________________
શ્રી બપ્પભટ્ટસૂરિ
[ શ્રી તપાગચ્છ તેણે પિતાના પ્રધાન પુરુષને ગુરુને તેડવા મોકલ્યા. ગુરુએ ધર્મરાજ સાથે કરેલી પિતાની શરત જણાવી. આમ રાજાને ધર્મરાજની સભામાં જવામાં જોખમ હતું, પણ ગુરુભક્તિને કારણે તે જોખમ વહેરવા પણ પિતે તૈયાર થયા. વેશ પલટાવી ધર્મરાજની સભામાં તે દાખલ થયો. ગુરુએ તેને આવતો : જોઈ કહ્યું કે-આમ આવો. બીજા સમજ્યા કે ગુએ જગા બતાવવા આમ કહ્યું. પછી તેણે રાજાના હાથમાં પત્ર મૂકો એટલે રાજાએ પૂછયું કે-“આમ રાજ કેવો છે ?' ત્યારે તેણે કહ્યું કે “બરાબર મારી જેવો’ તેના હાથમાં બીજોરું હતું, એટલે રાજાએ પૂછયું કે-“આ શું છે ?” એટલે તેણે જવાબ આપ્યો કે “બી જે રા’ એને અર્થ એ થયો કે બીજો રા એટલે બીજો રાજા, આવી રીતે આમ રાજાઓ અને મહારાજે સાંકેતિક ભાષામાં વાત કરી લીધી પણ ભેળા ધર્મરાજ સમજ્યા નહિ,
બીજે દિવસે ગુરુએ ધર્મરાજ પાસે વિહાર કરવાની પરવાનગી માગી. રાજાએ પિતાની શરતની વાત કરી એટલે ગુરુએ ઘટસ્ફોટ કર્યો. બરાબર તે જ સમયે રાજાની વારાંગના આવી અને રાત્રિએ પોતાને ત્યાં રહેલ આમરાજાનું ભેટ મળેલ કડુ રાજાને અર્પણ કર્યું. આથી ધર્મરાજને ગુરુના કથન પર વિશ્વાસ જન્મે. પછી વિહાર કરી બપ્પભટ્ટી કને જ આવ્યા અને આમને આનંદ થયો
આ સમયે શંકરાચાર્ય અને બૌદ્ધ વધેનકુંજર સ્વ-સ્વ ધર્મની પુષ્ટિ માટે કમર કસી કાર્ય કરી રહ્યા હતા. વિદ્ધનકુંવરને ધર્મરાજને ભેટે થઈ ગયો. વર્ધનકુંવર જે પ્રખર વક્તા મળે એટલે
છવું જ શું? આમરાજા પિતાની સભામાં ગુપ્ત રીતે આવ્યો ત્યારે વેર ન લઈ શકાયું તેથી તેણે વર્ધનકુંવરને ઉપયોગ કરવાનું નકકી કર્યું. આમરાજાને કહેવરાવ્યું કે વર્ધનકુંવર સાથે વાદ કરાવો અને જેનો વાદી હારી જાય તેણે પોતાનું રાજ્ય હારી જવું. બપ્પભટ્ટી અને વર્ધનકુંવરને છ માસ સુધી વાદ થયો અને આખરે બપ્પભટ્ટી જીત્યા. ધર્મરાજ રાજ્ય હારી ગયા, પણ બપ્પભટ્ટીની સલાહથી આમરાજાએ તેમને રાજ્ય પાછું સંપ્યું અને હંમેશના મિત્રો બન્યા. પછી ધર્મરાજે જૈન ધર્મ સ્વીકાર્યો.
ગુરુના સવની પરીક્ષા કરવા આમરાજાએ પિતાની વેશ્યાને સમજાવીને રાત્રે ઉપાશ્રયમાં મેકલી. શ્રાવકાના ગયા પછી તે પ્રગટ થઈ પણ ગુના તપતેજ આગળ તેનું કશું ચાલ્યું નહિ. અંતે નાસીપાસ થઈને તે ચાલી ગઈ.
આમ રાજા વિદ્વાન હતો છતાં કોઈ કોઈ વાર તે ભૂલ કરી બેસતે. એક દિવસ તેના નગરમાં માતંગેની ટોળી આવી. તેણે રાજા સમક્ષ પોતાની કળા બતાવવા માંડી. તેમાં એક રૂપવાન અને સુંદર ગાત્રવાળી માતંગીને જોઈને આમ મોહિત થયો. રાજાને ના પાડવા કાણું સમર્થ થાય ? વાત ગુરુ પાસે આવી. મહેલના ભારવટીયા પર એક શ્લોક લખી નાખ્યો, જે વાંચતાં જ રાજાની આંખ ઊઘડી ગઈ. અક્ષર ઓળખ્યા ને તેની સાન ઠેકાણે આવી ગઈ.
એકદા આમરાજાએ ગુસ્ની ખૂબ પ્રશંસા કરી. આથી ગુને અભિમાન તે ન ચડ્યું પણ નમ્રતાથી જણાવ્યું કે “મારા કરતાં પણ ચડે તેવા મારા ગુરુભાઈ નન્નસૂરિ અને ગોવિંદાચાર્ય છે.' રાજાને તેની ખાત્રી કરવાનું મન થયું અને મોઢેરા ગામ આવ્યો. બરાબર આ જ દિવસે નન્નસૂરિએ કામશાસ્ત્રની વાત ચર્ચા અને તે એટલી હદ સુધી કે બેઠેલા લોકોની વૃત્તિ બદલાઈ જવા લાગી. આમરાજાને થયું કે નન્નસૂરિ સ્ત્રીલંપટ હેવા જોઈએ, નહીં તો આ વિષયનું આટલું સંપૂર્ણ જ્ઞાન કયાંથી હોય? એટલે તેમને વંદન કર્યા સિવાય તે ચાલ્યો ગયો. તેના ગયા પછી ગોવિંદાચાર્યને શ કા થઇ કે તે આમ રાજા જ હોવો જોઈએ. કનોજ તપાસ કરાવી ને સમાચાર કહેવરાવ્યા. બપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org