________________
પઢાવલી ]
-: ૮૯ :- શ્રી વીરસૂરિ, જયદેવસૂરિ ને દેવાનંદસૂરિ પૂર્વકર્મના પ્રાબલ્ય ગુરુને ઉન્માદ-રોગ થઈ આવ્યો. તેમણે ધરણેનું સ્મરણ કરી અનશન માટે પૂછયું ત્યારે ધરણેકે કહ્યું કે –“આ૫નું આયુષ્ય હજુ બાકી છે અને હજુ આ૫ અનેકને ઉપકારક થવાના છે માટે હાલ અનશનને વિચાર ત્યજી દ્યો.” પછી ધરણેન્ટે તેમને ૧૮ અક્ષરને મંત્ર આપ્યા જેના મરણમાત્રથી અનેક પ્રકારના રોગે નાશ પામે છે. તે મંત્રાક્ષરોના અનુસાર સૂરિજીએ “ભયહર (નમિઊણ)” સ્તવન બનાવ્યું જે અદ્યાપિ પર્યત પ્રખ્યાત છે. તેમના પ્રભાવથી માનતુંગસૂરિની કાયા પુનઃ સુવર્ણ સદશ થઈ ગઈ. પછી પૃથ્વીતળ પર વિચરી, ભવ્ય જીવોને ઉપદેશી, સંખ્યાબંધ સદ્ગુણ શિષ્યો નીપજાવી, પ્રાંત અનશન કરી તેઓ વગે સીધાવ્યા.
૨૧ વીરસૂરિ ૨૨ જયદેવસૂરિ ૨૩ દેવાનંદસૂરિ વીરસૂરિએ વીરસંવત્ ૭૭૦ % એટલે કે વિક્રમ સંવત ૩૦૦ માં નાગપુરને વિષે નમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી અને પિતાના પ્રભાવથી દિગતમાં સ્વ-કીતિ ફેલાવી હતી. પ્રભાવક ચરિત્રમાં બે વરસૂરિના વૃત્તાંત છે, પણ તે આ પટ્ટધરથી જુદા સમજવા.
વરસૂરિની પાટે જયદેવસૂરિ આવ્યા. તેમના સંબંધે પણ માહિતીપૂર્ણ હકીકત મળતી નથી. વીરવંશાવળીકાર જણાવે છે કે આ જયદેવસૂરિએ રણુતભમરના ગિરિશંગ પર પદ્મપ્રભુ અને પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી હતી તેમજ ઉલેચી( મરુધર )માં વિહાર કરી દેશશક્તિથી ભાટી ક્ષત્રિયને જૈન બનાવ્યા હતા.
જયદેવસૂરિની પાટે દેવાનંદસૂરિ આવ્યા તેમના વૃતાંતને પણ અભાવ છે. તેમના સમયમાં ત્રણ મહત્ત્વની બીના બની (૧) વીરનિર્વાણ ૮૪૫માં વલ્લભીને ભંગ થયે. (૨) વીરનિર્વાણ ૮૮૨ વર્ષે ચિત્યસ્થિતિ થઈ અને (૩) ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા પ્રગટી.
વલ્લભીભંગ વલ્લભીપુરને ત્રણ વાર ભંગ થયો છે. ભંગ એટલે સર્વથા નાશ નહિ. પહેલે ભંગ વી. નિ. ૪૫ એટલે કે વિ. સં. ૩૭૫માં થયો. ગીજનીના તુક લોકેએ વલભીપુર પર આક્રમણ કરી તેને પ્રથમ ભંગ કર્યો. તે વિષમ સમયમાં જૈનમૂર્તિઓને ભિલ્લમાલ વિગેરે સ્થળે લઈ જવામાં આવી હતી. આ સમયે ગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ સંઘની રક્ષા કરી હતી.
ચૈત્યસ્થિતિ જૈન સાધના કડક આચારને કારણે કેટલાક સાધુએ શિથિલ બનવા લાગ્યા અને પરિણામે તેઓ ચૈત્યવાસી થઈને રહેવા લાગ્યા. એમ જણાય છે કે ધીમે ધીમે ચિત્યવાસની અસર થવા લાગી હશે, પરંતુ વીરનિર્વાણ ૮૮૨ પછી તે પ્રગટપણે અને પુરજોશમાં જણાય છે. શ્રીમાન હરિભદ્રસૂરિ અને તે સમયના બીજા કેટલાક સમર્થ આચાર્યોએ આ વધતા જતા શિથિલાચાર તરફ અંગુલિ
aks
* ૮૭૦ જોઈએ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org