________________
પટ્ટાવલી |
શ્રી માનતુંગસૂરિ ગ્ય પ્રસંગ છે. પોતાના ભાઈને સમજાવતાં તેણે કહ્યું કે “ભાઈ ! સર્વ વ્રતમાં જીવદયા એ જ સારવતુ છે અને આ તમારા પ્રમાદથી બેઈદ્રિય જીવો વિનાશ પામે છે. વસ્ત્ર રાખવામાં તમને પરિગ્રહ નડે છે અને ત્રાંબાનું કમંડળ એ પરિગ્રહ નહિ તો બીજું શું છે?” પછી તેણે શ્વેતાંબરાચાર્યના ક્રિયાકલાપ વિગેરે વિધિ વિસ્તારથી સમજાવી જે સાંભળતાં જ મહાકીતિએ કહ્યું કે-“એવા મહાત્માનો યાગ કયારે થાય?” તેની બહેને જણાવ્યું કે તેઓ હાલમાં મધ્ય પ્રદેશમાંથી આવવાના છે. તેમની સાથે હું તમારે મેળાપ કરાવી આપીશ.” પછી મહાકીર્તિને આદરસત્કાર તેણે જોજન કરાવ્યું.
બાદ જિનસિંહસૂરિ ત્યાં પધાર્યા અને ગુરુસમાગમ થતાં જ મહાકાતિને સત્ય તત્ત્વની પ્રતીતિ થઈ. તેમણે તેની પાસે ફરી શ્વેતાંબરી દીક્ષા લીધી. સમ્યગ તપારાધન કરતાં તેમણે અંગ-ઉપાંગે પણ જાણી લીધા.
તે જ નગરમાં રાજમાન્ય મયર નામને પંડિત રહેતું હતું. તેને એક પંડિતા અને વિચક્ષણ પુત્રી હતી. તેને યોગ્ય વર માટે તપાસ કરતાં તેણે પ્રાણ પણ નિધન બાણ નામના કવિ સાથે લગ્નસંબંધો હતો. પછી પોતાની લાગવગથી તેને રાજમાં નોકરી અપાવી એટલે તેને સંસાર સુખપૂર્વક ચાલવા લાગ્યા. એકદા બાણને પોતાની પત્ની સાથે ગૃહકલેશ થયે એટલે તેની સ્ત્રી પિતૃગૃહે ચાલી ગઈ. બાણ શ્વસુરગૃહે જઈ તેને મનાવવા લાગ્યા છતાં તે હઠાગ્રહી સમજી નહીં. છેવટે તેને એક પ્લેક સંભળાવી રંજિત કરવા પ્રયાસ કર્યો અને તેમાં “સુ” શબ્દનો પ્રયોગ કર્યા છતાં પણ તે માની નહિ. મયૂર પંડિત જે પાસેના ઓરડામાં વાદ-વિવાદ સાંભળતો હતો તેને આ વિખવાદથી કંટાળો ઉપો અને આવેશમાં તે બોલી ઊઠ્યો કે “મુ એને બદલે “ચંડી શબ્દનો પ્રયોગ કરો.” આ સાંભળી બાહુપત્ની લજવાઈ ગઈ. મર્યાદાને અનુચિત પિતાના પિતાનું વાકય સાંભળી તેને અતિશય રોષ ઉત્પન્ન થયો તેથી તેણે શાપ આપે કે-“તમે રસલુબ્ધ કોઢીયા થાઓ.’ આમ કહીને તે પોતાના પતિને ઘરે ચાલી ગઈ.
પિતાને કાઢયુક્ત જઈને મયૂરને ઘણો પશ્ચાત્તાપ થયો. તેણે રાજસભામાં જવું બંધ કર્યું, પણ રાજાને સમાચાર મળ્યા વગર રહે? તેણે માણસ મોકલી મયૂરને સભામાં બેલાવ્યું. રાજાજ્ઞા માન્ય કર્યા સિવાય છૂટકો નહોતે. શરમીદા ચહેરે તે સભામાં દાખલ થયે. જે સભામાં તેનું બહુમાન થતું તે જ સભા તેને ખાવા ધાતી હેય તેમ જણાયું. પાછા સ્વગૃહે આવી તેણે નિશ્ચય કર્યો કે માનહાનિ જેવી સ્થિતિમાં જીવવા કરતાં દેવારાધન કરી પુનઃ નિરોગી શરીર પ્રાપ્ત કરવું. પછી સૂર્યદેવની આરાધના કરી અને તેમણે તેને સવથી પ્રસન્ન થઈ તેને સુવર્ણ સરીખા દેહવાગે બનાવ્યો. પછી રાજ સભામાં આવી તેણે વૃતાંત સંભળાવ્યું તેથી રાજાએ તેની પ્રશંસા કરી. આ સાંભળીને બાણે કહ્યું કે-“સ્વામિન્ ! દેવને પ્રભાવ પ્રગટ જ છે તેમાં તેની આપ શું
* પ્રભાવક ચરિત્રમાં આ નામ આપ્યું છે, પણ ખરી રીતે માનદેવસૂરિ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org