________________
પાવલી |
: ૧૨૧ : શ્રી યશોભદ્ર વાર્ષિકસૂરિ
૩૯ શ્રી યશોભદ્ર તથા નેમિચંદ્રસૂરિ સર્વદેવસૂરિએ પોતાના આઠ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું, પરંતુ તેમાં યશોભદ્ર તેમજ નેમિચંદ્રને શક્તિશાળી શિષ્ય સમજી બંને ગુરુભાઈઓને પોતાના પદે સ્થાપ્યા. તેમના જીવનને લગતે વૃતાંત મળતું નથી તેમ તેમની કઈ કૃતિ જાણવામાં આવી નથી. એક એવો ઉલ્લેખ મળે છે કે નેમિચંદ્રસૂરિએ, વીરગણુવિરચિત ૭૬૭૧ મહેકપ્રમાણ પિંડનિયુક્તિ પરની વૃત્તિ શોધી આપી હતી. નેમિચંદ્રસૂરિએ પિતાના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય મુનિચંદ્રસૂરિને વેગ્ય તેમજ ગચ્છને ભાર "ઉપાડવામાં સમર્થ જાણું પિતાની પાટે સ્થાપ્યા હતા.
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ ધારા નગરીમાં મહીધર નામે શ્રેષ્ઠી હતે. તેને ધનદેવી નામની સ્ત્રીથી અભયકુમાર નામને પુત્ર થયો. એકદા જિનેશ્વરસૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. શ્રેષ્ઠી સ્વપુત્ર સાથે ગુરુવંદન કરવા ગયા. ગુરુએ સંસારની અસારતા જણાવનાર ચતુર્વિધ ધર્મ કહી સંભળાવ્યો, જેને પરિણામે અભયકુમારને વૈરાગ્ય ઉપજવાથી પિતાની સંમતિપૂર્વક સંયમ સ્વીકાર્યું. તેમનું અભયદેવ સનિ એવું નામ આવ્યું. ચોગ્યતા પ્રાપ્ત થતાં વિ.સં. ૧૦૮૮માં માત્ર સેળ વર્ષની વયે તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું.
સિદ્ધાંતનો અભ્યાસ ને તેના પરિશીલનથી તેઓ ભારકર સમાન પ્રકાશવા લાગ્યા. તેઓને જાય પદવી આપવામાં આવ્યા બાદ વિહાર કરતાં કરતાં તેઓ પ્રત્યપક નગરે આવ્યા. તેવામાં દુભિક્ષને ઉપદ્રવ થતાં દેશની અત્યંત દુર્દશા થઈ. હર્ભાિક્ષના કારણે પઠન-પાઠનાદિ કમ થવા લાગ્યું અને શાસ્ત્રજ્ઞાનની વિસ્મૃતિ વધવા લાગી. સિદ્ધાંત તથા તેની વૃત્તિને પશુ ઉછેદ થવા લાગ્યો. જે કંઈ સૂત્રો રહ્યા તેને શબ્દાર્થ પણ દુર્બોધ થવા લાગે. દુર્ભિક્ષના દુર્ગમ-પંજાથી શાસનનું શું થશે? શાસ્ત્રજ્ઞાનનું શું થશે? એવી ચિંતા કરતાં અભયદેવસૂરિ રાત્રિ વીતાવે છે તેવામાં મધ્યરાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ અભયદેવસૂરિને જણાવ્યું કે “પૂર્વે શીલાંકાચાર્ય નામના આચાર્યો અગિયાર અંગની વૃત્તિ બનાવી હતી તેમાંથી કાળદોષને કારણે પ્રથમના બે અંગની વૃત્તિ સિવાયની સર્વ વૃત્તિઓ વિરછેદ પામી છે, માટે તમે નવી વૃત્તિ રચવાને ઉદ્યમ કરે.” દેવીવચન સાંભળી અભયદેવસૂરિએ કહ્યું કે-હે માતા! અલ્પમતિ હું જડ જેવો છું. સુધર્માસ્વામીએ રચેલ સૂત્રે જોવાની પણ મારામાં પ્રજ્ઞા નથી તો તે પર વૃત્તિ કેમ રચાય? વળી ઉત્સુત્રપ્રરૂપણું થઈ જાય તો પાપને ભાગી બનું. વળી તમારો આદેશ પણ અલંધનીય છે માટે હવે તમે જ આ બાબતમાં સદુપાય બતાવો.'
એટલે દેવીએ કહ્યું કે- હે સુજ્ઞ! તું ચિંતા કર નહિ, તારામાં ચોગ્યતા જાણીને જ હું ફરમાને કરું છું. તું ઉદ્યમ કર છતાં વૃત્તિમાં કંઈ સંશય જેવું રહેશે તો તેનો ખુલાસે હું સીમંધરસ્વામીને પૂછી આવીશ. વળી સ્મરણમાત્રથી જ હું તમારા સમક્ષ હાજર થઈશ”. ” દેવીની આજ્ઞાથી અભયદેવસૂરિએ
* આ બાબતમાં એ પણ મત પ્રચલિત છે કે-અભયદેવસૂરિને શરીરે વ્યાધિ થઈ આવીને તેને સમતાપૂર્વક સહન કરતાં તેઓ સમય વિતાવે છે તેવામાં એક રાત્રિએ સ્વપ્નામાં શાસનદેવીને જોયા ને પોતાને સુતરના નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org