________________
પટ્ટાવલી ]
૧૧૧ *
કવિ ધનપાળ
વળી ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે તેા સ્ત્રીની શી જરૂર છે? અને રમણી રાખે છે તેા કામદેવ પર દ્વેષ શા માટે લાવે છે?' આમ પરસ્પર વિરુદ્ધ પેાતાના સ્વામી( શંકર )ની પ્રવૃત્તિ જોઈને આ ભૃંગીનુ શરીર શુષ્ક થઇ ગયું જણાય છે.’
આવી જ રીતે શ્રૃતિ, સ્મૃતિ તેમજ યજ્ઞકાય વિગેરેમાં સ્ખલના તેમજ દોષ બતાવવાથી રાજાને ક્રોધ ચડયા અને તેણે મનથી . આ વિપ્રનેા વધ કરવાના નિય કર્યાં. ધનપાળ રાજાના મનના સંકલ્પને સમજી ગયા. તેણે રાજાના ક્રોધનું નિવારણુ કરવાને માગ ચેાજ્યા. તેવામાં તરત જ કુદરતી રીતે જ એક પ્રસ`ગ મળી ગયે।.
એક વૃદ્ધ સ્ત્રી ખાલિકા સાથે શિર ધુણાવતી ધુણાવતી રસ્તામાં ઊભી હતી. રાજાના જોવામાં તે આવતાં તેણે કુતુહલથી કવીશ્વર ધનપાળને તેનું કારણ પૂછ્યું એટલે રાજાને ખુશ કરવા તેમણે જવાબ આપ્યા કે—“ હું રાજન ! આ ખાલિકા વૃદ્ધાને પૂછે છે કે-શું આ નંદી છે કે મુરારિ છે ? કામદેવ છે, શકર છે કે કુબેર છે ? વિદ્યાધર છે કે સુરપતિ છે ? અથવા ચંદ્રમા છે કે વિધાતા છે?” તે પુત્રીના જવાબમાં તેવૃદ્ધા શિર ધુણાવીને કહે છે કે-હે પુત્રી! તેં જણાવ્યા તેમાંનાં કાઇ નથી પરંતુ ક્રોડા કરવામાં પ્રવૃત્ત થયેલા આ ભેાજ ભૂપતિ છે." ધનપાળના આવા યુતિ વચનથી રાજા પ્રસન્ન થયા તે ઉપજેલેા ક્રાધ શાંત પડયેા.
એક વખતે મહાકાલના મદિરમાં પવિત્રારોહના મહાત્સવ પ્રવર્તતા રાજાએ ધનપાલને ઉદ્દેશીને કહ્યું:- સખે ! તમારા દેશને પવિત્ર મહે।ત્સવ કદી થતા નથી, તે। અવશ્ય તેએક અપવિત્ર જણાય છે.' તેના જવાબમાં ધનપાળે કહ્યું કે- પવિત્ર અપવિત્રને પવિત્ર બનાવે છે, પરંતુ જિનેશ્વર ભગવંત પેાતે જ પવિત્ર હેાઇને તેને પવિત્ર મહેાત્સવ કરવાની જરૂર જ રહેતી નથી. ’
શાસ્ત્રજ્ઞાનને પરિણામે ધનપાળની બુદ્ધિ હવે તા સર્વોત્કૃષ્ટ બની હતી. તેની સત્યવચની તરીકે ખ્યાતિ પ્રસરી ને ભાગ્યે જ તેનુ જણાવેલુ અસત્ય સાબિત થતું, એકદા ધનપાળના સત્ય કથનની સાબિતી માટે રાજાએ પૂછ્યું કે— અહીં ચાર દ્વારા છે તેમાંથી કયા દ્વારથી હું નીકળીશ તે જાવ. ' એટલે ધનપાળે વિચાર કરીને એક પત્રમાં અક્ષરા લખીને તે સ્થગિધરને આપ્યા. પછી રાજાએ વિચાર કર્યો કે આ ચારમાંથી કાઇ પણ એક દ્વારમાંથી નીકળીશ એમ લખ્યુ હશે, પરંતુ હું તેનું વચન મિથ્યા કરી બતાવું. * પછી પેાતાના સેવકા મારફત મંડપના ઉપરના ભાગનાં છિદ્ર પડાવી તે માગે રાજા નીકળ્યા. અને તે ચીઠી મગાવી વાંચ્યું તે। ‘ઉપરના ભાગમાંથી નીકળશે' તેમ લખ્યુ હતું. આ બનાવથી રાજાને ધનપાળ પર સવિશેષ પ્રીતિભાવ પ્રગટ્યો. પછી જૈન સાધુઓના આચારવિચાર સંબંધી વાર્તાલાપ થતાં ધનપાળે રાજાને જૈન ધર્મ અને જૈન સાધુઓની રીતભાત યથાસ્થિત સમજાવી. ધનપાળની કવિત્વ શક્તિ ખીલવા સાથે તેની ધનની વિપુળતા પણ વધતી ગઇ. તેણે સાતે ક્ષેત્રામાં દ્રવ્ય વાપરવા માંડયુ, પછી તેા તેણે આઈિજિનના શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા તે મહેંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. અને તે જિનમૂર્તિ સમક્ષ એસી ચłતુFq ઇત્યાદિ પાંચ સે। ગાથાની સ્તુતિ રચી.
જૈનધર્મને પરિચય વધતાં રાજાને તેના રસપાનની ઉત્કંઠા વધવા લાગી. રાજાને કથાશ્રવણુને સવિશેષ શેખ હાય છે તેથી એકદા ભાજરાજાએ જૈન કથા સભળાવવાના ધનપાળને આગ્રહ કરતાં ધનપાળે તિલકમજી નામની બાર હજાર શ્લાકપ્રમાણ નૂતન કથા બનાવી. નવે રસેાથી આતપ્રેાત તે કથા હતી અને તેની પરિસમાપ્તિ સુધી ખીજી સાંસારિક પ્રવૃત્તિ છેડી ધનપાળ તેમાં જ એક ધ્યાને ભગ્ન રહ્યો. પછી ઉસૂત્ર-પ્રરૂપણા ન થાય તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org