________________
પટ્ટાવલી ]
: ૮૧ : શ્રી વૃદ્ધદેવસૂરિ ને પ્રોતનસૂરિ વ્યાખ્યાર્થ–શ્રી સામંતભદ્રસૂરિની પાટે સત્તરમાં વૃદ્ધદેવસૂરિ થયા. તેઓનું મૂળ નામ તે દેવસૂરિ હતું પણ તેઓ વૃદ્ધ હોવાથી વૃદ્ધદેવસૂરિ એવા નામથી પ્રખ્યાતિ પામ્યા. તેમણે શ્રી વીર નિર્વાણ પછી ૫૯૫ (૬૫) વર્ષે કેરંટક નામના નગરમાં નાહડ મંત્રીએ બંધાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી.
વીર નિર્વાણ પછી ૬૭૦ વર્ષે શ્રી જર્જરિએ નાહડ મંત્રીએ સત્યપુર નગરમાં બંધાવેલા મંદિરમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
વૃદ્ધદેવરિની પાટે અઢારમા પદધર પ્રદ્યતનસૂરિ થયા.
શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે માનદેવસૂરિ ઓગણીશમા પટ્ટધર થયા. માનદેવસરિને જ્યારે સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે તેમના ખભા ઉપર સરસ્વતી તેમજ લક્ષ્મી બને દેવીઓને પ્રત્યક્ષ જોઈને ગુરુએ વિચાર્યું કે-આમના ચારિત્રમાં ભંગ પડશે તેથી તેઓને વિષાદ થયો, જે જોઈને માનવસરિએ ભાવિક શ્રાવકના ઘરની ભિક્ષા તેમજ છએ વિષયનો ત્યાગ કર્યો. આવી ઉત્કૃષ્ટ તપશ્ચર્યાને કારણે પદ્મા* જયા, વિજયા તથા અપરાજિતા એ નામની ચાર દેવીઓ તેમના સાનિધ્યમાં રહેતી. એકદા નાડોલ નગરમાં આ ચાર દેવી સાહત બેઠેલા સૂરિ માટે કોઈ એક શ્રાવકને શંકા થઈ કે સ્ત્રી–સંસગી આ સૂરિ પવિત્ર ક્યાંથી હોય ? આ શંકાશીલ શખ્સને પછી તે દેવીઓએ શિક્ષા કરી હતી.
૧૭ શ્રી વૃદ્ધદેવસૂરિ ને ૧૮ પ્રદ્યોતનસૂરિ કરંટક ( હાલના શિવગંજ પાસેના કેરટા) નગરમાં નાહડ મંત્રી અને તેના ભાઈ સાલિગ રહેતા હતા. દેવસૂરિના ઉપદેશથી તેઓ પ્રતિબંધ પામ્યા અને જેન ધર્મ પર શ્રદ્ધા બંધાણી. આ શુદિ નવમી આવતાં નાહડ મંત્રીએ ગુરુને પિતાની ગોત્રદેવી ચંડિકાને એક પાડાનું બલિદાન આપવાનું છે તે હકીકત જણાવી સલાહ માગી. ગુરુએ તેમને તે હિંસક કાર્યથી નિવૃત થવા કહ્યું અને પિતે ઘટતે ઉપાય કરશે તેમ સમજાવી ધીરજ આપી.
તે રાત્રિએ ગુરુએ સ્વશક્તિથી ગૌત્રદેવી ચામુંડાને બોલાવી અને કહ્યું કે-“તું તારા પૂર્વભવને વિચાર કર. આવું અઘટિત કાર્ય કરવું તને ગ્ય નથી. પૂર્વભવમાં તું ધનસાર શ્રેણીની સ્ત્રી અને પરમ શ્રાવિકા હતી. પાંચમના ઉપવાસને કારણે તું નવા વસ્ત્ર પહેરી,
* લઘુશાંતિમાં અજિતા નામ જણાવ્યું છે.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org