________________
શ્રી દેવસૂરિને સર્વદેવસૂરિ : ૧૨૦ :
[ શ્રી તપાગચ્છ આ જ મુનિચંદ્રસૂરિએ આનંદસૂરિ આદિ પિતાના બાંધવોને પ્રતિબંધી, દક્ષા આપીને આચાર્ય બનાવ્યા હતા.
નેમિચંદ્રસૂરિના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના મુનિચંદ્રસુરિ શિષ્ય હતા. તેમને નેમિચંદ્રસૂરિએ પોતે જ પોતાના પટ્ટધર તરીકે સ્થાપન કર્યા. કહ્યું છે કેનેમિચંદ્રસૂરિએ પોતાના ગુરુભાઈ વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્યને ગણાધીશ–પધર બનાવ્યા તે શ્રી મુનિચંદ્રસુરિ જ્યવંત વત.
વિ. સં. ૧૧૫૮ વર્ષે પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ થઈ અને તેના પ્રતિબંધને માટે શ્રી મુનિચંદ્રસરિએ પાક્ષિક સપ્તતિકાની રચના કરી.
આ મુનિચંદ્રસૂરિને અજિતદેવસૂરિ, વાદી દેવસૂરિ વિગેરે અનેક શિષ્ય હતા. તેમાં વાદી શ્રી દેવસૂરિએ અણહીલ્લપુર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની અનેક વિદ્વાન પુરુષોથી શોભતી સભામાં ચોરાશી વાદ જીતીને જેણે કીર્તિ મેળવી હતી તેવા અને વાદ કરવાની જિજ્ઞાસાવાળા દિગંબરચક્રવર્તી કુમુદચંદ્રાચાર્યને વાદમાં હરાવીને પાટણ નગરમાં દિગંબને પ્રવેશ બંધ કરાવ્યો હતો તે હકીકત અદ્યાપિ પ્રસિદ્ધ છે. વળી વિ. સં. ૧૨૦૪માં ફવિધિ ફલેધી)માં જિનાલય તેમજ પ્રતિમા બંનેની પ્રતિષ્ઠા કરી, તે તીર્થ અદ્યાપિ પ્રસિદ્ધ જ છે. તેમજ આરાસણ નગરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. તેમણે ૮૪૦૦૦ શ્લેકપ્રમાણે સ્યાદ્વાદરનાકર નામને પ્રમાણભૂત ગ્રંથ બનાવ્યો તેમનાથી પિતપોતાના નામથી પ્રસિદ્ધ વીશ સૂરિઓની શાખા શરૂ થઈ. આ વાદી દેવસૂરિનો ૧૧૩૪ વર્ષે જન્મ, ૧૧પર માં દીક્ષા, ૧૧૭૪માં આચાર્ય પદ અને ૧૨૨૬ માં વર્ષમાં શ્રાવણ વદિ સાતમના સ્વર્ગવાસ થયે હતો.
આ સમયે દેવચંદ્રસરિના શિષ્ય ત્રણ કરોડ ગ્રંથ (શ્લેકના) રચયિતા કલિકાલસર્વજ્ઞ એવા બિરુદથી પ્રસિદ્ધ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય થયા. તેઓને ૧૧૪૫ ને કાર્તિક શુદિ ૧૫ ના રોજ જન્મ, ૧૧૫૦ માં દીક્ષા, ૧૧૬૬ માં આચાર્ય પદ ને ૧૨૨૯ માં સ્વર્ગવાસ થયે હતો.
શ્રી મુનિચંદ્રસૂરિની પાટે એકતાલીશમાં અજિતદેવસૂરિ પટ્ટધર થયા. વિ. સં. ૧૨૦૪ માં ખરતર મતની તથા ૧૨૧૩ વર્ષે આંચલિક મતની, ૧૨૩૬ વર્ષમાં સાધન પુનમીઆ અને ૧૨૫૦ વર્ષે આગમિક મતની ઉત્પત્તિ થઈ. વીર સં. ૧૬૯૨ માં* (વિ. સં. ૧૨૨૨) બાહડે શંત્રુજયનો ઉદ્ધાર કર્યો.
* પ્રબંધ ચિંતામણિમાં ૧૬૮૧ વર્ષ જણાવેલ છે જ્યારે પં. શ્રી વીરવિજયજી મહારાજે પોતાની પૂજામાં ૧૬૮૩ વર્ષને ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org