________________
શ્રી અભયદેવસૂરિ
-
૧૨૨
:*
[ શ્રી તપાગચ્છ
દુષ્કર કાર્ય આરંભ કર્યો અને તે કાર્ય સંપૂર્ણ ન થાય ત્યાં સુધી હંમેશ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી. મહાપ્રયત્ન અને અથાગ પરિશ્રમે તે કાર્ય પરિપૂર્ણ તો થયું પણ તેનું પરિણામ એ આવ્યું કે રાત્રિના જાગરણ અને આયંબિલાદિને કારણે આચાર્યશ્રીને દુષ્ટ રક્તદોષ લાગ પો. કેટલાક ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે- ‘ઉસૂત્ર કથનના દોષથી ગુરુને દુષ્ટ રક્તદોષ (કોઢ) થયા છે.' આ પ્રમાણે જન-કલાપ સાંભળતાં ગુરુ શોકથી વ્યાકુળ થઈ ગયા ને પરલોક સાધવાની ઈચ્છાથી રાત્રે તેમણે ધરણેનું ધ્યાન ધર્યું. સ્વમમાં તેમણે ધરણંદ્રને સ્વદેહ ચાટતા જોયા એટલે પિતાનું આયુષ્ય ક્ષીણું સમજી અણુશણ સ્વીકારવાનું યોગ્ય ધાર્યું. તેવામાં તે ધરણે કે પ્રત્યક્ષ આવી જણાવ્યું કે* તમારે દેહ નિરોગી થશે, માટે ચિંતા ન કરો. શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવકના વહાણું થંભી જવાથી તેના પ્રતિકારરૂપે તેણે ભગવંતની ત્રણ પ્રતિમા દેવાજ્ઞાથી તે ભૂમિમાંથી બહાર કઢાવી હતી. તેમાંથી એક ચારૂપ ગામમાં અને બીજી પાટણમાં સ્થાપન કરવામાં આવી છે જ્યારે ત્રીજી સ્તંભન ગામની સેટિકા(સેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં જ સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથની અત્યંત ચમત્કારિક પ્રતિમાને પ્રગટ કરે. તેના હવણથી તમારો રોગ નાશ પામશે. ક્ષેત્રપાળની જેમ ત સ્વરૂપી દેવી તમને માર્ગ બતાવતી રહેશે. આચાર્યશ્રીએ સવારે શ્રી સંધને રાત્રિને અદ્દભૂત વ્યતિકર કહી સંભળાવ્યો, જેથી શ્રી સંઘે નવશે ગાડા જેડી પ્રયાણ શરૂ કર્યું. સેટિકા નદીના કિનારે આવતાં અચાનક માર્ગ બતાવતા અો અદશ્ય થઈ ગયા એટલે શ્રીસંઘ ત્યાંથી અટકી ગયે અને આચાર્યશ્રી સંકેતાનુસાર આગળ ચાલ્યા. પછી જે સ્થળે પ્રતિમા હતી તે સ્થાને ધ્યાનાસને બેસી શ્રી પાર્શ્વનાથનું પાપ તારા નામનું બત્રીશ ગાથાનું અદભુત સ્તંત્ર રચ્યું. ૧૭ મી ગાથા બોલતાં તેના પ્રભાવથી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું અને તેના હવણ જળથી સુરિજીને સમસ્ત રોગ નાશ પામ્યો. શ્રી સંઘે અતિ હર્ષપૂર્વક વંદન કર્યું. પછી કુશળ કારીગરને બોલાવી ત્યાં જ વિશાળ ચૈત્ય કરાવ્યું અને શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવી. રાત્રે ધરણે આવી ગુરુ મહારાજને જણાવ્યું કે-બાય તિકુળ સ્તોત્રમાંથી બે ગાથા ગોપવી ઘો, કારણ કે તેના પ્રભાવથી પુણ્યહીન જનેને પણ મારે પ્રત્યક્ષ દર્શન દેવું પડશે.” ઈંદ્રની વિજ્ઞપ્તિથી આચાર્યશ્રીએ બે ગાથા ગાવી દીધી, જેને પરિણામે હાલમાં ત્રીશ ગાથાનું સ્તોત્ર ઉપલબ્ધ છે.
અભયદેવસરિ એક પ્રાચનિક પુરુષ હતા. એમણે નવાંગ વૃત્તિ ઉપરાંત શ્રીમદ્દ હરિભદ્રસૂરિના પંચાશક આદિ અનેક પ્રકરણ પર વિવરણે લખ્યાં છે, તેમજ આગમ અષ્ટોત્તરી આદિ પ્રકરણની નૂતન રચના કરી છે. આરાધના કુલક પણ તેમની સ્વતંત્ર કતિ છે. તેઓને સ્વર્ગવાસ સં. ૧૧૩પ અને કેટલાકના મત પ્રમાણે સં. ૧૧૩૯ માં કપડવંજમાં થયો હતો.
છે અભયદેવ , એવા નામના ઘણા પ્રભાવિક આચાર્યો થયા છે તેથી કેટલીક વખત હકીકતમાં ગચવાડો ઊભો થવા પામે છે. તેઓ જુદા જુદા ગચ્છની આમ્નાયમાં હતા અને કેટલાકેએ પિતાની સ્વતંત્ર કૃતિઓ પણ રચી છે. સિદ્ધસેન દિવાકરના સમતિતક પર “ તવબોધવિધાયિની ' ટીકા કરનાર અભયદેવસૂરિ તેમજ સિદ્ધરાજ જયસિંહના રાજયઅમલે થયેલ માલધારી અભયદેવસૂરિથી નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ અન્ય સમજવા.
ફાળકા આપતા માલૂમ પડયા. પછી દેવીએ પ્રત્યક્ષ થઈ નવ અંગની વૃત્તિ રચવા કહ્યું ત્યારે ગુરુએ પોતાની વ્યાધિની વાત કહી અશક્તિ દશાવી, એટલે દેવીએ સ્થંભન પાર્શ્વનાથની પ્રભાવશાળી પ્રતિમા પ્રગટ કરી, તેના હ્વણું જળનો શરીર પર છંટકાવ કરવા કહ્યું. તે પ્રમાણે કરતાં તરત જ સૂરિનું શરીર સ્વસ્થ થઈ ગયું અને પછી તેમણે નવાંગ વૃત્તિ રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org