________________
પાવલી ] - ૧૦૭ :
શ્રી ઉોતનસૂરિ __ ३७ देवसूरित्ति-श्रीसर्वदेवमूरिपट्टे सप्तत्रिंशत्तमः श्रीदेवसरिः ॥ रूपश्रीरिति भूपप्रदत्तવિહતધારી II
३८ अडतीसइमोत्ति-श्रीदेवमूरिपट्टेऽष्टत्रिंशत्तमः पुनः श्रीसर्वदेवसरिः यो यशोभद्रનેમિચંદ્રાઢીનદી સૂરીન વૃતવાનું / છે | ૨૨ /
વ્યાખ્યાર્થ–શ્રી ઉદ્યોતનસુરિની પાટે છત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિ થયા. કેટલાકે શ્રી પ્રદ્યુમ્નસૂરિ તથા ઉપધાનગ્રંથના રચચિતા શ્રી માનદેવસૂરિ(ત્રીજા)ને પટ્ટધર તરીકે માનતા નથી એ ગણત્રીએ શ્રી સર્વદેવસૂરિ ચૈત્રીશમા પટ્ટધર મનાય છે. તેઓશ્રી ગૌતમસ્વામીની પેઠે સાિળેની લબ્ધિવાળા હતા.વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસન્યપુરને વિષે તેઓએ ચંદ્રપ્રભરવામીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત ચંદ્રાવતી નામની નગરીમાં મહાન જિનાલય બંધાવનાર કંકણ નામના મંત્રીશ્વરને રોપદેશથી પ્રતિબંધીને દીક્ષા આપી હતી. આ માટે કહેવામાં આવે છે કે –
જેનાગમમાં દર્શાવ્યા પ્રમાણે વિધિપુર સર ચારિત્રશુદ્ધિ કરીને ચિતરફ-સર્વત્ર ભવ્ય પ્રાણીઓને પ્રબોધતા-ઉપદેશ આપતા ખરેખર જે અધિક શિષ્યને લીધે નવીન ગૌતમસ્વામી સરખા હતા તેમણે (સર્વદેવસૂરિએ) જૈન ધર્મની ઉન્નતિ કરી.
વિક્રમ સંવત ૧૦૧૦માં રામન્યપુર નામના નગરને વિષે શ્રી કષભદેવસ્વામીના પ્રાસાદમાં આઠમા શ્રી ચંદ્રપ્રભુસ્વામીની સજજનેને પૂજનિક શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.
ચંદ્રાવતી નગરીના રાજાના નેત્ર સમાન, ઉત્કૃષ્ટ અદ્ધિશાળી, અત્યંત ઉત્તગ-ઊંચા મંદિરના વિધાતા કંકણ નામના મંત્રીને પિતાની જ્ઞાનશક્તિ-બુદ્ધિપ્રભાવથી પ્રતિબંધ પમાડીને શ્રી સર્વદેવસરિએ દીક્ષા આપી હતી.
વિક્રમ સંવત ૧૦૨૯ વર્ષે ધનપાલ નામના કવિએ દેશીનામમાળા રચી. વિ. સં. ૧૦૯૬ વર્ષે શ્રી ઉત્તરાધ્યયન સત્રની ટીકા કરનાર થિરાપદ્રગથ્વીય વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ સ્વર્ગવાસી થયા.
શ્રી સર્વદેવસૂરિની પાટે રાજાએ જેમને “રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું તેવા શ્રી દેવસૂરિ સાડત્રીશમા પટ્ટધર થયા.
શ્રી દેવસૂરિની પાટે આડત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિ (બીજા) થયા જેમણે યશભદ્ર, નેમિચંદ્ર આદિ આઠ શિષ્યને સૂરિપદ આપ્યું. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org