________________
પટ્ટાવલી ]
૧૦૧
સામર્થ્યની વિચારણા કરી આચાર્ય પદ પ્રદાન કર્યું. ક્રી બપ્પભટ્ટી કનાજ સિંહાસન સ્વીકારવાની વાત જણાવી. અપ્પભટ્ટીસૂરિએ પેાતાને પૂરેપૂરા જૈન સાધ્વાચારની ઝાંખી કરાવી.
રાજા નિ:સ્પૃહતાની અવધિ જાણી વિશેષ પ્રેમવાળા બન્યા. ગુરુસસ વધતાં ગુરુએ તેને નીતિના માર્ગે સમજાવી પ્રજાહિતના કાર્યમાં જોડ્યો. આમ રાજા પર ઉપદેશે સચોટ અસર કરી તેથી તેણે એક સેા આઠ ફુટ ઊંચા જિનપ્રાસાદ કરી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી.
આમ રાજાને સમસ્યાના સારે। શેખ હતા. એકદા પેાતાની સ્ત્રીને ખેદ પામતી જોઇને રાજાએ સભામાં પૂછ્યું” કે
પામે હજી પરિતાપ કમળમુખી પ્રમાથી
જુદા જુદા વિદ્વાનાએ એની પૂર્તિ માટે બીજી ચરણુ બનાવ્યું, પણ કાઇ સફ્ળ ન નીવડયું ત્યારે બપ્પભટ્ટીએ તે પૂરું કર્યું. કે
ઢાંકયું એનું અંગ વહેલા ઊઠી સવારથી
શ્રી બપ્પભટ્ટીસૂરિ
પધાર્યાં અને રાજાએ નિઃસ્પૃહ ભાવ બતાવી
અન્ય સમયે આવી જ કોઇ સમસ્યાપૂર્તિ ગુરુમહારાજે કરી જેથી આમ રાજાને સંશય ઉત્પન્ન થયા કે મારા અંતઃપુરને લગતી ખાનગી હકીકત ગુરુમહારાજ કયાંથી જાણે? દ્વેષી અને વિઘ્નસતાષીઓએ આ તકનેા લાભ લઈ રાજાના કાનમાં વિષ રેડયું. રાજાના સ્વભાવમાં ફેરફાર જણાતાં ગુરુમહારાજ વસ્તુસ્થિતિ સમજી ગયા. ‘ જયાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહી ” એમ સમજીને ગુરુ ઉપાશ્રયને બારણે એક ગ્લાક લખીને વિહાર કરી ગયા. આમ રાા ઉપાશ્રયે આવતાં શ્લોક વાંચી ધણા જ દુ:ખી થયા. ગુરુની તપાસ માટે તેણે પ્રયત્ન શરૂ કરી દીધા.
બપ્પભટ્ટી ત્યાંથી વિહાર કરી ગૌડ ( બંગાળ) દેશમાં આવ્યા. ત્યાંના રાજા ધરાજાએ આમ રાજા કરતાં પણ ચઢિયાતું સામૈયું કર્યું.... ધર્મરાજ આમરાજાને કટ્ટા વૈરી હતા એટલે ગુરુ પાસેથી વચન લઇ લીધું કે– આમ રાજા જાતે જ તેડવા આવે તેા જવું, નહિંતર નહિ. ' ગુરુએ તે કબૂલ કર્યું આ બાજુ આમ રાજાને ગુરુ વગર ચેન પડતું નથી-પૂર્વ રંગ આવતા નથી. એકદા વનમાં જતાં એક સપને કપડામાં વીંટાળી ઘરે લાવ્યેા અને તેની એક સમસ્યા ઉપાવી કાઢી પૂછ્યું કે
શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા બીજી પણ જેથી જીવે
આની પૂતિ કાઇ કરી શકયું નહિ એટલે રાજાએ લાખ ટકાનું ઇનામ આપવાનું જાહેર કર્યું. આ પ્રસંગના લાભ લેવાનુ એક જુગારીએ નક્કી કર્યુ અને તપાસ કરતાં કરતાં તે બપ્પભટ્ટીસૂરિ પાસે ગૌડ દેશ પહોંચ્યા. પ્રણામ કરી સમસ્યાપૂતિ કરવા જણુાવ્યું. ગુરુએ સ્વશક્તિથી જણાવ્યું કે—
ગ્રહી દૃઢ પળે પથ કૃષ્ણ ભુજંગ મુખશુ
Jain Education International
જુગારીએ આવીને સમસ્યા પૂરી એટલે રાજાએ સાચી
હકીકત જણાવવા આગ્રહથી પૂછ્યુ એટલે તેણે બપ્પભટ્ટીસર સંબંધી વાત જણાવી. રાજા આશ્ચય પામ્યા. તેણે વિચાર્યું કે આટલે બધે દૂર હોવા છતાં ગુરુ સની વાત જાણી શકયા તેા પછી મારા અંતઃપુરની વાત જ્ઞાનશક્તિથી જાણે તેમાં નવાઈ જ શી ? તેમના પ્રત્યે શંકાશીલ ભાવ દૂર થયા અને તેના વિરહ હવે વધુ
ને વધુ પીડાકારી જણાવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org