતાં ગુરુએ પિતાના વચનનું સમર્થન કરવાથી સૂરપાળ રાજાએ ગુરુ આગ્રહથી દૂત મોકલ્યો અને જે હારે તે ઊકળતા તેલની કડાઈમાં બળી મરે તેમ નક્કી થયું.
શાસ્ત્રાર્થ શરૂ થયો. ગમે તેટલું તપાવે છતાં સેનાને આંચ આવે ? લાંબા સમયના વાદને અંતે હરિભદ્રસૂરિજીનો વિજય થયો અને કુલપતિ ઊકળતા તેલની કડાઈમાં પડી બળી મૂઆ. પછી તો વાદ આગળ ચાલ્યા. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ જણ કડાઈમાં તળાઈ ચૂકયા. હાહાકાર મચી ગયો. હરિભદ્રસૂરિજીને એક જ ધૂન હતી. તે સમયે હિતાહિતનો વિચાર કરવાનો અવકાશ નહતા. તેમના મનમાં તે ૧૪૪૪ રમ્યા કરતા હતા. તેમના જીવનનો અંત તે જ પોતાનો સંતોષ હતે.
એ જ સમયે બે સાધુ સભામાં હાજર થયા. તેમના હાથમાં એક પુત્ર હતો. પત્ર હરિભદ્રસૂરિજીના નામને હતો. પત્ર વાંચતાં જ તેઓનું માનસિક વાતાવરણ પલટાઈ ગયું. પત્ર ગુરુ શ્રી જિનભટ્ટને હતે. કાગળમાંના ત્રણ કોએ સૂરિજીના જીવનની દિશા બદલી નાખી. પુરોહિતમાંથી મહાત્મા થનાર હરિભદ્ર હવે તે પૂરા સમતાશીલ બન્યા.
વાદ અધૂરો મૂકી હરિભદ્ર ગુરુ સમક્ષ આવ્યા. ગુરુએ યોગ્ય શબ્દોમાં શાંત્વન આપી ભવિત તાને મહત્વ આપ્યું. હરિભદ્રસૂરિજીને અત્યંત પશ્ચાત્તાપ થયે અને થયેલ ગંભીર ભૂલ માટે પ્રાયશ્ચિત માગ્યું. ગુરુએ ૧૪૪૪ ને મૃત્યુ પમાડવાને નિરધાર બદલ ૧૪૪૪ ગ્રંથની રચના કરવા કહ્યું.
હરિભદ્રસૂરિજીની દિશા તદન પરિવર્તન પામી રહી હતી. ધાર્મિક ઝનૂન સિવાય સ્વતંત્ર ગ્રંથ રચના થવા માંડી. ન્યાય, વ્યાકરણ, યોગ, ધર્મ, નીતિ, આચાર વિગેરે વિષયોને રપર્શતાં ૧૪૪૦ ગ્રંથ રચ્યા. છેલ્લા ચાર બાકી રહ્યા અને તેને અંગે “સંસારદાવા” ની સ્તુતિ સંરકૃત તેમજ પ્રાકૃતમાં રચી. એ અભુત સ્તુતિની ત્રણ કડી પૂરી કરી ત્યાં તો તેમના શ્વાસોશ્વાસ ગણાવા લાગ્યા. ચેથા ચરણની એક રચીને બાકીનું કામ શ્રી સંઘને સોંપી તેઓ સ્વર્ગે સીધાવ્યા.
હરિભદ્રસૂરિના સમયમાં ચિત્યવાસીઓએ ઊંડાં મૂળ નાખ્યા હતા. હરિભદ્રસૂરિએ તેમની સામે જબરી ઝુંબેશ ચલાવી અને પેટભરા પાખંડીઓને પ્રકાશમાં આણ્યા. પિતાના અષ્ટક, ષોડશક, પંચાશક આદિ ગ્રંથમાં નિષ્પક્ષપાતપણે તેમણે સત્ય વસ્તુ સમજાવી છે.
જેનાગો પ્રાકૃત ભાષામાં હતા, તેની ચૂર્ણિઓ પ્રાકૃતમાં જ લખાતી હતી, પરંતુ હરિભદ્રસૂરિએ સંસ્કતમાં ટીકાઓ લખી. એમ મનાય છે કે હરિભદ્ર પૂર્વેની કોઈ ટીકા સંસ્કૃતમાં લખાયેલી મળતી નથી. આ ઉપરાંત યોગને અંગે પણ હરિભદ્રસૂરિએ સારી જહેમત ઉઠાવી છે. યોગને લગતાં યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક વિગેરે પુસ્તક લખી નવીન જ દષ્ટિબિંદુ આપ્યું છે. તેમની રચેલી સમરાઈમ્યકતા પણ એક અપૂર્વ અને પ્રતિભાસંપન્ન પુસ્તક છે.
હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથો રચ્યા છે, પરંતુ વર્તમાન કાળે બધા ઉપલબ્ધ નથી. અત્યારે પ્રાપ્ત થતાં ગ્રંથમાં વધુ પ્રસિદ્ધ અને પ્રૌઢ ગ્રંથે નીચેના છે.
* કઈ કઈ એમ કહે છે કે ૧૪૪૪ ગ્રંથ નહિ પણ ૧૪૪૪ પ્રકરણે લખ્યો છે. દાખલા તરીકે ઉડશક ગ્રંથ, તે તે એક ન ગણાતાં સેળ ગણાય, પંચાશક એટલે પાંચ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org