________________
શ્રી માનદેવાર
૮૨ :
[ શ્રી તપાગચ્છ
પેાતાના પુત્રને છેતરીને દેવમંદિરે જવા લાગી. તને જતી જોઇ તારા પુત્ર પણ ‘મા-મા’ કરતા તારી પાછળ ચાલ્યેા. તે સમયે તારા નવા વસ્ત્રના અવાજથી એક પાટા ભડકચે અને તેણે તારા પુત્રને પાડી નાખ્યા. ભાગ્યયેાગે અચાનક તે મૃત્યુ પામ્યા. પુત્રની આ દશા જોઈ તુ પણ હૃદય બંધ પડવાથી મૃત્યુ પામી ચામુંડા નામની દેવી થઇ. પૂર્વભવના વૈરને કારણે બીજા પાડાઓને મારી નાંખવા તે શું તને ચેાગ્ય છે? માટે દયા ધારણ કર અને તારા પૂ`ભવનું ચરિત્ર સંભારી આવા પાપકા થી પાછી વળ.' આમ સમ જાવવા છતાં તેણીએ કહ્યું કે ‘હુ જીવવધના ત્યાગ કરી શકીશ નહિ.' ત્યારે ગુરુએ નાહુડ મત્રીને આવા પાપકાયથી મુક્ત કરવા કહ્યુ અને તે તેણે કબુલ કર્યુ. પછી ગુરુ ઉપદેશથી નાહડ મંત્રીએ ૭૨ જિનાલયેા કરાવ્યા અને વૃદ્ધદેવસૂરિએ કાર ટક નગરમાં વીર નિર્વાણ પછી ૫૯૫(૨૯૫) વષે તેની પ્રતિષ્ઠા કરી. તેનું નામ તે। દેવસૂરિ હતું પણ વૃદ્ધ હેાવાને કારણે વૃદેવસૂરિ નામથી પ્રખ્યાતિ પામ્યા.
પ્રભાવક ચરિત્રમાં માનદેવસૂરિ પ્રબંધમાં આ વૃદ્ધદેવસૂરિને પહેલાં ચૈત્યવાસી જણાવ્યા છે. તેઓ એક ચૈત્યની વ્યવસ્થા કરતા હતા પણુ સદેવસૂરિએ તેમને પ્રતિષેધ પમાડ્યો એટલે તેઓએ ચૈત્યના વહીવટ મૂકી દીધા.
આ વૃતાંત જો સત્ય હાય તા તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે વિક્રમના બીજા સૈકામાં પણ ચૈત્યવાસ હતા. જો કે પટ્ટાવળીઓમાં તે વીર સવત ૮૮૨ (વિક્રમ સંવત ૪૧૨) માં ચૈત્યવાસના પ્રાદુર્ભાવનું લખાણ છે, પરંતુ એનો અર્થ એ માનવામાં આવે છે કે તે સમયે ચૈત્યવાસીએ પૂરજોશમાં આવ્યા હશે અને સુવિહિત સાધુએ કરતાં ચૈત્યવાસી સાધુઓની સંખ્યા વધી ગઇ હશે.
તેઓએ પ્રદ્યોતનસૂરિને પેાતાના પદે સ્થાપન કર્યાં.
પ્રદ્યોતનસૂરિ સંબંધી વિશેષ વૃતાંત મળતા નથી. વીરવંશાવલીમાં એવા ઉલ્લેખ મળે છે કે તેઓએ અજમેરમાં ઋષભપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, તેમજ સુવણગિરિમાં ધનપતિ નામના ગૃહસ્થે જે યશવસહી મનાવી હતી તેમાં વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી.
આ સિવાય અને પટ્ટધા માટે વિશેષ હકીકત ઉપલબ્ધ થતી નથી.
૧૯ શ્રી માનદેવસૂરિ
નાડાલ નગરમાં ધનેશ્વર નામે પ્રખ્યાત શ્રેણી રહેતા હતા. તેને ધારિણી નામે પત્ની અને માનદેવ નામે ક્રાંતિમાન પુત્ર હતા. પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં
* કાર્ય સ્થળે જિનદ્રત્ત એવુ નામ પણ જાણ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org