________________
પટ્ટાવલી ]
2.
૧૫ શ્રી ચંદ્રસૂરિ
ગૃહસ્થવાસ ૩૭વ: વ્રતપર્યાય ૩૦ વર્ષ :-તેમાં સામાન્ય વ્રતપર્યાય ૭ વર્ષી : યુગપ્રધાન ૨૩વ: સર્વાયુ ૬૭ વર્ષ સ્વગમન માં સ૬૪૩ વર્ષી : ગાત્ર સલ્લહુડ :
શ્રી ચ'દ્રસૂરિ
સાપારક નગરમાં જિનદત્ત શેઠને ઇશ્વરી નામની પત્નીથી નાગેન્દ્ર, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર એ નામના ચાર પુત્રો થયા હતા. સ્વામીના સમયમાં બીજો બારવર્ષીય દુકાળ પડ્યો. દાંતને અને અન્નને વેર હાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ. લક્ષાધિપતિઆને પણ કાલ કેવી ઊગશે તેની ચિ ંતા થતી તેા સામાન્ય ગરીબસમૂહનું તે પૂછવુ જ શું? વસેન મુનિ સાપારક નગરે આવી ઇશ્વરી શેઠાણીને ગૃહે ગેાચરી માટે પધાર્યા. આ સમયે ઇશ્વરી શેઠાણી લક્ષ દ્રવ્યથી મેળવેલ ભાજનમાં કાતિલ ઝેર નાખીને મરવાના નિશ્ચય પર આવી હતી. વજ્રાસેને તેમને તેમ કરતાં નિવારી અને જણાવ્યુ કે-“ગુરુએ મને જણાવ્યુ` છે કે લક્ષ દ્રવ્યના ભાજનમાં જ્યારે ઝેર ભેળવાતુ જોઇશ તેને વળતે દિવસે સુકાળ થશે’ માટે ધીરજ રાખા અને આવુ અનુચિત કાર્ય ન કરો.” ગુરુવચનના સાક્ષીભૂત જ ન હાય તેમ વળતે દિવસે જ અંદરમાં ધાન્યથી ભરેલા વહાણા આવી ચઢ્યા. સર્વત્ર સુકાળ થયા. આથી ઈશ્વરી વિગેરે આખા ઘરને જૈન ધર્મ પર અતુલ શ્રદ્ધા બંધાઇ અને પેાતાના ચારે પુત્રા સાથે દીક્ષા લીધી. ચારે પુત્રાના નામથી જુદા જુદા ચાર ગણુની ઉત્પત્તિ થઇ. ચંદ્ર વધારે પ્રતાપી તેમજ બીજા ત્રણની અપેક્ષાએ ચંદ્રગચ્છનુ વિશેષ માયુષ્ય જાણી ચંદ્રસૂરિને વસેન મુનિએ પેાતાના પદ્મ પર સ્થાપન કર્યા. ચંદ્રસૂરિ કઈંક ન્યૂન દશ પૂર્વ ધારી થયા. તેમનાથી નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્ર-ગચ્છ શરૂ થયું. તે ગચ્છમાં ઘણા સમથ અને પ્રભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ દીક્ષા સમયે ચદ્રકુલનું નામ લેવામાં આવે છે.
સાડત્રીશ વર્ષનું સંયમ પાળી તેએ વીર નિવાણ પછી ૬૪૩ વર્ષે સ્વગે ગયા. ૧૬ શ્રી સામતભદ્રસૂરિ
તે પૂગત શ્રુતના જ્ઞાની હતા. અભ્યાસની સાથેાસાથ તેમનું ચારિત્ર પાલન અસ્ખલિત હતું. તદ્દન નિર્માહીપણે તેઓ વિચરતા અને માટે ભાગે વાડી, વન, જંગલ કે યક્ષના મંદિરમાં રહેતા. તેઓ નિગ્ર થચૂડામણિ હતા. તેમના વૈરાગ્ય-રંગ અજમ હતા. તેમના વનમાં રહીને અપૂર્વ ચારિત્રપાલનથી રંજિત થયેલા લેાકેા તેમને વનવાસી” જ કહેતા. અને તેમનાથી નિફ્ ગચ્છનુ “ વનવાસી ગચ્છ ” એવું ચેાથુ નામ પ્રચલિત થયું.
*તપાગચ્છ પટ્ટાવલી, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરાલ્ડ પુ. ૧૧, અંક ૭૯ પૃ. ૩૮૫ ના આરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org