________________
પઢાવલી ]
શ્રી બપ્પભટ્ટસૂરિ ભટ્ટી સરિને થયું કે રાજા નમસ્કાર કર્યા સિવાય પાછો આવ્યો તે ઠીક ન થયું. રાજાને સમજાવવા ને તેની શંકા દૂર કરાવવા માટે તેમણે એક યુક્તિ રચી.
રાજાને દરબાર ભરાણે હતો તેવામાં બે નટએ આવી નાટક કરવાની પરવાનગી માગી. પછી તે એવું સરસ નાટક ભજવ્યું કે વીરરસનું વર્ણન આવતાં “મારો મારો’ નો પોકાર શરૂ થઈ ગયો. સભામાંના યોધા ઊભા થઈ ગયા. એ સમયે પોતાનો વેશ બદલી બંને નટો નન્નસૂરિ અને ગોવિંદાચાર્યના રૂપમાં હાજર થઈ ગયા. રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે જણાવ્યું કે કદી નહિ અનુભવેલા વિષયમાં પણ જ્ઞાનબળે રસ જમાવી શકીએ છીએ તેની ખાત્રી કરવા આ પ્રસંગ યાજ પડ્યો. રાજાને મેઢેરાનો પ્રસંગ યાદ આવ્યા ને ગુચરણમાં નમી પડ્યો.
આમ રાજાએ પિતાની પાછલી અવસ્થામાં ગિરનારનો મહિમા સાંભળી પ્રતિજ્ઞા કરી કે નેમિજિનના દર્શન સિવાય આહાર ગ્રહણ કરવો નહિ. મહાન સંઘ સાથે સૂરિજી સહિત આમ રાજા ગિરનાર તરફ ચાલ્યો. ગિરનાર તીર્થ કઈ નજીક ન હતું. ખંભાત આવતાં રાજાથી ભૂખે ન રહેવાયું, વ્યાકુળતા ખૂબ વધી ગઈ, પણ પ્રતિજ્ઞા ન મૂકાઈ. છેવટે સૂરિજીની મંત્રશક્તિથી અંબિકા દેવીએ હાજર થઈ ગિરનારજી પરના નેમિનિ બિંબને લાવી દર્શન કરાવ્યા પછી જ રાજાએ આહાર ગ્રહણ કર્યો. પછી શત્રુંજયની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ સમયે ગિરનારજીનું તીર્થ દિગંબરેના કબજામાં હતું. તેમણે યાત્રા કરવા જવા દેવાની ના પાડી. આમરાજાને આથી લાગી આવ્યું. તેણે તે સમયે હાજર રહેલા અગિયાર દિગંબર રાજાને લડવા માટે આમંત્રણ આપ્યું, પણ બપભટ્ટી સૂરિએ તેને નિવારી કહેવરાવ્યું કે આપણે વાયુદ્ધ કરી નિર્ણય બાંધીએ. પછી બંને પક્ષની કન્યાઓને બેલાવી કહ્યું કે જે નેમિનાથની ગાથા પહેલા બેલે તેનું તીર્થ ગણવું. દિગંબર કન્યા ન બોલી શકી જ્યારે શ્વેતાંબરી કન્યા ૩ાિતશિરે વાળી ગાથા બલી ગઈ. આ પ્રમાણે આચાર્યો વિજય પ્રાપ્ત કરી તીર્થયાત્રા આનંદપૂર્વક કરી.
બપ્પભટ્ટીઅરિનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ના ભાદરવા શુદિ ૩ને રોજ થયો હતો અને સ્વર્ગવાસ ૮૫ ના ભાદરવા શદિ ૬ ને દિવસે થયો, એટલે ૯૫ વર્ષની ઉમ્મરે અણશણ સ્વીકારી તેમણે રવર્ગગમન કર્યું. બાલ્યવયમાંથી ચારિત્ર ગ્રહણ કરી, ઉત્તમ સંયમ પાળી તેમણે શાસનશોભામાં ઘણે જ વધારો કર્યો હતો.
બપ્પભટ્ટીએ વિદ્વાનોના હિતાર્થે તારાગણ આદિ બાવન પ્રબંધેની રચના કરી છે, પણ અત્યારે બપ્પભટ્ટીકૃત ચતુર્વિશતિ જિન સ્તુતિ અને સરસ્વતી સ્તોત્ર સિવાય કંઈ ઉપલબ્ધ થતું નથી.
બપ્પભટ્ટીને વાદિકુંજરકેશરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત વિગેરે બિરુદો મળ્યા હતા.
बत्तीसो पजुण्णो ३२, तेतीसो माणदेव जुगपवरो ३३ । चउतीस विमलचंदो ३४, पणतीसूजोअणो सूरी ३५॥ ११ ॥
३२ तत्पढे श्रीप्रद्युम्नसूरिः। ३३ तत्पट्टे श्रीमानदेवसूरिः। ३४ तत्पट्टे श्रीविमलचन्द्रसूरिः। ३५ तत्पट्टे श्रीउद्योतनसूरिः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org