________________
શ્રી બપ્પભટ્ટસૂરિ
[ શ્રી તપાગચ્છ છ વર્ષના બાળકમાં આટલું શુરાતન જોઇ સૂરિને તેને માટે સદભાવ ઉપજો. તેમને એમ થયું કે સૂરપાળની શક્તિ ખીલવવામાં આવે તો તે શાસનને સ્થંભ થાય, તેથી તેમણે તેને પૂછયું કે-“તું અમારી સાથે રહીશ ? ” સૂરપાળે હા પાડી, ને બીજા દિવસથી શાસ્ત્રાધ્યયન શરૂ કર્યું. સુરિજી તો તેની સ્મરણશક્તિ ઈ દિગ થઈ ગયા, સૂરપાળ દિવસના એક હજાર શાક મુખપાઠ કરતી.
ગ્ય ઉમર થઈ એટલે ગુરુને દીક્ષા આપવાની ઈચ્છા થઈ અને માતપિતાની સંમતિ માટે ડુંબ ગામ આવ્યા. પહેલા તો પિતાએ આનાકાની કરી પણ છેવટે પિતાનું નામ રહે તે શરતે દીક્ષા આપવાનું સ્વીકાર્યું. ગુરુએ દીક્ષા આપી ભદ્રકીતિ એવું નામ રાખ્યું પણ માતાપિતાના નામથી સંયુક્ત બપ્પભટ્ટી” એવું નામ પ્રચલિત થયું.
બપ્પભટ્ટીની શક્તિ જાણું ગુરુએ તેમને સારસ્વત મંત્ર આપ્યો. તે મંત્રના જાપથી સરસ્વતી અર્ધ રાત્રિએ હાજર થઈ, પ્રસન્ન થઈ, વર આપીને વિદાય થઈ.
બપ્પભટ્ટી એકદા ઈંડિલ ભૂમિએ ગયા, તેવામાં વૃષ્ટિ થવાથી એક દેવકુળમાં સ્થિર રહ્યા. તેવામાં એક પુરુષ ત્યાં આવ્યો
તે કાન્યકુંજ કનોજ )ના રાજા યશોવર્માનો આમ નામનો પુત્ર હતો. પિતાથી રીસાઈને તે પર્યટને નીકળ્યો હતો. તે પુષે તે દેવકુળમાં એક પ્રશસ્તિ જોઈ અને તેની વ્યાખ્યા બપ્પભટ્ટીને પૂછી. તેમણે તેની સરસ વ્યાખ્યા કહી સંભળાવી જે સાંભળી આમ અતિ પ્રમોદ પામ્યો, પછી વૃષ્ટિ બંધ થતાં ગુરુ સાથે તે ઉપાશ્રયે આવ્યો, ગુરુને તેના લક્ષણ ઉપરથી તે પરાક્રમી પુરુષ જણાયો. વિશેષ વિચાર કરતાં તેને પૂર્વને પ્રસંગ યાદ આવ્યો. જ્યારે આમ બાલ્યકાળમાં હતો ત્યારે તેના પિતાએ તેનો તેની માતા સાથે ત્યાગ કર્યો હતો. તેની માતા વનમાં પારણું બાંધી તેને હીંચોળી રહી હતી ત્યારે તે વૃક્ષની છાયા તદન સ્થિર થઈ ગઈ હતી. ગુરુએ એ પ્રસંગ નજરોનજર નીહાળ્યા હતા અને તેમણે નિશ્ચય કર્યો કે તે બાળક તે બીજે કઈ નહિં પણ આ આમ જ હે જોઈએ. બપભટ્ટીએ તેને પિતાની પાસે રાખે ને અનેક જાતનું જ્ઞાન આપવું શરૂ કર્યું. ગુવાત્સલ્યથી રાજી થઈ આમે કહ્યું કે-“મને રાજ્ય મળશે ત્યારે આપને અર્પણ કરીશ.' ગુરુ મૌન રહ્યા. . કેટલાક સમય બાદ યશોવર્માએ આમને તેડવા માણસ મોકલ્યા પણ સ્વમાની આમ ને ગ. છેવટે યશવમ મરણ પથારીએ પડ્યો અને પિતાના પ્રધાનને તેડવા મેકલ્યા ત્યારે ગુરુના આગ્રહથી આમ કનોજ ગયો અને તેને પિતા મૃત્યુ પામતા રાજ્ય હસ્તગત કર્યું. પિતાની અંતિમ અવસ્થામાં પિતે સેવા ન કરી શકો તે વિચારથી તે ઉદાસીન રહેવા લાગ્યો. તે ઉદાસી અવસ્થામાં શાંત્વન આપવા માટે તેમણે પિતાના હિતકારી બીપભટ્ટીને બોલાવવા નિશ્ચય કરી દૂત મોકલ્યા.
તે સમયે બ્રાહ્મણે અને જેનો વચ્ચેનું વૈમનસ્ય ઓછું ન હતું. કનેજિની સભામાં બ્રાહ્મણ પંડિતેનું પરિબળ હતું. બપ્પભટ્ટીની ઉમ્મર નાની હતી છતાં તેની શક્તિ અને શાસનના ઉદ્યોતને વિચાર કરીને ગુએ આજ્ઞા આપી. રાજાએ મેટા આડંબરપૂર્વક સન્માન કર્યું અને રાજસભામાં સિંહાસન સમક્ષ લઈ જઈ તે સ્વીકારવા પ્રાર્થના કરી.
ગુરુએ જણાવ્યું કે-જે આચાર્ય હોય તે સિંહાસનને લાયક ગણાય. હું તે સામાન્ય સાધુ છે. આ ઉપરથી આમ રાજાએ સિદ્ધસેન સૂરિને વિનંતિ કરી કે- તમો અ૫ભટ્ટીને આચાર્ય પદ આપ.' આ સમયે બભટ્ટીની ઉમ્મર ફક્ત અગ્યાર વર્ષની હતી છતાં તેની શક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org