________________
શ્રી જંબુસ્વામી
[ શ્રી તપાગચ૭ બુદ્ધિ ને સિદ્ધિની કથા નભસેનાએ કહ્યું કે-સ્વામિ ! આટલી બધી ત્રદ્ધિ-સિદ્ધિ પામ્યા છતાં અધિક ઈચ્છે છે તે વૃદ્ધ સ્ત્રીની જેમ દુખી થશે.
કઈ એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ બહેનપણીઓ રહેતી. ગામની બહાર ભોળક નામના યક્ષનું મંદિર હતું. બુદ્ધિ હમેશાં ત્યાં જતી અને દેવાલય સાફસુફ કરીને પૂજાપૂર્વક નૈવેદ્ય ધરતી. એકદા યક્ષ તુષ્ટમાન થવાથી તેણે કહ્યું કે–‘તને મારા ચરણકમળમાંથી હમેશાં એક સોનામહોર મળશે.” હમેશાં સોનામહોર મળવાથી થોડા સમયમાં તે બુદ્ધિની ગૃહ-સંપદા ફરી ગઈ. ઝુંપડીને બદલે જરૂખાવાળો મહેલ થયો. આ જોઈને સિદ્ધિને ઈર્ષ્યા આવી. તેણે કપટથી બુદ્ધિ પાસેથી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ જાણી લીધું. પછી સિદ્ધિઓ યક્ષની આરાધના કરી તેને પ્રસન્ન કર્યો અને બુદ્ધિ કરતાં બમણી સંપત્તિ મેળવી. આમ જોઈ બુદ્ધિએ પણ યક્ષની મહેરબાની સંપાદન કરી સિદ્ધિ કરતાં બમણી સાહ્યબી પ્રાપ્ત કરી. આથી સિદ્ધિએ વિચાર્યું કે--હું માગીશ તેની કરતાં બુદ્ધ બમણું માગશે માટે એ ઉપાય કરું કે જેથી બુદ્ધિને હાનિ જ થાય.” તેણે યક્ષને પ્રસન્ન કરી પિતાને એક આંખે કાણી કરવા કહ્યું. સિદ્ધિને યક્ષે કાંઈક આપ્યું છે એમ માનીને બુદ્ધિએ સેવાભક્તિ કરીને સિદ્ધિને જે આપ્યું હોય તેથી બમણું માગ્યું અને તત્કાળ તેના બને આંખ ફૂટી ગઈ. આમ જે અતિશય લેભ કરવા જાય છે તે પ્રાંતે દુખી બને છે.
જાતિવંત અશ્વની કથા જંબૂકુમારે જણાવ્યું કે હું જાતિવંત અશ્વની માફક ઉન્માર્ગગામી નથી કે જેથી મને હાનિ થાય.
જિતશત્રુ રાજાને જિનદાસ નામને વિશ્વાસપાત્ર શ્રાવક-શ્રેષ્ઠી હતો. શુભ લક્ષણવાળા વછેરાઓ તે ગામમાં આવ્યા હતા તેમાંથી એક સારે વછેરો પસંદ કરીને રક્ષણ માટે તેણે જિનદાસ શ્રેષ્ઠીને સેં. આ અશ્વ એ લક્ષણવંત હતો કે જેથી વૈરી રાજાઓ પણ વશ થતા. જિનદાસ તેનું યતનાપૂર્વક જતન કરતો. પાણી પાવા માટે પણ પોતે જ જતો અને રસ્તામાં જિનચૈત્ય આવતું ત્યાં પ્રદક્ષિણા કરવાનું ન ચૂકતો.
વિરોધી રાજાઓ અશ્વનું હરણ કરવામાં નિષ્ફળ નીવડયા ત્યારે કે એક મંત્રીએ તે કામ પાર પાડવાની હામ ભીડી. તેણે કપટી શ્રાવકને વેશ પહેર્યો અને જિનદાસ શ્રેષ્ઠીને મહેમાન થઈને રહ્યો. પ્રસંગવશાત્ પુણ્યકાર્ય પ્રસંગે જિનદાસને એકાદ દિવસ માટે બહારગામ જવાનું થયું. જિનદાસે તે કપટી શ્રાવકને ઘરની સાર-સંભાળ ભળાવી. તે કપટી શ્રાવકે અશ્વને ઉપાડી જવાના ઘણાં યત્ન કર્યો પણ તે તે હમેશના રિવાજ મુજબના માર્ગથી એક તસુ પણું આગળ ચાલ્યા નહીં. છેવટે તે મંત્રી-કપટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org