________________
પાવલી ]
દિગંબત્પત્તિ
કશ શરીર જોઈ ગુરુમહારાજને તેનું કારણ પૂછયું. ગુરુએ જણાવ્યું કે—મારું પૂર્વજ્ઞાન વિસ્મૃત ન થાય તેવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે અને તેને પરિણામે આવું દુર્બળ શરીર બન્યું છે. ઘીનું પૌષ્ટિક ભોજન કરવા છતાં તે અભ્યાસબળે જરી જાય છે. ગુરુવચનમાં તેઓને શ્રદ્ધા ને ઉપજી એટલે તેઓ તેમને સ્વનગરે લઈ ગયા. ત્યાં પણ પૌષ્ટિક અને નિગ્ધ આહારનું ભોજન કરાવવા માંડયું છતાં શરીર–સ્થિતિમાં લેશમાત્ર ફેરફાર ન પડ્યો તેથી તેમણે આગ્રહપૂર્વક અધ્યયન છોડાવીને સ્નિગ્ધ અને પૌષ્ટિક આહાર ખવરાવવા માંડ્યો તો પહેલાની માફક પુષ્ટ શરીરવાળા થયા. છેવટે પુષ્પમિત્ર સ્વજનોને પ્રતિબંધ પમાડી ગુરુ પાસે આવ્યા.
એકદા આર્ય રક્ષિત પિતાના પટ્ટધરની ચિંતા કરવા લાગ્યા તે પુષ્પમિત્ર એગ્ય અને સમર્થ લાગ્યા પણ અન્ય મુનિવરો ફગુરક્ષિતને આચાર્યપદ આપવાની તરફેણમાં હતા. યુક્તિથી તેમને સમજાવવા સિવાય બીજો રસ્તો ન રહ્યો એટલે ગુરુમહારાજે ત્રણ કુંભે ભગાવ્યા અને એકમાં અડદ, બીજામાં તેલ અને ત્રીજામાં ઘી ભર્યું. પછી બધા કુંભે ઊંધા વળાવ્યા તો અડદ બધા બહાર આવી ગયા, તેલ કંઇક ચેટી રહ્યું અને ઘી તે બહુ સંલગ્ન રહ્યું. એ પ્રમાણે પોતાનો હેતુ તથા આશય-દુબલિકા પુષમિત્રમાં હું અડદના ઘડા જેવો થયો છું—એમ સમજાવી પુષ્પમિત્રને પોતાના પદ પર સ્થાપન કર્યો.
દુર્બલિકા પુષ્પમિત્રને અભ્યાસ ખાસ ધ્યાન ખેંચે તેવો પ્રસંગ છે, ઘીને આહાર કરવા છતાં અભ્યાસમાં સંલગ્ન રહેવાથી તે પણ જરી જતું ત્યારે તેમનું હંમેશનું અધ્યયન કેટલું હશે ? તેના સહેજે ખ્યાલ આવશે. તેઓ પણ એક પ્રભાવિક પુરુષ થઈ ગયા.
દિગબત્પત્તિ રવીરપુર નગરમાં કૃષ્ણ નામના આચાર્ય પધાર્યા. તેમના શિષ્યવર્ગ સાથે શિવભૂતિ નામના એક મુનિ હતા. રાજાએ એકદા શિવભૂતિ મુનિને રત્નકંબળ વહોરાવ્યું. તેઓ તે લઈને ઉપાશ્રયે આવતાં આચાર્ય કૃષ્ણસૂરિએ જણાવ્યું કે—- સાધુને રત્નકંબળ વહોરવું ઉચિત નથી.” પછી કંબળના કકડા કરી સાધુઓને રજોહરણ(ધા)ના નિશિથીયા બનાવવા માટે આપી દીધા. આ બનાવથી શિવભૂતિને માઠું લાગ્યું અંતરમાં વૈરની જવાળા પ્રગટી ને ગુરુ સાથે કલેશ કરવાની અનુકૂળ તકની તેઓ રાહ જોઈ રહ્યા.
એકદા કુણાચાર્ય જિનકલ્પી સાધુ એને આચારવિચાર વર્ણવી રહ્યા હતા. તે સમયે જિનક૯પીપણું વિચ્છેદ પામ્યું હતું – આચરણમાં નહોતું. યોગ્ય પ્રસંગ જોઈ શિવભૂતિએ કહ્યું કે આપણે પણ સાધુ છીએ તો આપણે તે જ પ્રમાણે આચારવિચાર અંગીકાર કરવો જોઇએ. આપ શામાટે આટલી બધી ઉપધિ રાખે છે ?' આચાર્યો શાંતિથી કહ્યું કે આ સમયે જિનકપીની સમાચારી રહી નથી. આર્ય જબૂના નિર્વાણ પછી જિનકલ્પને વિચ્છેદ થયો છે. આ સમયે જિનકપીપણું પાળવું અતિકઠિન છે.' પણું સાચું સમજવું હોય તો સમજાયને ! ઉન્મત્ત શિવભૂતિને તે પ્રસંગ જેતે હતો. અભિમાનના મદમાં તે બોલી ઉઠ્યો કે-“વિચ્છેદ ગયું છે એમ આપ શા આધારે કહે છે ? હું પોતે જિનકપીપણું પાળી બતાવું છું.' આચાર્યે તેમને શાંતિ પમાડવા બનતા પ્રયત્નો કર્યા. વિશેષમાં સમજાવ્યું કે તીર્થકરે પણ એકાંતે અચેલક (વસ્ત્ર રહિત) ન હતા. દરેક તીર્થકરોએ દેવદૂષ્ય વસ્ત્ર સહિત જ સંસાર ત્યાગે છે, પરંતુ કર્મોદયને કારણે તેઓ ન જ સમજ્યા, પછી નગ્ન થઈ બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી. શિવભૂતિની બહેને પણ દીક્ષા લઇ સાધ્વીપણું સ્વીકાર્યું હતું. વંદન નિમિત્તે તે બહારના ઉદ્યાનમાં ગઈ અને પિતાના ભાઈનું નવીન આચરણ જોઈ પિતે પણ તેમાં ભળી–તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org