________________
શ્રી માનતુંગસૂરિ
[ શ્રી તપાગચ્છ
પ્રશંસા કરો છો?” રાજાએ કહ્યું કે “ગુ મત્સરી” એ ઉક્તિ મુજબ તમે તેની ઈર્ષા કરે છે. આથી બાણને ચાનક ચડી ને તેણે પ્રતિજ્ઞા કરી કે મારા હાથપગ કાપીને મને ચંડિકાદેવીના મંદિરની પાછળ મૂકે. ત્યાંથી હું મારા હાથ-પગ સહિત રાજ સભામાં આવીશ.” મયૂરે અનુકંપા બતાવી રાજને તેવું કૃત્ય ન કરવા વિનતિ કરી પણ રાજાને તેને પ્રભાવ જ હતો, તેથી બાણનું વચન માન્ય કર્યું. બાણે પણ ચંડિકા દેવીની એવી સરસ પ્રાર્થના કરી કે દેવીએ પ્રસન્ન થઈ તેને હાથ-પગ પાછા આપ્યાં.
રાજાએ તેનું સારી રીતે સન્માન કર્યું પણ તેઓ એક બીજા પરસ્પરની ઈર્ષ્યા કરવાનું તજતા નહિ તેથી એકદા રાજાએ કાશ્મીર નગરે જઈ જય-પરાજયને નિર્ણય કરી લાવવાનું કહ્યું. બંને જણ કબુલ થયા. બંનેએ કાશ્મીર થઈ, દુષ્કર તપ કરી, દેવીને પ્રસન્ન કરી. તેમની પરીક્ષા માટે દેવીએ એક સમશ્યા પૂછી કે-શતચંદ્ર નમસ્તસ્ત્રમ્ આ સમશ્યાની પૂર્તિ તો બંનેએ કરી પણ બાણે શીઘ્રતાથી કરી તેથી બાણને જય છે. પછી તેઓ સ્વનગરે આવ્યા અને બંનેને રાજાએ યોગ્ય આદરસત્કાર કર્યો.
એકદા વાતચીત ચાલતાં રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે- બ્રાહ્મણે અદ્વિતીય ને અજેથ્ય છે, બીજા દર્શનમાં આવે કઈ પ્રતાપી પુરુષ જણાતો નથી. આ સાંભળી પ્રધાને માનતુંગસૂરિની અદ્ભુત શક્તિના વખાણ કર્યા. રાજાએ પ્રધાનને તેમને બોલાવી લાવવા કહ્યું. પ્રધાનની પ્રાર્થનાથી માનતુંગસૂરિ સભામાં પધાર્યા. એટલે રાજાએ બાણ-મયૂરની શક્તિનું વર્ણન કરી કહ્યું કે- આપનામાં એવી કઈ શક્તિ હોય તે ચમત્કાર બતાવો.” એટલે ગુરુમહારાજે જણાવ્યું કે- “અમારે ધન, ધાન્ય કે પુત્ર-પરિવારની ચિંતા નથી કે જેને માટે રાજાને રીઝવીએ, પરંતુ શાસનપ્રભાવના કરવી એ અમારું કર્તવ્ય છે.” આથી રાજાએ આદેશ આપ્યો કે-મુનિરાજને પગથી માથા સુધી બેડી નાખે અને એક અંધારા આવાસમાં પૂરે.” હુકમ સાંભળતાં જ સેવકોએ લોખંડની ચુમ્માલીશ સાંકળવતી ગુરુને બાંધ્યા અને એક તવ્યાપી ઓરડામાં પૂરી તાળું દીધું.
પ્રભાવિક માનતુંગસૂરિને મન આ નજીવી વસ્તુ હતી.
એકાગ્ર મનથી તેમણે ભક્તામર સ્તોત્રની શરૂઆત કરી. એક એક લેક બોલતા ગયા અને એક એક બેડી તુટતી ગઈ એમ ચુમ્માલીશમા શ્લોકે બધી બેડી તૂટી ગઈ અને દ્વાર સ્વયમેવ ઊઘડી ગયાં. સૂરિએ રાજસભામાં આવી રાજાને આશીર્વાદ આપે. રાજાએ તેમની પૂર્ણ પ્રશંસા કરી. વધુમાં જણાવ્યું કે-“બાણ-મયૂરમાં વિદ્યા છે પણ તેમને અભિમાન અને સાથે અદેખાઈ–ઈર્ષ્યા પણ છે, આપ નિષ્કલંક છે. આપ જેવા મહાત્મા પુરુષના દર્શનથી હું કૃતાર્થ થયો છું.” ગુરુ તેમને જિનધર્મમાં સ્થિર થવાનું કહી ચાલ્યા ગયા. માનતુંગસૂરિચિત ભક્તામર સ્તોત્ર અદ્યાપિ પર્યત પ્રચલિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org