________________
વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ
: ૧૧૬ :
[ શ્રી તપાગચ્છ
એટલે તેમને મળવાની આકાંક્ષાથી તે પાટણ આવ્યો. ઉપાશ્રયે જઈ જોયું તે ગુરુ, ખસ થઈ હોવાથી,
પ્રસંગે જીણું વસ્ત્ર પહેરી ઔષધ પડતા હતા. તેમને એવો પહેરવેશ જોતાં ધર્મને છૂપે રહેલ ગર્વ ઉછળી આવ્યો અને વાદ કરવાની વૃત્તિ જાગી. તેની દૃષ્ટિમાં શાંતિસૂરિ સામાન્ય વાદી જણાયા. તેને રાહ જોવા જેટલી પણ ધીરજ ન રહી ને કુંચી લગાડવાના છિદ્રમાંથી પ્રશ્ન કર્યો કે-તું કેણુ છે?
ગુરુ–દેવ, વાદી–દેવ કોણ? ગુરુ–હું. વાદી–હું કોણ? ગુરુ-તું શ્વાન, વાદી-શ્વાન કેણુ? ગુરુ-તું. વાદી–તું કેણુ? ગુરુદેવ.
ગુરુએ પ્રથમ પ્રમાણે જવાબ આપ્યો. એ પ્રમાણે અનંતાનંતની જેમ પ્રશ્નપરંપરાનું ચક્ર ચાલ્યું. અંતે “ ધર્મ ” થાકી ગયો અને જેને સામાન્ય વ્યક્તિ માનતો હતો તેના અગાધ જ્ઞાન માટે માન ઉપર્યું. એટલે દ્વાર ઉઘડતાં જ તે ગુચરણમાં આળોટી પડ્યો. ગુરુએ એવી જ રીતે કાવડ દેશના વાદીને પણ જીતી લીધો.
ગુરુ ત્યાંથી વિહાર કરી ધારામદપુરમાં આવ્યા, ત્યાં વ્યાખ્યાન અવસરે નાગિણી દેવી નૃત્ય કરવા આવી. ગુરુએ બેસી જવા માટે તેણીના પદ પર વાસક્ષેપ નાખે. દેવી હંમેશા આવવા લાગીને એમ નિરંતર થવા લાગ્યું એવામાં વિચિત્રતાથી એક દિવસ વાસક્ષેપ નાખવો ગુરુ ભૂલી ગયા તેમ આસન પણ ન મોક૯યું તેથી તે દેવી અદ્ધર જ રહી. પછી રાત્રે ગુરુ ધ્યાનમાં બેઠા ત્યારે ઉપાલંભ દેવા માટે તે દેવી ત્યાં આવી ને જણાવ્યું કે- આપના વાસક્ષેપને અભાવે ઊંચા રહેતા મારા પગે હવે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાની છતાં આપને વિસ્મરણ થયું માટે આપનું છ મહિના જેટલું આયુષ્ય શેષ જણાય છે તેથી ગચ્છની વ્યવસ્થા કરી પરલોક સાધન કરે.” એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ.
પછી ગુરુ યશ નામના શ્રાવકના સેઢ નામના પુત્રની સાથે રૈવતાચલ તરફ ચાલ્યા ને ત્યાં નેમિનાથ પ્રભુનું ધ્યાન લગાવી, અનશન સ્વીકારી ૧૦૯૬ ના જેઠ શુદિ નવમીએ સ્વર્ગપ્રયાણ કર્યું. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર ૫ર ટીકા રચી છે, જેની સહાયથી વાદીદેવસૂરિએ દિગંબરાચાર્ય ઉમદચંદ્રને વાદમાં પરાસ્ત કર્યો હતે. આ ટીકાને “પાઇય ટીકા ' કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે.
આ ઉપરાંત ધનપાળની તિલકમંજરી ક્યા ઉપર એક સુંદર ટિપ્પણું લખ્યું છે જે પાટણના ભંડારમાં આજે પણ વિદ્યમાન છે. ધર્મશાસ્ત્ર, જીવવિચાર પ્રકરણ ને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના Jથે આ જ શાંતિસૂરિની કૃતિ હોય તેમ મનાય છે. કેટલાક મોટી શાન્તિના રચયિતા તરીકે આ જ વાદીતાલ શાન્તિસૂરિને સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org