________________
કવિ ધનપાળ
: ૧૧૨
-
[ શ્રી તપાગચ્છ
વાદિવેતાલ શાંતિસૂરિને સંશોધન માટે આપી. રાજાએ કથા સાંભળવાના સમયે બહુમાન માટે પુસ્તક નીચે સુવર્ણનો થાળ મુકાવ્યો. આખી કથા સાંભળતા જાણે અમૃતનો રસ ચાખતું હોય તેવો રાજાને આલાદ થયો અને કહ્યું કે-“મારા કહ્યા પ્રમાણે આ કથામાં ફેરફાર કરે તો હું તને ઇચ્છિત સર્વ આપું. પ્રથમ આરંભમાં “શિવ રક્ષણ કરો' એમ મંગળાચરણ કર, અયોધ્યાને સ્થાને ધારા નગરી, શાવતાર ચિત્યને સ્થાને મહાકાળી મંદિર, ત્રિષભદેવને બદલે શંકર અને ઈંદ્રને સ્થાને મારું નામ રાખ.' રાજાની આ માંગણી સાંભળી ધન પાળે કહ્યું- હે રાજન્ ! સંપૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય ને તેમાં મધનું એક ટીપું પડતાં સર્વ અપવિત્ર થઈ જાય તેમ તમારો કહેલો ફેરફાર કરતાં શુભને બદલે અશુભ થઈ જાય.' આ સાંભળીને રાજાને અતિશય ક્રોધ ચડે ને તેથી તેણે ટાઢ દૂર કરવા માટે નજીકમાં જ રાખેલ સગડીમાં તરતજ તે પુસ્તક નાખી બાળી નાંખ્યું..
મહામહેનતે ઊભો કરેલ મહેલ પવનના એક સપાટાથી તૂટી પડે તેમ ધનપાળના ભેદને પાર ન રહ્યો. ચિંતા ને વિષાદથી ભોજન ને સ્નાન વિગેરે પણ વિસરી ગયે. આ જોઈ તેની નવ વર્ષની પુત્રીએ ત્યાં આવીને ખેદનું કારણ પૂછ્યું. પછી વસ્તુસ્થિતિને જાણી, ધીરજ આપતાં તેણે જણાવ્યું કે-“હે તાત ! રાજાએ પુસ્તકને અગ્નિમાં નાખી દીધું તેથી શું થયું ? મારા હૃદયમાં તે અક્ષય છે. સ્નાનાદિથી પરવારે, પછી હું સમસ્ત કથા કહી સંભળાવીશ.' પછી સંતોષપૂર્વક સ્નાનાદિ ક્રિયા કર્યા પછી પુત્રીના મુખથી તે કથા સાંભળવા બેઠો. તેમાં જેટલી વાત પુત્રીના સાંભળવામાં આવી ન હતી તેટલી તે બોલી શકી નહિ એટલે કથામાં ત્રણ હજાર લોક ન્યૂન રહ્યા, જે પૂર્વાપર સંબંધથી જોડીને તે ગ્રંથ તેણે પૂર્ણ કર્યો.
અપમાન થવાથી ધનપાળ ધારા નગરીથી ચાલી નીકળે ને સત્યપુર જઈને રહ્યો. ત્યાં મહાવીરસ્વામીની પ્રાર્થના નિમિત્તે “નમસ્ટ' નામની પ્રાકૃત સ્તુતિ રચી.
કેટલાક દિવસો વીત્યા બાદભેજરાજે ધનપાળ કવિને બોલાવવા તેના ગૃહે પ્રતિહાર મોકલ્યો પણ તેના ચાલ્યા જવાનો વૃતાંત સાંભળી રાજા ખેદ પામ્યા. એવામાં ધર્મ નામનો પ્રખર વાદી ધારાનગરીએ આવ્યા. તેણે દેવી-વરદાનથી સર્વ દેશોના પંડિતોને જીતી લીધા હતા અને હવે ધારાનગરીના પંડિતોને જીતવા તે ત્યાં આવ્યો હતો. ભોજરાજાની સભામાં સ્વ-પ્રશંસા ગાઈ બતાવી તેણે વાદ કરવા માટે આવાન કર્યું. ધર્મની કીર્તિ સૌ પંડિતએ સાંભળી હતી તેથી કાઈ ટક્કર ઝીલવા ઉભું ન થયું. રાજાને આ અણીને પ્રસંગે ધનપાળની કીંમત સમજાણી. તેની તપાસ કરાવીને સત્યપુર નગરે દૂત મોકલ્યો, છતાં ધનપાળ આવ્યો નહિ. ત્યારે રાજાએ ફરી વાર કહેવરાવ્યું કે “મુંજ રાજા તમને પુત્ર સમાન માનતા તેથી તમે મેટા અને હું કનિષ્ટ થયો તે કનિષ્ઠના વચનથી શું રેષ લાવવો ઉચિત છે? ધારા નગરીની લાજ જાય તે તમારી જ જાણજે. વિદ્વાનને વધુ જણાવવાનું ન હોય.' આવા આગ્રહભર્યું આમંત્રણથી ધનપાળ ધારાનગરીએ આવ્યા. જે સામા આવી તેને સત્કાર કર્યો. પછી પરસ્પર વાદ ચાલતાં ધનપાળે યુક્તિથી ધર્મને પરાજિત કર્યો.
પોતાનું આયુષ્યને અંત નજીક જાણું, રાજાની અનુમતિપૂર્વક ધનપાળે મહેંદ્રસૂરિ પાસે જ ગૃહસ્થપણમાં સંખના કરી, તીવ્ર તપથી દેહશુદ્ધિ કરી પ્રાંતે સૌધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે.
ધનપાળ કવિએ ઋષભપંચાશિકા (ધનપાળપંચાશિકા), તિલકમંજરી, પાઈઅલછીનામમાલા (દેશીનામમાલા), વીરસ્તવ (વિરુદ્ધ વચન )ને સાવયવિહિ (શ્રાવક વિધિ ) આ પાંચ પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત શોભનમુનિકૃત સ્તુતિચતુવિજ શતિકા પર ટીકા રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org