________________
પટ્ટાવલી ]
શ્રી ઉદ્યોતનસૂરિ હતી. તેઓ સમજતા કે જ્ઞાન વગરની એકલી ક્રિયા પાંગળી છે અને તે કારણથી તેમણે અગ્યાર જ્ઞાન-ભંડાર લખાવ્યા. તીર્થભૂમિના પવિત્ર વાતાવરણ પરત્વે તેમને અતિશય પ્રેમ હતે. જુદી જુદી મળી તેમણે શ્રી સમેતશિખરની સાત વખત યાત્રા કરી હતી. તેમનું આયુષ્ય અ૬૫ હતું, છતાં પણ તેમણે શાસનપ્રભાવના સારી કરી હતી.
તેમની પાટે માનદેવસૂરિ થયા. માનદેવસૂરિ એ નામના આ ત્રીજા પટ્ટધર છે. તેમણે શ્રાવક-શ્રાવિકા માટે ઉપધાન તપનું વિધાન કર્યું. તેઓ પણ અ૮૫ આયુષ્ય ભેગવી સ્વર્ગે સીધાવ્યા.
તેમના પદે શ્રી વિમલચંદ્રસૂરિ થયા. તેમણે પદ્માવતી દેવીની સહાયથી ચિત્રકૂટ (ચીતડ) પર્વત પર સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કેટલાકે એમ પણ કહે છે કે દેવીસહાયથી તેઓએ વાદમાં પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા. ઉપરોક્ત ત્રણે પટ્ટધરો સંબંધે વિશેષ વૃતાંત લભ્ય નથી.
૩૫ શ્રી ઉદ્યોતનસૂરિ ઉદ્યોતનસૂરિનું વિહારક્ષેત્ર બહુધા પૂર્વ પ્રદેશ હતો. તેમને તીર્થ પ્રત્યે અતીવ ભક્તિભાવ હતું, તેથી જ તેમણે શ્રી સમેતશિખર ગિરિની પાંચ વાર યાત્રા કરી હતી. તીર્થના પવિત્ર રજકણેનો પ્રભાવ અચિંતનીય છે. ભારેકર્મી જીવો પણ તીર્થ-સ્પર્શન– થી પિતાના આત્માને પવિત્ર બનાવી શકે છે, તે પ્રભાવિક પુરુષની તો વાત જ શી? તેઓ પૂર્વ પ્રદેશમાં વિચરી રહ્યા હતા તેવામાં આબૂતીથનો મહિમા સાંભળી તેની યાત્રાએ નીકળ્યા. વિહાર કરતાં કરતાં તેઓ આબુની તળેટીમાં આવેલ ટેલી નામના ગામની સીમમાં વિશાળ વડલાની છાયામાં બેઠા. ત્યાં શ્રી સર્વાનુભૂતિ નામને યક્ષ પ્રત્યક્ષ થયો અને ગુરુમહારાજને જણાવ્યું કે-“અત્યારે શુભ ઘટિકા છે માટે પરંપરાના મહદયને માટે કઈ શિષ્યને આચાર્યપદે સ્થાપન કરે.” આ સાંભળી ગુરુએ શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ સાધુઓને સૂરિપદ પ્રદાન કર્યું. કેટલાકે એમ જણાવે છે કે શ્રી સર્વદેવસૂરિ એકને જ આચાર્ય બનાવ્યા. વડલાની નીચે સૂરિપદવી આપવાથી નિગ્રંથ ગછનું “વટગચ્છ” એવું પાંચમું નામ પ્રચલિત થયું. “વટગચ્છ”નું અપર નામ “બૃહદ્ ગચ્છ” પણ જણાવવામાં આવે છે.
આ ઉદ્યોતનસૂરિનું બીજું નામ દાક્ષિણ્યાંકસૂરિ કે દાક્ષિણ્યશૃંદ્રસૂરિ અથવા દાક્ષિણ્યચિહ્નસૂરિ હતું. તેમણે હીદેવીના મુખથી કથા સાંભળી, તેને ગ્રથિત કરી, પ્રાકૃત ભાષામાં ૧૩૦૦૦ કલેકપ્રમાણ કુવલયમાળા નામને ગ્રંથ રચે છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત્ન સમાન છે. તેમના જીવનને લગતે વિશેષ વૃતાંત મળતો નથી, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org