________________
શ્રી સર્વદેવસૂરિ : ૧૮ :.
[ શ્રી તપાગચ્છ ૩૬ શ્રી સર્વદેવસૂરિ ઉદ્યોતનસૂરિની પાટે શ્રી સર્વદેવસૂરિ આવ્યા. તેઓ ઉગ્ર તપસ્વી હવા સાથે તેમની ઉપદેશ શક્તિ પણ પ્રાભાવિક હતી. તેઓ નવીન ગૌતમસ્વામી કહેવાતા એટલે કે ગૌતમસ્વામી જેમ લબ્ધિસંપન્ન હતા તેમ શ્રી સર્વદેવસૂરિ પણ સુશિષ્યની લબ્ધિવાળા હતા. સર્વાનુભૂતિ યક્ષના કથનાનુસારે ઉદ્યોતનસૂરિએ તેમને પટ્ટના સંરક્ષક તરીકે નીમ્યા હતા.
એકદા તેઓ વિહાર કરતાં કરતાં ભરુચ નગરે આવ્યા. સમર્થ આચાર્યને શેલે તેવું સંઘે સન્માન કર્યું. “ રાજા દાન દે ને ભંડારીનું પેટ ફાટે” તેમ તે નગરને રહેવાસી કાન્હડીઓ નામને ચોગી આ સત્કાર-સમારંભ જોઈ ન શકો. તેને ગુરુના આવા બહુમાન પ્રત્યે ઈતરાજી ઉપજી. કેઈપણ ભેગે ગુરુને હલકા પાડવાને તેણે મનમાં મનસૂબો કર્યો. તે યોગી વશીકરણ વિદ્યા જાણતો હતો અને તેના પ્રભાવે તેણે સર્પોને સારા જેવો સંગ્રહ કર્યો હતો. ઉગ્ર ઝેરવાળા સર્પોને પણ તેણે પિતાના કાબુમાં રાખ્યા હતા. લોકો તેની આવી શક્તિ જોઈ તેનું બહુમાન કરતાં. પછી ઉપાશ્રયે આવી, ચોરાશી સાપને કરીઓ સાથે લાવી વાદ કરવા બેઠા. ગુરુએ પોતાના જમણું હાથની કનિષ્ઠ અંગુલીથી પોતાના દેહ ફરતી વલયાકારે ત્રણ રેખા કરી. યોગીએ સર્પોને છૂટા મૂક્યા પણ આ આશ્ચર્ય શું? સર્પો રેખા સુધી જાય ને ત્યાંથી પાછા વળે. આગળ વધી ગુરુના દેહ સુધી જઈ શકે નહિ. છેવટે કંટાળીને સર્પો કરંડીયામાં આવી બેઠા. આથી કાન્હડીઆને ક્રોધ વિશેષ પ્રજ્વલિત થયો. પોતાના હાથ હેઠા પડતા હોય તેમ તેને લાગ્યું. છેવટના ઉપાય તરીકે તેણે મહાવિષવાળો સિંદુરીયો સર્પ કાઢયે તે પણ રેખા સુધી જઈ પાછો ફર્યો. આ સમયે ચોસઠ જોગિણીમાંહેની “કુતુલા” નામની એગિણું જે ઉપાશ્રય પાસેના પીપળાના ઝાડ પર રહેતી હતી તે ગુરુના ઉગ્ર તપથી આકર્ષાઈને ત્યાં આવી ને સિંદુરીઆ સ૫ની દાઢા બંધ કરી દીધી. કેઈ પણ જાતની કારી ન ફાવવાથી છેવટે યોગી ગુરુને નમી, માફી માગી વસ્થાને ચાલ્યો ગયો.
વિ. સં. ૧૦૧૦માં રામસૈન્યપુરમાં ઋષભજિન પ્રાસાદમાં તેમણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાંત ચંદ્રાવતીના રાજાના જમણા હાથ સમા કુંકુર્ણ નામના મંત્રીને પ્રતિબેધ પમાડીને તેને પણ દીક્ષા આપી. એમ કહેવાય છે કે સર્વદેવસૂરિના સદુપદેશથી સત્તાવીશ જિનપ્રાસાદ થયા.
કવિ ધનપાળ મધ્ય દેશના રકાશ્ય નામના ગામમાં સર્વદેવ નામે દિજઇ રહેતો હતો. તેને ધનપાળ ને શોભન નામના બે પુત્રો હતા. બંને ભાઈઓ બાળપણથી જ બુદ્ધિશાળી હતા. સર્વદેવના પિતા દેવર્ષિ રાજમ ન્ય પુરુષ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org