________________
પટ્ટાવલી ] * ૫ +
આર્ય રક્ષિતસૂરિ સતત અધ્યયનથી તેમણે અમુક પૂર્વે અવધારી લીધા. વિશેષ અભ્યાસ માટે તો સલિપુત્ર આચાર્યું તેમને વજીસ્વામી પાસે મોકલ્યા. ત્યાં માર્ગમાં ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયમાં જતાં તેમણે આર્ય રક્ષિતને પોતાની અંતિમ અવસ્થામાં સહાયક થવા કહ્યું. આયુરક્ષિતે તે માગણી સ્વીકારી એવી સરસ વૈયાવચ્ચ અને નિઝામણ કરી કે ભદ્રગુપ્તાચાર્યે તેમની મુક્તકંઠે પ્રશંસા કરી. આ બાજુ વજીસ્વામીને સ્વપ્ન આવ્યું ક–પાયસથી ભરેલ પાત્રથી આવેલ અતિથિને મેં પારણું કરાવ્યું, તેમાં શેર બાકી રહ્યું. પછી પોતે સ્વપ્નને વિચાર કરતા હતા ત્યાં આરક્ષિત હાજર થયા અને પોતાની પીછાણ આપી, અભ્યાસ માટે અભ્યર્થના કરી.
વજ સ્વામી પાસે અધ્યયન શરૂ કર્યું. અભ્યાસ કરતાં નવ પૂર્વ શીખી દશમા પર્વની શરૂઆત કરી, પણ તેમાં ભાંગે, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક શીખવાના હતા તેથી તેમને વિશેષ શ્રમ પડવા લાગ્યા.
માતાએ બોલતા તે બોલી નાખ્યું પણ પંડિત-પુત્ર માટે પુત્રવત્સલ માતા પણ કયાં સુધી ધીરજ ધરી શકે ? રૂદ્રમાને આરક્ષિતને મળવાની ઉત્કંઠા જાગી. તેમણે પોતાની કુગુરક્ષિત નામના બીજા પુત્રને સમજાવીને મોકલ્યો. ફગુરક્ષિતે આવી આર્ય રક્ષિતને માતૃસ્નેહનું સ્મરણ કરાવ્યું પણુ આર્ય રક્ષિતે જણાવ્યું કે- આ ક્ષyભંગુર સંસારમાં નેહ ને મેહ કેવા ? હાથીએ કાઢેલ દાંત શું અંદર જાય ?' પિતાના બંધુ ફગુરક્ષિતને પણ કલ્યાણના પંથે દોરી જવા માટે તેમણે ભવાટવીનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવ્યું. સાચી સમજ પડતાં ભવભીરુ ફગુરક્ષિતે પણ દીક્ષા લઈ તેમની સાથે વાસ કર્યો
કઠિન અભ્યાસથી આર્યરક્ષિત કંટાળવા લાગ્યા તેથી ગુરુ વજીસ્વામીને પૂછ્યું કેહે ભગવન હજુ કેટલું અધ્યયન બાકી છે ?” ગુરુએ કહ્યું-“અન્ય વિચાર કર્યા વગર અભ્યાસ કર્યો કરે.’કેટલાક સમય વીત્યા બાદ પુનઃ પૂછતાં ગુરુએ કહ્યું કે- સરસવ જેટલું ભણ્યા છે અને મેરુ જેટલું બાકી છે. ધતુરાને બદલે ચંદનને કણ ત્યાગ કરે? માટે અધ્યયન ચાલુ રાખો.” પણ અભ્યાસ પહેલા જે સુગમ નહોતું. તેમનો પરિશ્રમ વધી ગયા અને લઘુબંધુએ માતાને મળવા જવાની વારંવાર પ્રેરણું કરી તેથી તેમણે ગુરુ સમક્ષ આજ્ઞા માગીને કહ્યું કે માતાને મળીને તુરતજ પાછા આવીને હું અભ્યાસ શરૂ કરીશ.’ વજીસ્વામી એ જ્ઞાનદષ્ટિથી જોયું કે મારું આયુષ્ય અ૯૫ છે અને તે પાછી આવતાં પહેલાં તો હું કાળધર્મ પામીશ, માટે વધુ અધ્યયન કરાવી શકાશે નહિ. પરંતુ સ્વપ્નફળ મિથ્યા કેમ થાય ? સ્વપ્નનો અર્થ બરાબર છે કે શેષ દૂધ બાકી રહ્યું તેથી આ દશમ પૂર્વનું અધ્યયન પણ અધૂરું જ રહેશે. પછી આજ્ઞા મેળવીને તે એ વિહાર કરી પાટલીપુત્રમાં પોતાના આદ્યગુરુ તે સલિપુત્રને મળ્યા. ત્યાંથી હિાર કરી તેઓ સ્વજન્મભૂમિ દશપુરમાં આવ્યા. ત્યાં માતા-પિતા તેમજ સ્વજનને પ્રતિબધી દીક્ષા આપી. સોમદેવ જેની સાધુ થયા તે ખરા પણ નગ્નાવસ્થામાં રહેવું, ભિક્ષા માગવા જવી, ઉઘાડે પગે ને માથે વિચરવું, જનોઈનો ત્યાગ કરવો વિગેરે કાર્યો કરવા ઉદ્યક્ત ન થયા. આર્યરક્ષિત વારંવારની યુક્તિ પ્રયુક્તિદ્વારા તે સર્વનો ધીમે ધીમે ત્યાગ કરાવ્યો અને જૈન સાધુધર્મમાં સ્થિર કર્યા.
આરક્ષિતને ઘણું શિષ્યો થયા તેમાં છૂત-પુષ્પમિત્ર, વસ્ત્ર-પુષ્યમિત્ર, દુર્બળ-પુષ્યમિત્ર, વિંધ્યમુનિ, ગુરક્ષિત અને ગઠામાહિલ (જે પાછળથી નિનવ થયો હતો) વધારે પ્રાજ્ઞ અને વિચક્ષણ મુનિવરો હતા. દુર્બળ પુષમિત્ર અહોરાત્ર અભ્યાસ કરવાને અંગે ધૃતનું ભજન કરવા છતાં કૃશ જ રહેતા હતા. એકદા વિંધ્ય મુનિએ ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે-માટી મંડળીમાં પાઠના ઘોષથી મારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org