________________
શ્રી ભદ્રબાહુસ્વામી
: ૩૪ -
[ શ્રી તપાગચ્છ શ્રીનેમિનાથ ભગવાન કરતાં પણ શકડાલસુત–સ્થૂલભદ્રને અમે અદ્વિતીય સુભટબહાદુર માનીએ છીએ; કેમકેનેમિપ્રભુએ તો પર્વતના કિલ્લા (ગિરનાર) ઉપર ચઢીને મોહને જીયે; જ્યારે શ્રી સ્થૂળભદ્દે તો કામદેવના ઘરમાં પ્રવેશ કરીને તેને વશ કર્યો–છો.
શ્રી વીરનિર્વાણ પછી ૨૧૪ વર્ષ વ્યતીત થયે આષાઢાભૂતિ નામના આચાર્યથી અવ્યક્ત નામનો ત્રીજો નિહુનવ થે.
શ્રી રપૂલભદ્ર પછી આઠમી પાટે શ્રી આર્યમહાગિરિ તથા આર્ય શ્રીસુહસ્તિસરિબંને ગુરભાઈ આવ્યા. શ્રી આર્યમહાગિરિ જિનકલ્પીની જેવા આચરણવાળા જિનકલ્પી થયા તેઓ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૦ વર્ષ સામાન્ય વ્રતપર્યાયમાં, ત્રીશ વર્ષ યુગપ્રધાન તરીક–એવી રીતે એક સો વર્ષનું આયુષ્ય ભેળવીને સ્વર્ગવાસી બન્યા.
બીજા શ્રી સુહસ્તિસૂરિએ સંપ્રતિ મહારાજાના પૂર્વ ભવના ગરીબ અવરથાના જીવને દીક્ષા આપીને ત્રણ ખંડનો સ્વામી બનાવ્યો. તે સંપ્રતિ મહારાજાએ ત્રણ ખંડપ્રમાણ પૃથ્વી જિનમંદિરેથી શોભાવી તેમજ અનાર્ય દેશોમાં પણ સાધુના વેશવાળા પિતાના વંઠ–બહુરૂપી પુરુષોને મેકલીને સાધુવિહાર સુગમ કરાવ્યો. તે શ્રઆર્યસુહસ્તિસૂરિ ત્રીશ વર્ષ ઘરમાં, ૨૪ વર્ષ સામાન્યવતપર્યાયમાં, ૪૬ વર્ષ યુગપ્રધાન પદે–એવી રીતે એક સો વર્ષનું આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી બસે એકાણુમે વર્ષે રવર્ગે ગયા.
ગુર્નાવલીના આધારે વીર પરમાત્મા પછી ૨૧૫ વર્ષે શ્રી સ્થૂલભદ્ર વર્ગવાસી થયા એમ જણાવ્યું છે. દુષમા સંધસ્તોત્રયંત્રના આધારે શ્રી આર્યમહાગિરિ તથા શ્રી આર્યન સહસ્તિસૂરિનો ગૃહસ્થપર્યાય ત્રીશ વર્ષનો છતાં આયુષ્ય ૧૦૦ વર્ષનું જણાવવામાં આવ્યું છે. જે આર્ય સુહસ્તિને શ્રી રસ્થૂલભદ્રના હસ્તદીક્ષિત ન માનીએ તો ગૃહસ્થપર્યાયના વર્ષે ઓછા અને ચારિત્રપર્યાયના વર્ષે વધારે એમ સમજીને મેળ બેસારવો જોઈએ.
શ્રી આર્યસુહરિતરિવડે દીક્ષિત થયેલા શ્રીઅવંતિસુકુમાળના મૃત્યુ સ્થાને તેના પુત્રે દેવવિમાન સરખું જિનમંદિર કરાવ્યું અને તેનું “મહાકાળ એવું નામ પ્રસિદ્ધ થયું.
શ્રી વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે અશ્વમિત્રથી સામુચ્છેદિક નામનો ચોથો નિહૂનવ તથા ૨૨૮ વર્ષે ગંગ નામને સમકાળે બે ક્રિયામાં ઉપયોગ માનનારે પાંચમો નિહૂવ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org