________________
પટ્ટાવલી ]
આ પ
શ્રી હરિભદ્રસૂરિ
હિરભદ્રને 'સ ને પરમહંસ નામના એ ભાણેજ હતા. યુદ્ધકળામાં નિપુણ હતા, તે પણ તેમના ઉપદેશથી વૈરાગ્ય રંગે-રંગાયા અને તેમના શિષ્ય બન્યા. ઘેાડા સમયમાં તે દનશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય વગેરેના અભ્યાસ કરી સમર્થ વેત્તા બન્યા. મેારના ખેંડાને ચિતરવા ન પડે !
તે સમયે પૂર્વ દેશમાં બૌધમની પૂર્ણ જાહેાજલાલી હતી. તેમના મેટા માટા વિદ્યાપીઠા અને ગુરુકુળા હતા. રાજ્યાશ્રય પણ ઠીક હતા અને તેને કારણે તે ધર્મ વિશેષ કાલાફૂલતા હતા. હંસ તથા પરમહ`સને ત્યાં જઇ અભ્યાસ કરવાની તમન્ના થઈ. ગુરુને તે વાત જણાવી. નિમિત્તના મળે લાભ કરતાં હાનિ વિશેષ જાણી હરિભદ્રસૂરિએ જવાની ના પાડી, છતાં ગુરુવચનની અવગણુના કરી તે બને પૂર્વ દિશા તરફ્ ચાલી નીકળ્યા.
વિહાર કરતાં કરતાં તેઓ ભેટ દેશમાં પહેાંચ્યાં. જૈન મુનિવેશે વિદ્યાપીઠમાં પ્રવેશ ન મળે એટલે તેઓએ ભિક્ષુના વેશ ધારણ કર્યાં. ચક્રાર બુદ્ધિ હાવાથી તેમણે અલ્પ સમયમાં અભ્યાસ કરી લીધે। અને ખંડનને ચેાગ્ય દલીલા લખવા માંડી. કેટલીક સ્ખલના પાના પર ઉતારી, તેવામાં દૈવયેાગે પવનના જોરે તે એ પાના ઊડી ગયા અને કુલપતિના હાથમાં આવ્યા. વાંચતાં જ તે વિસ્મય પામ્યા. તેને જૈન શ્રમણની ગ'ધ આવી, પણ ૧૫૦૦૦-પંદર હજાર વિદ્યાર્થી ગણમાંથી શોધી કાઢવા કઇ રીતે? છેવટે એક યુક્તિ અજમાવી. જમવાના પ્રવેશ દ્વાર પર એક જૈનમૂર્તિ ચીતરાવીને સર્વેને તે ઉપર પગ મૂકી જવા સૂચવ્યું. હુંસ અને પરમહંસ 'તે મુંઝાયા. જીવના જોખમે પણ ઇષ્ટ દેવની આશાતના ન કરવાના નિશ્ચય કર્યાં. એક પછી એક બધા આવતા ને જતા હતા. પેાતાના વારા આવતા મૂર્તિના ચિત્રમાં પેટ પર ત્રણ આડા ઊભા લીટા કર્યાં અને તે રીતે જૈનમૂર્તિને સ્થાને બૌદ્ધમૂતિ કરીને, પગ મૂકીને ચાલ્યા. ચાર ખાતીદારાએ આ પ્રસંગ નાંધી લીધેા, તે કુલપતિને સમાચાર આપ્યા. હુંસ ને પરમહંસ પણ હવે સમજી ગયા હતા કે ઘડી ઘડીએ મેાત નજીક આવે છે. પ્રસંગ શેાધી તેઓ નાસી છૂટ્યા, પણ પછવાડે રાજલશ્કર છૂટયું. હંસ ને પરમહંસ શ્વાસભર દોડ્યા ાય, પણુ લશ્કરના ભેટા થતાં કેટલી વાર? છેવટે હુસે પરમહ‘સને પાડાશના સૂરપાળ રાજા પાસે પહેાંચી જવા સૂચવ્યું તે પોતે લડવા તૈયાર થયા. હુંસ સહસ્રયેાધી હતા. એકલા એક હજાર યેદ્દાને પૂરા પડે તેવા હતા, પણુ લશ્કરમાં ૧૪૪૪ યાદ્દાઓ હતા. સમગ્ર લશ્કરની સામે હંસની કેટલી તાકાત ! તેનુ શરીર બાણેાથી વીંધાઈ ચાળણી જેવુ થઈ ગયું. લડતાં લડતાં તેના દેહ ધરતી પર ઢળી પડયો.
પરમહંસ સુરપાળ પાસે પહેાંચી ગયે! ને બધી વસ્તુસ્થિતિ સમજાવી. બૌધ્ધાનુ લશ્કર સૂરપાળ પાસે ગયું અને પરમહંસને સોંપવા જણાવ્યુ, સૂરપાળે જીવના જોખમે પણ સાંપવા ના પાડી. છેવટે વાટાધાટ ચાલતાં પરસ્પર વાદ કરવાનું ઠરાવ્યું. ગુરુકૃપાથી પરમહ`સની ક્ત્તેહ થઇ. ત્યાંથી તે ગુરુ હરિભદ્ર સમક્ષ આવવા નીકળ્યા. રસ્તામાં તેને પકડવા માટે દુશ્મનેાએ અનેક પ્રપ ંચે કર્યાં પણ તે બધા નિરક નીવડ્યા.
શિષ્યને જોતાં જ ગુરુને ઉમળકા આવ્યા. છાતી સરસા ચાંપ્યા, પણ વીતક વાત સાંભળતા ગયા તેમ તેમ તેમને ક્રોધ માઝા મૂકતા ગયા. પરમહંસે અવિનયની માપી માગીને વાત કરતાં પ્રાંતે તે પણ ઢળી પડયો. આ બનાવથી તે ગુરુની આંખા ફાટી ગઇ. બૌધ્ધાની વૈરવૃત્તિ માટે તિરસ્કાર ને ધૃણા વછૂટી અને તેના બદલા લેવાને મક્કમ નિરધાર કર્યો.
તેઓ તરતજ વિહાર કરી સૂરપાળ રાજા પાસે આવી પહેાંચ્યા. તેની પરાક્રમશીલતા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org